ઘરમાં રહેલા સ્માર્ટ સ્પીકરને હળવાશથી ન લો! બની શકે છે મોટી સમસ્યા, જાણો તેનાથી કેવી રીતે બચવું

સાયબર સુરક્ષા નિષ્ણાતોએ સ્માર્ટ સ્પીકર્સ સાથે સંકળાયેલા પ્રાઈવસી જોખમોની તપાસ કરી છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે તમારી પ્રાઈવસીની સુરક્ષા માટે તમારે શું કરવું જોઈએ.

ઘરમાં રહેલા સ્માર્ટ સ્પીકરને હળવાશથી ન લો! બની શકે છે મોટી સમસ્યા, જાણો તેનાથી કેવી રીતે બચવું
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 1:09 PM

શું તમે જાણો છો કે આ સ્પીકર્સ તમારી પ્રાઈવસી માટે કેટલો મોટો ખતરો છે, જે ફક્ત વૉઈસ કમાન્ડથી કામ કરે છે. જો નહીં તો અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ. VPNOoverview ના સાયબર સુરક્ષા નિષ્ણાતોએ સ્માર્ટ સ્પીકર્સ સાથે સંકળાયેલા પ્રાઈવસી જોખમોની તપાસ કરી છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે તમારી પ્રાઈવસીની સુરક્ષા માટે તમારે શું કરવું જોઈએ.

આ પણ વાંચો: Instagram માં DP માટે આવ્યુ જબરદસ્ત ફીચર, જાણો શું છે નવા ફીચરમાં ખાસ

સ્માર્ટ સ્પીકર્સ વૉઈસ કમાન્ડ પર કામ કરે છે. તેથી જ તેઓ હંમેશા ચાલુ હોય છે. આવી સ્થિતિમાં કોઈ શબ્દને ખોટી રીતે સમજીને અન્ય કોઈ પગલાં પણ લઈ શકે છે. જેમ કે ખોટી વ્યક્તિને કૉલ કરવો અથવા મેસેજ કરવો, અથવા કંઈક ખોટું કરવું અથવા ખોટી વસ્તુ ખરીદવી. આવી સ્થિતિમાં સાયબર નિષ્ણાતો સૂચવે છે કે તમે તમારા માઈકને હંમેશા મ્યૂટ કરી શકો છો. તમે સ્પીકરના માઈકને મેન્યુઅલી પણ બંધ કરી શકો છો. તમારી પાસે વેક વર્ડ બદલવાનો વિકલ્પ પણ છે. એટલે કે, Ok Google, Hey Siri અને Alexa જેવા વેક શબ્દો બદલીને, તમે કંઈક અલગ રાખી શકો છો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

સ્માર્ટ સ્પીકર બધું રેકોર્ડ કરે છે

આપને જણાવી દઈએ કે તમારા સ્માર્ટ સ્પીકર પર અવાજ આવતા જ તે દરેક વસ્તુને રેકોર્ડ કરવાનું અને તેને પોતાના ડેટાબેઝમાં સેવ કરવાનું શરૂ કરી દે છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી સેવાને બહેતર બનાવી શકાય. આવી સ્થિતિમાં તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે તમે સ્માર્ટ સ્પીકરના ઇન-એપ સેટિંગમાંથી ડેટા સ્ટોર કરવાની રીત બદલી શકો છો.

થર્ડ પાર્ટી સોફ્ટવેરનું જોખમ

તે એક ગેરસમજ છે કે જ્યારે વપરાશકર્તાઓ તેમના સ્માર્ટ સ્પીકર્સ સાથે ઈન્ટરેક્ટ કરે છે, ત્યારે ફક્ત ફર્સ્ટ પાર્ટી ડેવલપર્સ તેમનો ડેટા સેવ કરે છે. જ્યારે, આ સ્માર્ટ સ્પીકર્સનાં કેટલાક કમાન્ડ્સ અને સ્કિલ્સ થર્ડ પાર્ટી ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ડેટા અહીંથી પણ જોખમમાં આવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ખતરાને ટાળવા માટે યુઝર્સે ફર્સ્ટ-પાર્ટી ડેવલપર્સ દ્વારા આપવામાં આવતી સ્કિલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. વપરાશકર્તાઓ સુરક્ષાના વધારાના સ્તરને ઉમેરવા માટે VPNનો ઉપયોગ પણ કરી શકે છે.

ખોટી વસ્તુઓ ખરીદી લેવી

એમેઝોનના એલેક્સા સ્માર્ટ સ્પીકર પરથી ગ્રોસરી જેવી ઘણી વસ્તુઓ સરળતાથી ખરીદી શકાય છે. પરંતુ, કોઈ અન્ય વ્યક્તિ પણ તેમાંથી વસ્તુઓ ખરીદી શકે છે અને તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. આવી સ્થિતિમાં આને ટાળવા માટે ટુ-ફેક્ટર ઓથોરાઇઝેશન ચાલુ કરો. જેમાં તમારા ફોન પર પહેલા કોડ આવશે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">