Google એ નવા IT નિયમો હેઠળ પ્રથમ પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કર્યો, જાણો વિગતે

નવા આઇટી(IT)નિયમો હેઠળ 50 લાખથી વધુ યુઝર્સ ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મે દર મહિને તેમના અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા પડશે. જેમાં પ્રાપ્ત ફરિયાદો અને તેના પર લેવામાં આવેલી કાર્યવાહીની વિગતો હશે.

Google એ નવા IT નિયમો હેઠળ પ્રથમ પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કર્યો, જાણો વિગતે
Google એ નવા IT નિયમો હેઠળ પ્રથમ પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કર્યો

ભારતના નવા આઈટી નિયમો લાગુ પડ્યા બાદ Google એ તેના પ્રથમ માસિક પારદર્શિતા અહેવાલમાં જણાવ્યું છે કે આ વર્ષે એપ્રિલમાં સ્થાનિક કાયદાઓ અથવા વ્યક્તિગત હકોના ભંગ અંગે ભારતના વ્યક્તિગત યુઝર્સ તરફથી 27,700 થી વધુ ફરિયાદો મળી હતી. જેના પગલે 59,350 જેટલી સામગ્રી(Content)દૂર કરવામાં આવી છે. Google એ આઈટી નિયમનો હેઠળ તેનો માસિક અનુપાલન અહેવાલ બહાર પાડ્યો છે.

ડિજિટલ પ્લેટફોર્મે દર મહિને તેમના અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા પડશે

નવા આઇટી(IT)નિયમો હેઠળ 50 લાખથી વધુ યુઝર્સ ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મે દર મહિને તેમના અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા પડશે. જેમાં પ્રાપ્ત ફરિયાદો અને તેમના પર લેવામાં આવેલી કાર્યવાહીની વિગતો હશે. આ રિપોર્ટમાં સંખ્યાબંધ કમ્યુનિકેશન લિંક્સ અથવા માહિતીની પણ વિગતો છે જે ગૂગલે સ્વચાલિત ટૂલ્સથી એક્સેસને દૂર કરી અથવા અક્ષમ કરી છે.ગૂગલના પ્રવક્તાએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે કંપની પાસે વિશ્વભરમાંથી મળેલી વિવિધ ફરિયાદોના સંદર્ભમાં પારદર્શિતાનો લાંબો ઇતિહાસ છે.

વ્યક્તિગત યુઝર્સ ફરિયાદો પણ શામેલ

અહેવાલમાં જણાવાયું છે કે, આ ફરિયાદો થર્ડ પાર્ટી કન્ટેન્ટ સાથે સંબંધિત છે જેમાં માનવામાં આવે છે કે ગૂગલના એસએસએમઆઈ પ્લેટફોર્મ પર સ્થાનિક કાયદા અથવા વ્યક્તિગત અધિકારનું ઉલ્લંઘન છે. આ ડેટામાં કોર્ટના આદેશની સાથે વ્યક્તિગત યુઝર્સ ફરિયાદો પણ શામેલ છે.

રિપોર્ટ અનુસાર, 26,707 (96.2%) ફરિયાદો કોપીરાઇટથી સંબંધિત છે, ટ્રેડમાર્ક સંલગ્ન 357 (1.3%) અને માનહાનિ સબંધી 275 (1%) માટે ફરિયાદોની અન્ય કેટેગરીમાં કાનૂની (272), બનાવટવાળી (114) ફરિયાદો હતી.

ડેટા પ્રોસેસ અને વેલીડેશન માટે બે મહિનાનો સમય લાગશે

પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, આ તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવી છે અને 2010 થી અમારી વર્તમાન પારદર્શિતા અહેવાલમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ પ્રથમવાર છે જ્યારે અમે ભારતમાં નવા આઇટી નિયમો અનુસાર માસિક પારદર્શિતા અહેવાલ પ્રકાશિત કરીશું. ભારત માટે અમારી રિપોર્ટિંગ પ્રક્રિયામાં સુધારો થતાં અમે વધુ વિગતો પ્રકાશિત કરીશું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ડેટા પ્રોસેસ અને વેલીડેશન માટે બે મહિનાનો સમય લાગશે તેથી આંકડા બે માસ બાદ આવશે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati