સાયબર ક્રિમિનલની હવે ખેર નહીં, સાયબર ક્રાઈમ અટકાવવા સરકાર લાવી આ માસ્ટર પ્લાન, જાણો વિગત

તમે પણ તે જાણીને હેરાન થઈ જશો કે દરરોજ સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી લગભગ 5000 ફરિયાદ નોંધાઈ રહી છે. સ્કેમર્સે અત્યાર સુધી 9 લાખથી વધારે લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. તેમાંથી માત્ર 10 ટકા કેસમાં જ રિક્વરી થઈ છે.

સાયબર ક્રિમિનલની હવે ખેર નહીં, સાયબર ક્રાઈમ અટકાવવા સરકાર લાવી આ માસ્ટર પ્લાન, જાણો વિગત
File Image
| Updated on: Jan 05, 2024 | 6:21 PM

લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ દિવસે દિવસે વધતી જઈ રહી છે, સરકારે હવે સાયબર ક્રાઈમ પર લગામ લગાવવા માટે બેન્કો અને ટેલીકોમ કંપનીઓ માટે નવા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયના નવા નિર્દેશ મુજબ બેન્કો અને ટેલીકોમ કંપનીઓને નોડલ અધિકારીઓને સાયબર સેલ હેડક્વાર્ડરમાં નિયુક્ત કરવા પડશે. સરકારના આ પગલાથી બે મોટા ફાયદા થશે, પ્રથમ ફાયદો સાયબર ક્રાઈમમાં સામેલ થયેલા બેન્ક એકાઉન્ટને તરત જ ફ્રીઝ કરવામાં આવી શકશે.

ત્યારે સરકારના આ મોટા ફેરફારથી બીજો ફાયદો એ થશે કે મોબાઈલ નંબર પર એક્શન લેવુ પહેલાની તુલનામાં વધારે સરળ થઈ જશે. લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ વધ્યા બાદ સાયબર ગુનેગારો પર પણ એક્શન લેવુ ખુબ જ જરૂરી છે અને સરકારનું આ પગલું મોટા પ્રહારની તૈયારી છે. ગૃહ મંત્રાલયે સાયબર સેલ હેડક્વાર્ટરમાં નોડલ અધિકારીઓની પોસ્ટિંગના નિર્દેશ તે માટે પણ આપ્યા છે કે સાયબર ગુન્હા જેવી ઘટનાઓમાં સમય બગાડ્યા વગર એક્શન લેવામાં આવી શકે.

દરરોજ આવે છે ફરિયાદો

તમે પણ તે જાણીને હેરાન થઈ જશો કે દરરોજ સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી લગભગ 5000 ફરિયાદ નોંધાઈ રહી છે. સ્કેમર્સે અત્યાર સુધી 9 લાખથી વધારે લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. તેમાંથી માત્ર 10 ટકા કેસમાં જ રિક્વરી થઈ છે.

કયો છે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર?

જો કોઈની સાથે પણ સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી કોઈ ઘટના બને છે તો સમગ બગાડ્યા વગર આવા વ્યક્તિએ તરત જ સરકારના નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોલ કર્યા બાદ પોતાની સાથે થયેલી ઘટનાની જાણકારી આપીને ફરિયાદ નોંધાવો.

હેલ્પલાઈન નંબર સિવાય તમે ફરિયાદ કરવા માટે અન્ય એક વિકલ્પ પણ પસંદ કરી શકો છો. તમે https://cybercrime.gov.in/ પર જઈ ઓનલાઈન ફરિયાદ દાખલ કરાવી શકો છો. ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરવી તે જાણવા અહીં ક્લિક કરો.