Heat Wave: જાણો તમારા કિંમતી ગેજેટ્સને સુરક્ષિત અને ઠંડુ રાખવા માટેની આ સરળ 11 ટીપ્સ

અત્યારે માત્ર તમારી જ નહીં, તમારા ગેજેટ્સને (Gadgets) પણ સિઝનની આકરી ગરમીમાં થોડી કાળજી લેવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં તમારા સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સને સુરક્ષિત રાખવા માટે અહીં 11 ટિપ્સ આપી છે.

Heat Wave: જાણો તમારા કિંમતી ગેજેટ્સને સુરક્ષિત અને ઠંડુ રાખવા માટેની આ સરળ 11 ટીપ્સ
Smartphone (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 5:03 PM

આજકાલ કાળઝાળ ગરમીએ જાણે કે માજા મૂકી છે. છેલ્લા અનેક વર્ષોમાં ના પડી હોય તેવી ગરમી આ વર્ષે સમગ્ર દુનિયામાં પડી રહી છે. તમારા સ્વાસ્થ્યની સંભાળની સાથોસાથ તમારા કિંમતી ગેજેટ્સની (Gadgets) કાળજી રાખવી પણ આટલી જ આવશ્યક બને છે. કિંમતી ગેજેટ્સ જોઈએ તો તેમાં સ્માર્ટફોન, (Smartphone) લેપટોપ, હેડફોન્સ, ટેબ્લેટ વગરેનો સમાવેશ થાય છે. હીટ વેવને (Heat Wave) લીધે આ ડિવાઈસીસ પર પણ અસર પડી શકે છે. અતિશય ગરમીના લીધે સ્માર્ટફોન એકદમ ગરમ થઈ જાય છે. વધુ પડતી બેટરી ચાર્જ કરવાથી પણ ફોન બ્લાસ્ટ થઇ શકે છે.

આજે અમને તમને સરળ સ્માર્ટફોન ટિપ્સ વિશે જણાવીશું.

સીધો સૂર્યપ્રકાશ એ મોટી સમસ્યા બની શકે છે

તમારે ગેજેટ્સને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. કારણ કે, લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી ઓવરહિટીંગ થઈ શકે છે અને ગેઝેડેટ્સના આંતરિક ઘટકોને પણ નુકસાન થઈ શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તમારા ખિસ્સાની અંદર હંમેશા સ્માર્ટફોન રાખવો

તમારા સ્માર્ટફોનને હંમેશા તમારા ખિસ્સામાં રાખશો નહીં. ખાસ કરીને જો તમે મોટાભાગે ગરમ અને ભેજવાળી જગ્યાએ રહેતા હોય. તમારા સ્માર્ટફોનને બહાર કાઢીને મૂકી રાખો. જયારે તમે ઓફિસ કે ઘરે હોય, ત્યારે તેને બહાર મૂકો.

બહાર ચાર્જ કરશો નહીં

તમારે તમારા ગેજેટ્સને બહાર ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. કોઈપણ ગેજેટને ચાર્જ કરવાથી તેનું તાપમાન થોડું વધે છે અને જો તે બહાર કરવામાં આવે છે તો બહારની ગરમી તમારા ફોનના તાપમાનમાં વધારો કરી શકે છે અને ડિવાઇસને વધુ ગરમ કરી શકે છે.

કારની અંદર ફોન ન મુકો

જો તમને લાગે છે કે તમારા ફોનને કારની અંદર મૂકવો એ સારો વિચાર છે તો વાસ્તવમાં એવું નથી. ઉનાળામાં તમારી કાર સરળતાથી ગ્રીનહાઉસ બની જાય છે, ખાસ કરીને જો તે બહાર પાર્ક કરેલી હોય. કોઈપણ ગેજેટને કારની અંદર લાંબા સમય માટે રાખવાથી ઓવરહિટીંગ થઈ શકે છે.

ઓશીકું અથવા ગાદી નીચે ફોન ચાર્જ કરશો નહીં

તમારા ગેજેટ્સને ઓશીકું, ગાદી, ધાબળો વગેરેની નીચે રાખીને ચાર્જ કરશો નહીં. કારણ કે તે ડિવાઇસમાંથી નીકળતી ગરમીને રોકી દે છે. આ વસ્તુઓ તમારા ફોનને વધુ ગરમ કરે છે.

ફોનને ઓવરચાર્જ કરશો નહીં

ફોનની બેટરીને નુકસાન ન થાય તે માટે ઓવરચાર્જિંગ પણ હંમેશા ટાળવું જોઈએ. હંમેશા ફોન ટાઈમ ટુ ટાઈમ ચાર્જ કરો.

તમારા ગેજેટ્સને ઠંડી અને છાયાવાળી જગ્યાએ રાખો

જો તમે તમારા ગેજેટ્સને એર-કન્ડિશન્ડ વાતાવરણમાં રાખી શકો તો તે શ્રેષ્ઠ માટે છે. નહિંતર, તેમને તમારા ઘરની અંદર ઠંડી, છાયાવાળી અને સ્વચ્છ જગ્યાએ રાખવાનો પ્રયાસ કરો જ્યાં ધૂળ અને સીધી હવા ન આવી શકે.

લેપટોપ કૂલિંગ સ્ટેન્ડ મેળવો

કામ કરતી વખતે તમારા ગેજેટને ઠંડુ રાખવા માટે લેપટોપ કૂલિંગ સ્ટેન્ડ એ એક સરસ ઈન્વેસ્ટમેન્ટ છે. કોઈપણ ભારે એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે અથવા તમારા લેપટોપ પર વીડિયો ગેમ રમતી વખતે તે ખરેખર ઉપયોગી છે. લેપટોપ કૂલિંગ સ્ટેન્ડ યુએસબી-ચાર્જિંગ કેબલ સાથે આવે છે. તે બેટરી બચાવવામાં મદદ કરે છે.

તમારા ગેજેટ્સને ફ્રીઝરમાં ન મૂકો

તમારા કિંમતી ગેજેટ્સને કૂલ કરવા માટે તેને ક્યારેય પણ ફ્રિઝર કે એસી, ફ્રિજની નજીક ના મુકો. તેનાથી બ્લાસ્ટ પણ થઇ શકે છે.

ફોનની કેટલીક સુવિધાઓને ડિસેબલ કરો

જ્યારે તમારો ફોન નિષ્ક્રિય હોય, ત્યારે તમે Wi-Fi, મોબાઇલ ડેટા, બ્લૂટૂથ, GPS, વગેરે જેવી સુવિધાઓને ઓફ કરીને બેટરી બચાવી શકો છો. આમ કરવાથી ફોનમાં ઓવરહિટીંગની શક્યતાઓ ઓછી થઈ જશે.

બૅટરી-ડ્રેનિંગ માટે બૅટરી ઑપ્ટિમાઈઝેશનનો ઉપયોગ કરો

ઘણા ફોનમાં આ બેટરી ઓપ્ટિમાઇઝેશન ફીચર હોય છે કે જે તમને જણાવે છે કે કઈ એપ્સ અન્ય કરતા વધુ ઝડપથી બેટરી વાપરી રહી છે. તમે ફોનની બેટરી લાઈફ બચાવવા માટે તેને ઑપ્ટિમાઇઝ કરી શકો છો, જે ઓવરહિટીંગનું જોખમ પણ ઘટાડશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">