ભારે વરસાદના કારણે તમિલનાડ઼ુમાં જન જીવન અસ્તવ્યસ્ત, 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાને પગલે તંત્રની લોકોને ઘરમાં રહેવાની સલાહ

હવામાનશાસ્ત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિત ઉત્તરી તમિલનાડુના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદના કારણે તમિલનાડ઼ુમાં જન જીવન અસ્તવ્યસ્ત, 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાને પગલે તંત્રની લોકોને ઘરમાં રહેવાની સલાહ
heavy-rains-disrupt-life-in-tamil-nadu-with-winds-blowing-at-45-kmph-advising-people-to-stay-indoors
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 3:31 PM

હવામાન વિભાગે(Meteorological Department) ઉત્તર તમિલનાડુ(Tamil Nadu)ના ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain)ની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળની ખાડી પરનું હવાનું દબાણ આજે સાંજે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે અને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો શહેરમાં ત્રાટકશે, હવામાન વિભાગે આ અંગે ગુરુવારે માહિતી આપી હતી.

હવામાનશાસ્ત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે ઉત્તરી તમિલનાડુના ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે શહેર અને નગરોમાં આખી રાત ભારે વરસાદ પડ્યો હતો.

પરિસ્થિતિનું સતત નિરીક્ષણ તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે પવન આજે સાંજ સુધીમાં પશ્ચિમ/ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ચેન્નાઈની આસપાસના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.

45 કિમી પ્રતિ કલાકની ઝડપે “મજબૂત સપાટીના પવનો” ફૂંકાશે. તેમણે કહ્યું કે લોકોએ બિનજરૂરી રીતે બહાર ન નીકળવું જોઈએ. હવામાન વિભાગ તરફથી નવા આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યુ કે તાંબરમ (ચેંગલપેટ ડીટી)માં 232.9 મીમી, ચોલાવરમ (220 મીમી) અને એન્નોર 205 મીમી વરસાદ નોંધાયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લોકોના  હાલ થયા બેહાલ

તમિલનાડુમાં એવી પરિસ્થિતિ છે કે લોકોને ખાવા કે સૂવા માટે કોઈ જગ્યા નથી મળી રહી.અનેક સ્થળે ભારે પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. પાણી ભરાવાને કારણે લગભગ 35થી 40 હજાર રહેવાસીઓ પ્રભાવિત થયા છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પાણીમાં તણાઇ ગયાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. લોકોને રહેવા માટે કોઇ સ્થળ મળી રહ્યુ નથી.

ઝૂપડપટ્ટીઓમાં વરસાદી પાણી ઘૂસી જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકો તંત્ર પાસે મદદની અપેક્ષાઓ રાખી રહ્યા છે. પાણીનો નિકાલ ન થવાના કારણે ગટરના વહેતા પાણીથી દુર્ગંધ આવી રહી છે ત્યારે હવે કુદરત વધુ તબાહી ન મચાવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

આ પણ વાંચોઃ ”પદ્મશ્રી”થી સન્માનિત કંગનાનો બફાટ ‘1947 માં ભીખ માંગીને મળી આઝાદી’, વરુણ ગાંધીએ પુછ્યું આને પાગલપન કહેવું જોઈએ કે દેશદ્રોહ ?

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">