તમને ફોન કે લેપટોપ પર Google Ads વારંવાર કરે છે પરેશાન? આ સરળ રીતે હંમેશા માટે કરી દો બંધ

ગૂગલ તમને આ જાહેરાત તમારા એડ આઈડીની મુજબ બતાવતુ હોય છે. દરેક ગૂગલ એકાઉન્ટની એક એડ આઈડી હોય છે. તેનાથી તમે ગૂગલ અને એપ્સ પર જે પણ સર્ચ કરી રહ્યા હોવ તે મુજબ તમને જાહેરાત બતાવવામાં આવે છે.

તમને ફોન કે લેપટોપ પર Google Ads વારંવાર કરે છે પરેશાન? આ સરળ રીતે હંમેશા માટે કરી દો બંધ
File Image
| Edited By: | Updated on: Jan 02, 2024 | 6:29 PM

ઘણા લોકો પોતાના ફોન કે લેપટોપમાં જ ફિલ્મો અને સિરિઝ જોવાનું પસંદ કરે છે. ત્યારે વારંવાર આવતી ના ગમતી જાહેરાત તમને હેરાન કરે છે. જેના કારણે ફિલ્મ જોવાની મજા બગડી જાય છે. એટલુ જ નહીં આ જાહેરાતના કારણે ફ્રોડ, સ્પેમ લિંક પણ આવી જાય છે, જેની પર ક્લિક કરીને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કોઈ પણ ખરાબ અનુભવ કે મેલવેરથી બચવા માટે તમે તમારા ડિવાઈસમાંથી આ જાહેરાતને હંમેશા માટે ડિલીટ કરી શકો છો.

ગૂગલ તમને આ જાહેરાત તમારા એડ આઈડીની મુજબ બતાવતુ હોય છે. દરેક ગૂગલ એકાઉન્ટની એક એડ આઈડી હોય છે. તેનાથી તમે ગૂગલ અને એપ્સ પર જે પણ સર્ચ કરી રહ્યા હોવ તે મુજબ તમને જાહેરાત બતાવવામાં આવે છે.

ફોનમાં એડને કેવી રીતે કરશો બંધ?

  1. એડને બ્લોક કરવા માટે તમારે તમારા ફોન કે લેપટોપના સેટિંગમાં નાનો ફેરફાર કરવો પડશે.
  2. તેના માટે સૌથી પહેલા તમારે તમારા ફોનના સેટિંગમાં જવુ પડશે, અહીં ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરો અને મેનેજ એકાઉન્ટ પર જાવ.
  3. ત્યારબાદ ડેટા એન્ડ સિક્યોરિટીના ઓપ્શનમાં જાવ અને નીચે સ્ક્રોલ કરો, ત્યાં My Ads Centreમાં પર્સનલાઈઝ્ડ એડના ઓપ્શનને ઓફ કરી દો.
  4. તે ઓપ્શન ડિફોલ્ટ રીતે ઓન રહે છે, તે બંધ કર્યા બાદ ગૂગલ એકાઉન્ટની બહાર આવશો તો તમને એડનો ઓપ્શન શો થશે, તેની પર ક્લિક કર્યા બાદ ડિલીટ એડ આઈડી પર ક્લિક કરો.
  5. હવે તમારી એડ આઈડી ડિલીટ થઈ જશે. ત્યારબાદ તમારે કોઈ પણ પ્રકારની પર્સનલાઈઝ્ડ એડ દેખાશે નહીં.
  6. આ પ્રોસેસ બાદ તમને માત્ર પર્સનલાઈઝ્ડ એડ બતાવવાની બંધ થશે. ગૂગલ અન્ય એપ્સ તરફથી કોઈ પણ રેન્ડમ એડ બતાવી શકે છે અને તમને અલગ અલગ સબ્જેક્ટની એડ દેખાઈ શકે છે.

લેપટોપમાં એડને આ રીતે કરો બ્લોક

  1. લેપટોપમાં Chrome ઓપન કરો.
  2. થ્રી ડોટ પર ક્લિક કરીને સેટિંગનો ઓપ્શન સિલેક્ટ કરો.
  3. પ્રાઈવસી અને સેફ્ટી પર ક્લિક કરો અને એડ પર ક્લિક કરો.
  4. પર્સનલાઈઝ્ડ એડને બ્લોક કરો અને ચેન્જને સેવ કરી લો.

તેનાથી તમે ફેક મેસેજ, મેલવેરથી બચી શકો છો. અજાણતા કોઈ પણ એડ પર ક્લિક કરવાથી બચો. જેના દ્વારા તમારૂ ડિવાઈસ હેક પણ થઈ શકે છે.