Technology : Google નાં આ ફિચરની મદદથી હવે વોઇસનો ઉપયોગ કરીને પણ નાણા ટ્રાન્સફર કરી શકાશે

ગૂગલ પે દ્વારા ગુરુવારે સ્પીચ-ટુ-ટેક્સ્ટના આગામી ફિચર વિશે જાહેરાત કરવામાં આવી છે, જેમાં યુઝરને બીજા યુઝરના બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરવા માટે વોઇસ ઇનપુટનો લાભ મળશે.

Technology : Google નાં આ ફિચરની મદદથી હવે વોઇસનો ઉપયોગ કરીને પણ નાણા ટ્રાન્સફર કરી શકાશે
Google Pay
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 2:08 PM

Google for India 2021 : ગૂગલ ફોર ઈન્ડિયા 2021 ઈવેન્ટમાં ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાના હેતુથી એક મહત્વના ફિચરની જાહેરાત કરવામાં આવી છે. આવતા વર્ષથી Google Pay પર Hinglish વિકલ્પ ઉપલબ્ધ થશે. Hinglish ની મદદથી Google Pay દ્વારા નાણા ટ્રાન્સફર(Money Transfer)  કરવા વધુ સરળ બનશે.

આ બંને ભાષાનો વિક્લ્પ મળશે 

તમને જણાવી દઈએ કે,Google India એ સ્પીચ-ટુ-ટેક્સ્ટ સુવિધાના આગામી લોન્ચ વિશે જાહેરાત કરી છે, જે યુઝરને અન્ય બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરવા માટે વોઇસ ઇનપુટનો (Voice Input) ઉપયોગ કરવાની મંજૂરી આપશે. જેમાં હિન્દી અથવા અંગ્રેજી બંને ભાષાનો વિકલ્પ આપવામાં આવશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Google Payના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અંબરીશ કેંગેએ જણાવ્યું હતું કે,” વ્યવસાય માટે Google Pay પર હવે 10 મિલિયનથી વધુ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ્સમાં (Digital Payments) જોડાઈ રહ્યા છે, અમે વેપારી અને સૂક્ષ્મ-ઉદ્યોગ સાહસિકો માટે વ્યવસાયમાં સરળતા રહે તે માટે Google Pay એપ્લિકેશને વધુ સરળ બનાવી રહ્યા છીએ”

આવતા મહિનાઓમાં Google Pay પર આ સુવિધાઓ પણ મળશે

Google Payના વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યુ હતુ કે, વાર્ષિક ધોરણે 15 અબજથી વધુ વ્યવહારો સાથે, Google Pay હવે ગ્રુપ સુવિધાનો ઉપયોગ કરીને ખર્ચને વિભાજિત કરવાની ક્ષમતાને સમર્થન આપી રહ્યુ છે. Google Payમાં  આગામી મહિનાથી માય શોપની સુવિધા પણ મળી રહી છે જે નાના સ્ટોરના વેપારીઓને Google Pay એપમાંથી જ સમગ્ર ઇન્વેન્ટરી પ્રદર્શિત કરવાની મંજૂરી આપશે.

Google એ JioPhone નેક્સ્ટ લાવવા માટે Jio સાથે ભાગીદારી કરી છે

ભારતની અડધી વસ્તી હજુ પણ ઓફલાઇન વ્યવહારો કરી રહી છે. ત્યારે વધુ લોકો સુધી પહોંચવા માટે Google એ JioPhone નેક્સ્ટ લાવવા માટે Jio સાથે ભાગીદારી કરી છે. JioPhone નેક્સ્ટ Google વિકસિત OS સાથે આવશે. તેમાં યુઝર માટે અનેક સુવિધાઓ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, Google JioPhone નેક્સ્ટ સ્માર્ટફોનને વિકસિત કરવા માટે સ્થાનિક સ્તરે પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Instagram પર હવે એકથી વધુ એકાઉન્ટ નહીં બનાવાય, યૂઝર્સે સબમીટ કરવી પડશે વીડિયો સેલ્ફી

આ પણ વાંચો: ભારતમાં સાયબર હુમલાને કારણે ઓનલાઈન ગેમર્સને લાખો રૂપિયાનું નુકસાન, 80 ટકાથી વધુ ગેમર્સે પૈસા ગુમાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">