Google Bug Bounty Program : બસ કરો માત્ર આટલું કામ અને બદલામાં ગુગલ આપશે અધધ 7 કરોડ રૂપિયા !

Google Bug Bounty Program : ગુગલ બગ બાઉન્ટી  પ્રોગ્રામ હેઠળ ટેકનીકલ પ્રોફેશનલ્સ અને ટેકનીકલ રિસર્ચર્સે Android12 વર્ઝનમાં બગ એટલે કે ખામીઓ શોધવાની રહેશે અને તેની જાણ ગુગલને કરવાની રહેશે.

Google Bug Bounty Program : બસ કરો માત્ર આટલું કામ અને બદલામાં ગુગલ આપશે અધધ 7 કરોડ રૂપિયા !
Google એ આજથી સ્ટોરેજની મર્યાદા નક્કી કરી છે.
Follow Us:
| Updated on: May 27, 2021 | 10:34 PM

Google Bug Bounty Program : ગુગલે પોતાના નવા Android12 વર્ઝન અંગે ટેકનીકલ પ્રોફેશનલ્સ માટે મોટી જાહેરાત કરી છે અને કરોડોમાં કમાણી કરવાનો મોકો આપ્યો છે. ગુગલે Android12 ના બંને બીટના વર્ઝનમાં ખામી શોધવા માટે સ્પર્ધાની જાહેરાત કરી છે અને આ ખામીઓ શોધનારને ગુગલ અધધ 7 કરોડ રૂપિયા આપશે. આવો જાણીએ શું છે આ સમગ્ર બાબત જે તમને કરોડો રૂપિયા અપાવી શકે છે.

ગુગલે લોંચ કર્યુ Android12 વર્ઝન ગુગલે હાલમાં જ Android12 વર્ઝન લોંચ કર્યુ છે. હાલમાં ગુગલે આનું બીટા વર્ઝન લોંચ કર્યું છે અને તે પણ અમુક યુઝર્સ માટે જ છે. આ વર્ષના અંત સુધીમાં ગુગલ Android12નું સ્ટેબલ વર્ઝન લોંચ કરશે. Android12ના વર્ઝનને ખામી રહિત બનાવવા અને વધુ મજબુત બનાવાવા માટે ગુગલે Google Bug Bounty Program ની જાહેરાત કરી છે અને સાથે જ ટેકનીકલ પ્રોફેશનલ્સ માટે મોટી કમાણીની પણ જાહેરાત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Google Bug Bounty Program ગુગલ બગ બાઉન્ટી  પ્રોગ્રામ હેઠળ ટેકનીકલ પ્રોફેશનલ્સ અને ટેકનીકલ રિસર્ચર્સે Android12 વર્ઝનમાં બગ એટલે કે ખામીઓ શોધવાની રહેશે અને તેની જાણ ગુગલને કરવાની રહેશે. Android12 ના બીટા વર્ઝનમાં ખામી હોઈ શકે છે અને અને હેકર્સ તેનો ફંડો ઉઠાવી શકે છે. માટે આ ખામીઓ શોધવાના બદલામાં ગુગલ બગ શોધનારને કરોડો રૂપિયા ઇનામ તરીકે આપી શકે છે. ગુગલ બગ બાઉન્ટી પ્રોગ્રામ 18 મે થી 18 જૂન સુધી શરૂ રહેશે.

ભાગ લેવા માટે શું કરવું ? Google Bug Bounty Program માં ભાગ લેવા માટે ટેકનીકલ પ્રોફેશનલ્સ અને ટેકનીકલ રિસર્ચર્સે એન્ડ્રોઇડના લેટેસ્ટ Android 12 Beta 1 અને Android 12 Beta 1.1 ને એનલાઈઝ કરવું પડશે. આ માત્ર પીક્સલ ડીવાઈઝ પર જ ઉપલબ્ધ થશે. એન્ડ્રોઇડ સિક્યોરિટી રીવોર્ડ પ્રોગ્રામમાં એવી ખામીઓને પસંદ કરવામાં આવશે જે પીક્સલના એલીજીબલ ડીવાઈઝમાં જોવા મળશે.

આ પ્રોગ્રામ માટે પીક્સલના એલીજીબલ ડીવાઈઝ આ પ્રમાણે છે – Pixel 5, Pixel 4a, Pixel 4a 5G, Pixel 4, Pixel 4 XL, Pixel 3a, Pixel 3a XL, Pixel 3 અને Pixel 3 XL.

હવે પ્રશ્ન એ થાય કે આ એન્ડ્રોઇડના આ નવા વર્ઝનમાં ખામીઓ શોધવી કઈ રીતે ? આનો જવાબ છે એથીકલ હેકિંગ દ્વારા.

જાણો એથીકલ હેકિંગ વિશે સાયબર સ્પેસમાં હેકિંગ એ એક એવો શબ્દ છે કે જે સાંભળીને લોકો સામાન્ય રીતે ચોંકી જાય છે. હેકિંગ બ્લેકમેલ અને એના દ્વારા નાણા પડાવવા માટે અને તેમજ ડેટા ચોરી અને ખાનગી માહિતીની ચોટી કરવા માટે કરવામાં આવતું એક ગુનાહિત કૃત્ય છે. આ હેકિંગ કરનાર હેકર્સ વેબસાઈટ અને પોર્ટલમાં રહેલી ખામીઓનો લાભ ઉઠાવી હેકિંગ કરવામાં સફળ થાય છે.

આ હેકિંગને રોકવા માટે જ સાયબર સ્પેસમાં એથીકલ હેકિંગ (Ethical hacking) શરૂ કરવામાં આવ્યું છે. એથીકલ હેકિંગ બ્લેકમેલ, નાણા પડાવવા, ડેટા કે ખાનગી માહિતી ચોરી કરવા નહિ પણ આ માહિતીને હેકર્સ દ્વારા કઈ રીતે બચાવી શકાય અને વેબસાઈટ અને પોર્ટલની ખામી દુર કરી શકાય તેના માટે છે.

એથીકલ હેકિંગમાં કારકિર્દી અને કમાણીની ઘણી તકો છે. ગુજરાતના વડોદરાનો યુવક Kanishk Sajnani સહીત ઘણા એથીકલ હેકર્સ પ્રખ્યાત છે જે સરકારની વિવિધ વેબસાઈટમાં રહેલી ખામીઓ શોધીને સરકારને જે-તે વેબસાઈટને મજબુત બનાવવા સાથે સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે અને સાથે જ કમાણી પણ કરે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">