ભૂલી જાઓ, Whatsapp અને Telegram હવે Gmail માં આવ્યું ચેટ ફીચર, આવી રીતે કરો ઉપયોગ

જો તમે એપલ આઇફોન અથવા એન્ડ્રોઇડ પર Gmail એપ્લિકેશનનો ઉપયોગ કરો છો. તો તમારા માટે એક મોટું અપડેટ છે. તમે Gmail માં ગૂગલ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. હવે તમે Gmail માં જ મેઇલ, મીટ અને રૂમ્સ જોવા મળશે. આ બધાને હવે આઇઓએસ અને એન્ડ્રોઇડ Gmail એપ્લિકેશનનો ભાગ બનાવવામાં આવ્યા છે.

ભૂલી જાઓ, Whatsapp અને Telegram હવે Gmail માં આવ્યું ચેટ ફીચર, આવી રીતે કરો ઉપયોગ
Gmail માં આવ્યું ચેટ ફીચર

જો તમે એપલ આઇફોન અથવા એન્ડ્રોઇડ પર Gmail એપ્લિકેશનનો ઉપયોગ કરો છો. તો તમારા માટે એક મોટું અપડેટ છે. તમે Gmail માં ગૂગલ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. હવે તમે Gmail માં જ મેઇલ, મીટ અને રૂમ્સ જોવા મળશે. આ બધાને હવે આઇઓએસ અને એન્ડ્રોઇડ Gmail એપ્લિકેશનનો ભાગ બનાવવામાં આવ્યા છે.

ચેટ મેસેજિંગ એપ્લિકેશન હાલમાં ફક્ત Google Workspace યુઝર્સ માટે ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા પર્સનલ એકાઉન્ટ માટે જાહેર કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે આઇફોન અને આઈપેડ પર ઉપલબ્ધ જીમેલ એપ્લિકેશનની નીચે ચાર ટેબ મળશે. આ સુવિધા બાદ એવું માનવામાં આવે છે કે ગૂગલ ટૂંક સમયમાં તેની હેંગઆઉટ એપ્લિકેશનને દૂર કરશે. આ સુવિધા હાલમાં આઇઓએસ પર સારી રીતે કાર્ય કરી રહી છે પરંતુ એન્ડ્રોઇડ પર તે એક્સેસ નથી કરી શકાતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં એન્ડ્રોઇડને પણ એક્સેસ મેળશે.

Gmail  એપ્લિકેશનને અપડેટ કરવી

આ ચેટ સુવિધાને ચાલુ કરવા માટે તેનો ઉપયોગ એપલ આઇફોન અથવા એન્ડ્રોઇડ ફોન પર થઈ શકે છે. તેની માટે તમારે પહેલા તમારી Gmail  એપ્લિકેશનને અપડેટ કરવી પડશે. તેની માટે તમારે ફોનના પ્લેટફોર્મ પ્રમાણે એપલ એપ સ્ટોર અથવા ગુગલ પ્લે સ્ટોર પર જવું પડશે.

ડાબી સ્ક્રીન પર સેન્ડવિચ બટનને ક્લિક કરવું

એકવાર એપ્લિકેશન અપડેટ થઈ જાય પછી Gmail ખોલો. આમાં ઉપરની ડાબી સ્ક્રીન પર સેન્ડવિચ બટનને ક્લિક કરવું પડશે. જેમાં સાઇડબારનો વિકલ્પ ખોલશે. તે પછી નીચે સ્ક્રોલ કરો અને સેટિંગ્સ પર જાઓ. અહીં તમારું વ્યક્તિગત એકાઉન્ટ પસંદ કરો.

Google chat 02

અહીં તમે વિકલ્પ ચેટ (early access)દેખાશે. આ ટોગલ ગ્રીન કરીને અનેબલ કરો.

Google chat Early Access

તેના પછી તમારી Gmail એપ્લિકેશનને રીસ્ટાર્ટ કરો. હવે તમે નીચે ટેબ વિકલ્પ જોવા મળશે. હવે તમે સરળતાથી ચેટ કરી શકશો.

google chat welcome

આ સુવિધા સાથે ગૂગલ, વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલની હરીફાઈ આપવાનું વિચારી શકે છે. તમે ગૂગલ ચેટ ઇન્ટરફેસથી મીડિયા અને ફોટા પણ શેર કરી શકો છો. આ સાથે, તમે સીધા ગૂગલ ડ્રાઇવને એક્સેસ કરી શકો છો અને તેની સામગ્રી શેર કરી શકો છો. ગૂગલ કેલેન્ડરને એક્સેસ કરીને તમે મીટિંગ શીડયુલ પણ કરી શકો છો.