જાણો શું છે HotShots એપ ? જેના પર રાજ કુન્દ્રાએ બનાવેલી પોર્ન ફિલ્મો અપલોડ કરવામાં આવતી હતી

HotShots એપના ઉપયોગથી પોર્નોગ્રાફીનો ધંધો ચલતો હતો. આ એપને OTT પ્લેટફોર્મ કેટેગરીમાં રાખવામાં આવી હતી અને તેના પર યૂઝર્સના શોર્ટ મૂવી અને વીડિયો ક્લિપ્સને (Video Clips) અપલોડ કરવામાં આવતા હતા

જાણો શું છે HotShots એપ ? જેના પર રાજ કુન્દ્રાએ બનાવેલી પોર્ન ફિલ્મો અપલોડ કરવામાં આવતી હતી
Porn movies made by Raj Kundra were uploaded on HotShots app
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jul 21, 2021 | 4:36 PM

પોર્ન ફિલ્મ (Porn Movies) બનાવવાના આરોપમાં પોલીસે શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસ મેન રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ કરી હતી. પોલીસે રાજ કુન્દ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે રાજ કુન્દ્રા વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફિલ્મોને લઇને ચર્ચા કરતો હતો. તેણે આ અશ્લીલ ફિલ્મોને રિલીઝ કરવા માટે એક એપ્લિકેશન (Application) પણ બનાવી હતી. HotShots નામના એપના ઉપયોગથી તેઓ લોકો સુધી પોર્ન ફિલ્મો પહોંચાડ્તા હતા.

HotShots એપના ઉપયોગથી પોર્નોગ્રાફીનો ધંધો ચલતો હતો. આ એપને OTT પ્લેટફોર્મ કેટેગરીમાં રાખવામાં આવી હતી અને તેના પર યૂઝર્સના શોર્ટ મૂવી અને વીડિયો ક્લિપ્સને (Video Clips) અપલોડ કરવામાં આવતા હતા. તેના પર અપલોડ થયેલા વીડિયોમાં પોર્નોગ્રાફી કંટેન્ટ હોય છે

આ એપ પર વીડિયોને અલગ અલગ કેટેગરી પણ બનાવવામાં આવી હતી. એપમાં યૂઝર્સને ફક્ત વીડિયો જ નહીં પરંતુ મોડલ્સના ન્યૂડ ફોટોગ્રાફ્સ પણ પીરસવામાં આવતા હતા. આના પર રહેલા વીડિયોને અલગ અલગ ડિવાઇઝ પર સ્ટ્રીમ કરવાનો ઓપ્શન પણ યૂઝર્સને આપવામાં આવતો હતો

HotShots એપમાં સબ્સક્રિપ્શન લીધા બાદ યૂઝર્સને આ વીડિયો એડ ફ્રી જોવા મળતા હોય છે. એપમાં કેટલાક પ્રિમિયમ કંટેન્ટના ઓપ્શન પણ હતા યૂઝર્સ વધારે પૈસા ખર્ચીને તેને જોઇ શક્તા હતા

પોર્નોગ્રાફીના કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ બીજા કેટલાક સેલિબ્રિટીઝના નામ પણ સામે આવવાની શક્યતા રહેલી છે. રાજ કુન્દ્રાના સમગ્ર સ્ટાફની ફેબ્રુઆરી 2021 થી પુછપરછ કરવામાં આવી રહી છે. અભિનેત્રી બનવાના સપના સાથે મુંબઇ આવેલી છોકરીઓને ઓડિશન માટે બોલાવવામાં આવતી હતી અને ત્યારબાદ પસંદગી કરીને તેમને બોલ્ડ સીન્સ કરવાનું કહેવામાં આવતુ હતું. પહેલા અર્ધ નગ્ન શૂટ અને પછી પૂર્ણ નગ્ન માટે શૂટ કરવાનું કહેવામાં આવતું. તેમાંથી કેટલાક લોકોએ તેનો આકરો વિરોધ કર્યો હતો અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો – Photos: આલીશાન શબ્દને પણ શરમાવે તેવા વૈભવી ઘરમાં રહે છે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા, જુઓ તસ્વીરો

આ પણ વાંચો – Olympics Mascot Is Miraitowa : શું તમે જાણો છો ટોક્યો ઓલમ્પિક રમતમાં માસ્કોટ શું છે ?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati