Google Chrome Update : ગુગલ ક્રોમના આ અપડેટથી સર્ચિંગ અને ડાઉનલોડીંગ થશે વધુ સરળ, જાણો અપડેટ વિશે

Google Chrome Update માં ગૂગલ એક નવું સેફ્ટી ફિચર શરૂ કરવા જઈ રહ્યું છે અને આ નવા ફીચર સાથે એક સ્કેનીંગ ટૂલ પણ રજૂ કરવામાં આવશે.

Google Chrome Update : ગુગલ ક્રોમના આ અપડેટથી સર્ચિંગ અને ડાઉનલોડીંગ થશે વધુ સરળ, જાણો અપડેટ વિશે
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 4:48 PM

Google Chrome Update : જો તમે ગુગલ ક્રોમ બ્રાઉઝરના યુઝર્સ છો, તો તમને ઘણી સુવિધા મળશે, કારણ કે ગૂગલ હવે ક્રોમ બ્રાઉઝરને મોટું અપડેટ આપશે. આ અપડેટ બાદ પછી ક્રોમ બ્રાઉઝર યુઝર્સ માટે સર્ચિંગ અને ડાઉનલોડીંગ કરવું સરળ અને સલામત રહેશે. આવી સ્થિતિમાં ગૂગલ છેતરપિંડી જેવી ઘટનાઓને રોકવામાં મદદ મળશે.

ગુગલ ક્રોમનું નવું સેફટી ફીચર્સ Google Chrome Update માં ગૂગલ એક નવું સેફ્ટી ફિચર (New safety feature) શરૂ કરવા જઈ રહ્યું છે અને આ નવા ફીચર સાથે એક સ્કેનીંગ ટૂલ પણ રજૂ કરવામાં આવશે. આની મદદથી યુઝર્સ ફાઈલને ડાઉનલોડ કરતા પહેલા જ ખતરનાક ફાઇલો વિશેની માહિતી મેળવી શકશે. સુરક્ષિત બ્રાઉઝિંગ માટે આ સુવિધા ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.

ક્રોમ સિક્યુરિટીના વરુણ ખાનેજાના જણાવ્યા અનુસાર, હવે આ સુવિધામાં એડિશનલ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં, જ્યારે યુઝર્સ ક્રોમ વેબ સ્ટોરમાંથી નવું એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરશે ત્યારે એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દેખાશે. આ ડાયલોગ બોક્સ જાણ કરશે કે તમે જે એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરી રહ્યાં છો તે સુરક્ષિત છે કે નહીં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જોખમી ફાઇલોને સ્કેન કરી શકાશે Google Chrome Update ના આ નવા સેફટી ફીચર બાદ યુઝર્સ જયારે કોઈ ફાઈલને ક્રોમ દ્વારા અન્યને મોકલાશે ત્યારે ગૂગલ તેને સુરક્ષિત બ્રાઉઝિંગ માટે અપલોડ કરશે. ત્યારબાદ ગૂગલ આ લિંકને રીઅલ ટાઇમમાં ચેક કરશે અને જો ફાઇલ જોખમી હશે છે, તો ક્રોમ યુઝર્સને તેન જાણ કરશે. તે જ સમયે, યુઝર્સ સૂચનાને અવગણી શકે છે અને સ્કેન કર્યા વગર પણ ફાઇલ ખોલવા માટે સક્ષમ હશે. ત્યારબાદ અપલોડ કરેલી ફાઇલોને સ્કેનિંગના કેટલાક સમય પછી સુરક્ષિત બ્રાઉઝિંગમાંથી દૂર કરવામાં આવશે.

ક્રોમ વધુ સિક્યોર હોવાનો ગુગલનો દાવો ગૂગલના જણાવ્યા અનુસાર સૌથી વધુ સુરક્ષિત બ્રાઉઝિંગ માટે Google Chrome યુઝર્સ માટે અન્ય બ્રાઉઝિંગ કરતા 35 ટકા વધુ સુરક્ષિત છે. કંપનીએ ગુરુવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું,

“ક્રોમ 91 થી શરૂ થયું. અમે બ્રાઉઝિંગ માટે યુઝર્સને તેમના એક્સ્ટેંશનને પસંદ કરવામાં વધુ સારી રીતે મદદ કરવા માટે નવી સુવિધાઓ લાવીશું.”

આ પણ વાંચો : Iceland : મચ્છર, કીડી અને મકોડા વગરનો દુનિયાનો એકમાત્ર દેશ, જાણો મચ્છર ન હોવાનું પાછળનું કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">