ગૂગલ ડ્રાઇવ વગર એક એન્ડ્રોઇડ ફોનથી બીજામાં વોટ્સએપ ડેટા કેવી રીતે ટ્રાન્સફર કરવા, જાણો સંપૂર્ણ પ્રોસેસ

વોટ્સએપે તાજેતરમાં એન્ક્રિપ્ટેડ બેકઅપ ફીચર ઉમેર્યું છે. જે તમારી ગૂગલ ડ્રાઇવ અને આઇક્લાઉડ બેકઅપને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ કરવાની મંજૂરી આપે છે.

ગૂગલ ડ્રાઇવ વગર એક એન્ડ્રોઇડ ફોનથી બીજામાં વોટ્સએપ ડેટા કેવી રીતે ટ્રાન્સફર કરવા, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Whatsapp

મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) યુઝર્સની સુવિધા માટે નવા-નવા અપડેટ લાવતું રહે છે. વોટ્સએપે તાજેતરમાં એન્ક્રિપ્ટેડ બેકઅપ ફીચર ઉમેર્યું છે. જે તમારી ગૂગલ ડ્રાઇવ (Google Drive) અને આઇક્લાઉડ (Icloud) બેકઅપને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ કરવાની મંજૂરી આપે છે. આ ફીચર એકંદરે વધુ સુરક્ષિત છે. 

જો કે, તમે હજી પણ તમારા WhatsApp ડેટાનો બેકઅપ લઈ શકો છો અને તેને સંપૂર્ણપણે ઓફલાઈન પદ્ધતિઓ દ્વારા બીજા ફોન પર ટ્રાન્સફર પણ કરી શકો છો. તમારે ફક્ત RAR જેવી ફાઇલ કમ્પ્રેશન એપ્લિકેશનની જરૂર છે.

વોટ્સએપનું આ ફીચર મૂળભૂત રીતે તમારી ફાઇલોનો ઓફલાઇન બેકઅપ લઈને એક ફોલ્ડરમાં તમામ ડેટા મેળવીને અને તે ફોલ્ડરને બીજા ફોનમાં ટ્રાન્સફર કરીને કામ કરે છે. તે તમારા Google ડ્રાઇવ બેકઅપનો ઉપયોગ કરવા જેટલું સુવિધાજનક નથી, પરંતુ તમને Google ડ્રાઇવને સંપૂર્ણપણે અલગ કરી દે છે.

તમે જલ્દીમાં છો અને આસપાસ કોઈ વાઇફાઇ નથી તો તે તમારા સમગ્ર વોટ્સએપ ડેટાને અપલોડ અને ડાઉનલોડ કરવાનું ટાળવા માટે પણ ઉપયોગી થઈ શકે છે. જે ડેટા પ્લાન માટે ખૂબ ઉપયોગી થઇ શકે છે.

આવો જાણીએ કેવી રીતે લઇ શકાય બેકઅપ

વોટ્સએપ પર લોકલ બેકઅપ લો
વોટ્સએપ હોમપેજ પર ત્રણ ડોટ મેનૂ પર નેવિગેટ કરો અને સેટિંગ્સમાં ચેટ્સ પર જાવ. આ બાદ ચેટ બેકઅપ પર જાઓ અને ‘બેકઅપ’ પર ટેપ કરો. બેકઅપ લીધા બાદ Google બેકઅપ સંકેત કે બીજું કંઈ સંકેત હોય તો તેને અવગણી શકો છો. તમારી પાસે હવે તમારા ફોનના ઇન્ટર્નલ સ્ટોરેજમાં વોટ્સએપનું બેકઅપ છે. લોકલ બેકઅપ બાદ વોટ્સએપને અનઇન્સ્ટોલ કરો.

RAR અથવા કોઈ પણ અન્ય ફાઇલ કમ્પ્રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો
ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને RAR એપ ડાઉનલોડ કરો અને તેને સેટ કરો. તમે તેનો ઉપયોગ તમારા સમગ્ર વોટ્સએપ ડેટાને ભેગો કરવા અને તેને એક જ ફાઇલ બનાવવા માટે કરી શકો છો. તમે તમારી પસંદગીની અન્ય કોઇ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

તમારા વોટ્સએપ ડેટાને કંપ્રેસ કરો
RAR એપ્લિકેશનની અંદર તમે તમારા ફોનમાં ઇન્ટર્નલ સ્ટોરેજ ડિરેક્ટરી દેખાશે. Android/Media પર નેવિગેટ કરો અને ‘com.whatsapp’ ફોલ્ડર શોધો. Com.whatsapp ફોલ્ડરની બાજુમાં ટિક માર્ક પસંદ કરો અને ટોચ પર એડ આર્કાઇવ બટન દબાવો. આખું ફોલ્ડર હવે .rar ફાઇલમાં ટ્રાંસફર કરવાનું શરૂ કરી દો. વોટ્સએપ, વોટ્સએપ બેકઅપ લોકલ બેકઅપ ફોલ્ડરને સિંગલ ફાઇલમાં કન્વર્ટ કરવા માટે RAR નો ઉપયોગ કરો જે તમે બીજા ફોન પર મોકલી શકો છો.

તમને જણાવી દઈએ કે, તમારા સમગ્ર વોટ્સએપ ડેટાને કમ્પ્રેસ કરવાની આ લાંબી પ્રક્રિયા છે અને તેમાં થોડો સમય લાગી શકે છે. તમે તેને બદલે .zip ફાઇલ બનાવવાનું પણ પસંદ કરી શકો છો. સમગ્ર ફોલ્ડરને .zip ફાઇલ અથવા .rar ફાઇલમાં બનાવવાનો એકમાત્ર મુદ્દો એ છે કે સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયા દરમિયાન ઓછો સમય લે છે.

તમારા નવા ફોન પર ડેટા લઇ લો
જ્યાં તમે WhatsApp સેટ કરવા માંગો છો ત્યાં નવી com.whatsapp.rar ફાઇલ અથવા જો તમે ઝિપ બનાવી હોય તો com.whatsapp.zip ફાઇલ સેટ કરો. ફરી એકવાર નવા ફોનના ઇન્ટરનલ સ્ટોરેજમાં તે ફાઇલને અનઝિપ કરવા માટે RAR નો ઉપયોગ કરો અને com.whatsapp ને ઇન્ટરનલ સ્ટોરેજમાં જઈ એન્ડ્રોઇડ અને મીડિયામાં સેટ કરો.

નવા ફોન પર WhatsApp ઇન્સ્ટોલ કરો
તમે હવે નવા ફોન પર વોટ્સએપ ઇન્સ્ટોલ કરી શકો છો અને પ્રારંભિક પ્રક્રિયામાંથી પસાર થતાં, ગૂગલ ડ્રાઇવ બેકઅપ પ્રોમ્પ્ટ છોડી દો જેથી એપ્લિકેશન તેના બદલે લોકલ બેકઅપ શોધે. આ વોટ્સએપને તે ફાઇલોને શોધવામાં મદદ કરશે. આ બાદ બેકઅપને રિકવર કરીને અને બાકીની ઇન્સ્ટોલેશન પ્રક્રિયા ચાલુ રાખો. એકવાર બેકઅપ રેડી થઈ ગયા પછી તમારું WhatsApp એકાઉન્ટ હવે નવા ફોન પર તૈયાર છે. હવે તમે .rar અથવા .zip ફાઈલને ડીલીટ કરી શકો છો.

આ પણ વાંચો : Covid Positive : આ એક્ટ્રેસ થઇ કોરોનાથી સંક્રમિત, વેક્સિન ના લગાવવા પાછળનું કારણ જણાવ્યું

આ પણ વાંચો : Know Your Postman App: મુંબઈ પોસ્ટ વિભાગે લોન્ચ કરી એપ, ઘરે બેઠા જાણો તમારા પોસ્ટમેનની ડીટેલ્સ

Click on your DTH Provider to Add TV9 Gujarati