ગુડ ન્યુઝ : Apple લોન્ચ કરશે સૌથી સસ્તો iPhone, ફટાફટ જાણો તેની કિંમત અને ફીચર

iphone દરેક  વ્યકિત ખરીદવા માંગે છે. પરંતુ વધારે કિંમતના કારણે લોકો તેને એફોર્ડ કરી શકતા નથી. પરંતુ તમે હવે iphone ખરીદવા માંગો છો તો આ વર્ષે તમારી આ આશા પૂર્ણ થઈ શકે તેમ છે.

ગુડ ન્યુઝ : Apple લોન્ચ કરશે સૌથી સસ્તો iPhone, ફટાફટ જાણો તેની કિંમત અને ફીચર
Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Jan 30, 2021 | 6:55 PM

iphone દરેક  વ્યકિત ખરીદવા માંગે છે. પરંતુ વધારે કિંમતના કારણે લોકો તેને એફોર્ડ કરી શકતા નથી. પરંતુ તમે હવે iphone ખરીદવા માંગો છો તો આ વર્ષે તમારી આ આશા પૂર્ણ થઈ શકે તેમ છે. હા આ વર્ષે Apple સૌથી સસ્તા આઈફોન બજારમાં ઉતરવા જવાની તૈયારી કરી રહ્યું છે.

Apple એક નવો iPhone SE Plus લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગીજચાઈના અહેવાલ અનુસાર Apple iPhone SE Plus માં વાઈડ નોચ ડિસ્પ્લે આપી શકે છે. તેની સાથે નવા ફોન યુઝર્સને 6.1 ઇંચની મોટી ડિસ્પ્લે પણ મળી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે એપ્રિલ મહિનામાં આ ફોન લોન્ચ કરવામાં આવી શકે છે.

આ રીપોર્ટ અનુસાર પ્રથમ લોન્ચ થયેલ SE સીરીઝની જેમ જ આ આઈફોનમાં પણ હોમ બટન નહીં હોય. આ ઉપરાંત ફોન Apple A14 Bionic ચીપસેટ સાથે હશે.  iPhone SE Plus ફોનમાં થીક બેઝેલનો સપોર્ટ પણ હોઈ શકે છે. ફોનમાં ત્રણ કલર ઉપલબ્ધ હશે જેમાંબ્લેક, રેડ અને વ્હાઈટ કલર હશે.

માનવામાં આવી રહ્યું છે કે  iPhone SE Plus માં રીયર કેમરા 12 મેગાપીક્સલ હોય શકે છે. જયારે રીયર કેમેરામાં ઓપ્ટીકલ ઈમેલ સ્ટેબીલાઈઝેશન અને 6 પોટ્રેટ લાઇટની ઈફેક્ટ આપી શકે છે. આ ઉપરાંત સેલ્ફી માટે ૭ મેગાપીક્લ્સનો ફ્રન્ટ કેમેરા હોઇ શકે છે. દાવો કરવામાં આવ્યો છે કે ફોનમાં પાણી અને ધૂળથી આસાનીથી ખરાબ નહી થાય.Apple આ ફોન સાઈડમાં પાવર બટન અને ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati