અવકાશમાં મનુષ્યનો જન્મ થશે, રજા માણવા આવશે ધરતી પર, જેફ બેઝોસે કહી ભવિષ્ય સાથે જોડાયેલી રોચક વાતો

એમેઝોનના સ્થાપક અને અમેરિકન સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના માલિક જેફ બેઝોસનું કહેવું છે કે એક દિવસ એવો આવશે જ્યારે અવકાશમાં મનુષ્યનો જન્મ થશે.

અવકાશમાં મનુષ્યનો જન્મ થશે, રજા માણવા આવશે ધરતી પર, જેફ બેઝોસે કહી ભવિષ્ય સાથે જોડાયેલી રોચક વાતો
Jeff Bezos, founder of Amazon and owner of Blue Origin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:26 PM

એમેઝોનના સ્થાપક અને અમેરિકન સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના માલિક જેફ બેઝોસનું કહેવું છે કે એક દિવસ એવો આવશે જ્યારે અવકાશમાં મનુષ્યનો જન્મ થશે. સામાન્ય લોકો માટે અવકાશના દરવાજા ખોલનારા બેઝોસે (Jeff Bezos) કહ્યું હતું કે અવકાશમાં જન્મેલા માનવીઓ એ જ રીતે પૃથ્વી પર રજાઓ ગાળવા આવશે જેમ આપણે પાર્કમાં જઈએ છીએ (Jeff Bezos on Space).

તેમણે કહ્યું કે અંતરિક્ષમાં એવા ઘણા શહેરો હશે, જ્યાં મનુષ્યનો જન્મ થશે. વોશિંગ્ટનમાં આયોજિત ચર્ચા દરમિયાન અબજોપતિ ઉદ્યોગપતિએ આ વાત કહી હતી. અહીં તે બ્લુ ઓરિજિનના ભવિષ્ય વિશે વાત કરી રહ્યા હતા. બેઝોસે કંપનીની યોજનાઓ, અવકાશ પ્રક્ષેપણ અને પૃથ્વીને બચાવવા જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

તેમણે અવકાશમાં વસાહતો વિશે કહ્યું કે તેઓ તરતા ઘરો જેવા હશે, જ્યાં હવામાન અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની નકલ કરવામાં આવશે. આ તરતા મકાનોમાં 10 લાખ લોકો રહી શકશે અને નદીઓ, જંગલો અને વન્યજીવો પણ હશે. બેઝોસે આગળ કહ્યું, સદીઓ સુધી લોકો અવકાશમાં જન્મશે અને આ તેમનું પહેલું ઘર હશે. તેઓ આ અવકાશ વસાહતોમાં જન્મ લેશે, પછી તેઓ પૃથ્વીની યાત્રા પર જશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અવકાશમાં રહેવું સરળ

જેફ બેઝોસે આગળ કહ્યું, આ એવું હશે જેમાં આપણે રજાઓ માણવા યલોસ્ટોન નેશનલ પાર્કમાં જઈએ. બેઝોસે કહ્યું કે અભ્યાસ દરમિયાન એક ભાષણમાં તેણે પહેલીવાર અવકાશમાં વસાહતો (Settlements in Space) સ્થાપવાની યોજના પર પોતાના વિચારો શેર કર્યા હતા. તેના કરતાં અવકાશમાં રહેવું ઘણું સારું છે. બેઝોસે કહ્યું, જો આપણે મંગળ(Mars Planet)ને બદલીએ અથવા કંઈક નાટકીય કરીએ તો તે ખૂબ જ પડકારજનક અને બીજી પૃથ્વી બનાવવા જેવું હશે. પછી 10 થી 20 અબજ લોકો ત્યાં રહી શકશે.

એલોન મસ્ક પર સાધ્યું નિશાન

આપને જણાવી દઈએ કે જેફ બેઝોસ અને તેમના પ્રતિસ્પર્ધી અબજોપતિ એલોન મસ્ક વચ્ચે પૃથ્વીની બહાર જીવન કેવી રીતે વિકસિત કરવું તે અંગે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ઈલોન મસ્ક બેઝોસને પછાડીને અત્યારે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું મુખ્ય લક્ષ્ય મંગળ પર વસાહતો સ્થાપવાનું છે. આ સ્થિતિમાં બેઝોસે અંતરિક્ષમાં વસાહતો સ્થાપવાની વાત કરીને મસ્ક પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનની સ્કૂલોમાં પરત ફરી 75 ટકા વિદ્યાર્થિનીઓ, તાલિબાનના વિદેશ મંત્રીનો દાવો

આ પણ વાંચો: હવે મેદાની વિસ્તારમાં પણ થઈ શકશે સફરજનની ખેતી, સફરજનની આ જાતને વિકસિત કરનાર ખેડૂતની છે રસપ્રદ કહાની

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">