WhatsApp Updates: બિઝનેસ યુઝર્સ માટે ખુશખબર, ઓર્ડરને મેનેજ કરવું બનશે વધુ સરળ

વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતી વેબસાઇટ WABetaInfo અનુસાર કંપની WhatsApp બિઝનેસ સેટિંગ્સમાં એક નવા સેક્શન પર કામ કરી રહી છે, જે તમારા ઓર્ડરનું લીસ્ટ જોવાની મંજૂરી આપશે.

WhatsApp Updates: બિઝનેસ યુઝર્સ માટે ખુશખબર, ઓર્ડરને મેનેજ કરવું બનશે વધુ સરળ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 2:05 PM

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) તેના યુઝર્સને નવો અનુભવ આપવા માટે એપને સતત અપગ્રેડ કરતું રહે છે. તેના સામાન્ય વપરાશકર્તાઓ ઉપરાંત મેટા (Meta)માલિકીની કંપની, વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ (WhatsApp Business) વપરાશકર્તાઓ માટે પણ સમયાંતરે નવી સુવિધાઓ શરૂ કરતી રહે છે. હવે WhatsApp બિઝનેસ એકાઉન્ટના યુઝર્સ માટે એક નવું ફીચર કામ કરી રહ્યું છે, જે ‘ઓર્ડર્સ’ વિશે જણાવશે. બિઝનેસ યુઝર્સ માટે એક જ જગ્યાએ ઓર્ડર જોવા અને મેનેજ કરવાનું સરળ બનશે.

આ વપરાશકર્તાઓ અને વ્યવસાય બંને માટે સમય અને નાણાં બચાવશે. આ અપડેટ iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે, પરંતુ હાલમાં iOS પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

WhatsApp બિઝનેસ સેટિંગ્સમાં નવા સેક્શન પર કામ ચાલુ છે

વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfo અનુસાર કંપની WhatsApp બિઝનેસ સેટિંગ્સમાં એક નવા સેક્શન પર કામ કરી રહી છે જે તમારા ઓર્ડરનું લીસ્ટ જોવાની મંજૂરી આપશે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

WABetaInfo અનુસાર “તમારા દ્વારા ચોક્કસ ગ્રાહકો માટે આપવામાં આવેલ તમામ ઓર્ડર આ નવા સેક્શનમાં લિસ્ટેડ કરવામાં આવશે. ચેટ શેર એક્શન મેનૂ ખોલીને નવો ઓર્ડર બનાવવો શક્ય બનશે. આ મેનૂમાં ઓર્ડર્સ નામનો એક નવો વિકલ્પ ઉપલબ્ધ હશે, જે ઓર્ડરનું શીર્ષક, કિંમત અને જથ્થો દાખલ કરવાની મંજૂરી આપશે, પરંતુ આ હાલમાં ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

WhatsAppનું નવું અપડેટ

આ સાથે એપ્લિકેશન તેના ડિસઅપીયરિંગ થઈ ગયેલા સંદેશાઓની સમય મર્યાદામાં નવા ફેરફારો કરી રહી છે, જે તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યા છે. જ્યારે તમે ડિસઅપીયરિંગ થઈ ગયેલો સંદેશ મોકલો છો, ત્યારે તમે નથી ઈચ્છતા કે સંદેશ સ્પેસિફિક સમય કરતા વધુ સમય માટે રહે. તેવા સમયે નવા ફેરફાર સાથે વપરાશકર્તાઓ ઈચ્છે ત્યાં સુધી ડિસઅપીયરિંગ સંદેશના સમયને કસ્ટમાઇઝ કરી શકશે.

આ પણ વાંચો: મુંબઈ મેગા બ્લોકઃ મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આજે હાર્બર લાઇન પર મેગા બ્લોક રહેશે, સેન્ટ્રલ-વેસ્ટર્ન લાઇનને અસર નહીં થાય

આ પણ વાંચો: જાગતાની સાથે જ હથેળી જોવો છો કે મોબાઈલ, વોટ્સએપ-ફેસબુક જોવાથી બની શકે છે જીવન અંધકારમય, જાણો ક્યારે અને કેટલું જોવું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">