FASTagમાં આ રીતે મોટા વાહનો સરકારને ચૂનો લગાવી રહ્યા છે, પરંતુ હવે થઇ શકે છે કડક કાર્યવાહી

ટોલ પ્લાઝા પર ટ્રક જેવા મોટા વાહનો નાની ગાડીઓના FASTag લગાવીને ટેક્સ ચોરી કરી રહ્યા હતા. આની ફરિયાદો વધતા હવે સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.

FASTagમાં આ રીતે મોટા વાહનો સરકારને ચૂનો લગાવી રહ્યા છે, પરંતુ હવે થઇ શકે છે કડક કાર્યવાહી
FASTag
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 06, 2021 | 11:54 AM

FASTag ટેક્નોલજીથી સરકારની આવકમાં ઝડપથી માત્ર વધારો નથી થયો, પરંતુ દેશભરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યા ઓછી થઈ રહી છે. પરંતુ માનવરહિત ટોલ સિસ્ટમનો લાભ ઉઠાવતા વેપારી વાહનો દ્વારા ઓછો ટોલ ટેક્સ ભરવાની ફરિયાદો આવી છે. જેમાં મોટા વાહનો નાના વાહનોના FASTag લગાવીને ઓછો ટોલ ભરીને બચી જતા હતા. પરંતુ આવા ડ્રાઇવરોએ ખૂબ કાળજી લેવી પડશે, કારણ કે સરકારે તેમના FASTag અને બેંક ખાતાને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વાયોલેટ કલર FASTag તમામ પ્રકારની ખાનગી કાર માટે આપવામાં આવે છે અને ટોલ પ્લાઝા પર તેમના માટેના ટોલ રેટ સમાન છે. પરંતુ થ્રી વ્હીલર્સ અને ફોર વ્હીલર્સના કોમર્શિયલ વાહનો માટેના ટોલ ટેક્સ દર તેમના એક્સલ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. તેથી વ્યવસાયિક વાહનોની શ્રેણી અનુસાર તેમના વજન હેઠળ જાંબુડિયા, ગુલાબી, નારંગી, પીળો, વાદળી અને કાળા રંગના FASTag જારી કરવામાં આવે છે.

ટોલ પ્લાઝા વાહનના FASTag કલરને આધારે આપમેળે ટોલ ટેક્સ લેવામાં આવે છે. અધિકારીએ કબૂલ્યું હતું કે, વ્યાપારી વાહનો અને ભારે વાહનો દ્વારા એમને ફાળવેલું FASTag ન લગાવવાને કારણે ઘણા સ્થળોએ ટોલ ટેક્સ ચૂકવણીની ફરિયાદો આવી રહી છે. જોકે આ સંખ્યા વધારે નથી. આવા વાહનોના FASTag અને બેંક ખાતાને સીલ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જેના કારણે આવા વાહનોએ બે ગણો ટેક્સ ભરવો પડશે. વિભાગ આ ખામી દૂર કરવા માટે કામ થઇ રહ્યું છે. આની સાથે નાના વાહનોનું FASTag લગાવીને ઓછો ટેક્સ ભરનારા મોટા વાહનો પાસેથી દંડ સાથે ટેક્સ વસૂલવામાં આવી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટેકનોલોજી દ્વારા પકડાયા છે ટેક્સ ચોરીના વાહનો

માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આપોઆપ વાહન વર્ગીકરણ ટેકનોલોજી દ્વારા ઓછો ટેક્સ ભરનારા વાહનોને પકડાય છે. ઉદાહરણ તરીકે હેવી કમર્શિયલ મશીન (એચસીએમ) નો FASTag કાળા રંગનો છે અને તેમાં સૌથી વધુ ટોલ રેટ છે. જ્યારે બે એક્સલ ટ્રક-બસ લાઇટ કમર્શિયલ વાહનો (એલસીવી) નો FASTag લીલા રંગનો છે. તેના ટોલ રેટ ખાનગી વાહન કાર કરતા થોડા વધારે છે. એટલે મોટા વાહનો જેમ કે એચ.સી.એમ. વાહનો, નાના વાહનો એટલે કે એલ.સી.વી. ના FASTag લગાવીને ટોલ પ્લાઝાથી નીકળી જાય છે અને ઓછી ચુકવણી કરી રહ્યા છે. તેની જાણકારી ટોલ પ્લાઝા કંપનીને પાછળથી થાય છે, જ્યારે વર્ગીકૃત વાહનોના ફોટોગ્રાફ્સ મળે છે. ઓનલાઈન ફરિયાદ પર ટોલ કંપનીને સંપૂર્ણ પૈસા મળે છે, પરંતુ આમાં સરકારના પૈસા જઈ રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">