Fake Account : સોશિયલ મીડિયા પર હવે ફરીયાદ કર્યાના 24 કલાકમાં જ બંધ થશે ફેક એકાઉન્ટ

Fake Account : ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હવે પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોના નકલી-બનાવટી એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકશે.

Fake Account : સોશિયલ મીડિયા પર હવે ફરીયાદ કર્યાના 24 કલાકમાં જ બંધ થશે ફેક એકાઉન્ટ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 6:26 PM

Fake Account : સોશિયલ મીડિયા (Social media) ના લાભ સાથે ઘણા ગેરલાભ પણ છે. ગેરલાભની વાત કરીએ તો એક મુદ્દો ફેક એકાઉન્ટ એટલે કે નકલી અથવા બનાવટી નામવાળા એકાઉન્ટનો પણ છે. ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાસ ઉદ્દેશ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનવવામાં આવે છે. આવા ફેક એકાઉન્ટથી લોકોને હેરાન કરવાની, બ્લેકમેલ કરવાની કે ખોટી રીતે ફસાવવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. પણ હવે એક જ ફરિયાદ પર એક દિવસની અંદર જ આવા ફેક એકાઉન્ટનો ઘડો લાડવો થઇ જશે.

24 કલાકમાં બંધ થશે ફેક એકાઉન્ટ નવા આઈટી નિયમો (New IT Rules) અંતર્ગત કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફરિયાદના 24 કલાકમાં ફેક એકાઉન્ટ (Fake Account) ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ પગલું નવા આઇટી નિયમોનો એક ભાગ છે. તેથી સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મએ ફેક એકાઉન્ટની ફરિયાદ મળ્યા પછી તરત જ કાર્યવાહી કરવી પડશે.

સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જો કોઈ વ્યક્તિ પોતાના ફોલોઅર્સ વધારવા પ્રખ્યાત ફિલ્મ અભિનેતા, ક્રિકેટર, રાજકારણી, અથવા અન્ય કોઈ પ્રભાવશાળી લોકોના ફોટોનો ઉપયોગ કરશે અને આની ફરિયાદ મળશે તો પણ ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર આવા ફેક એકાઉન્ટ (Fake Account) ને બંધ કરવામાં આવશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ફેક એકાઉન્ટ બનાવવા પાછળના અનેક કારણો આગળ દર્શાવ્યું તેમ સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ (Fake Account) બનાવવા પાછળ ઘણા બધા કારણો રહેલા છે. આવા ફેક એકાઉન્ટ આ પેરોડી એકાઉન્ટ્સથી માંડીને દુષ્કર્મ અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે પણ બનાવવામાં આવે છે.

ઉપદ્રવ ફેલાવવો, અફવા ફેલાવવી, અનૈતિક અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવવી અને તેના માટે ફંડિંગ પૂરું પાડવું, સરકાર કે દેશ વિરોધી અભિયાન ચલાવવા, કોઈ વ્યક્તિને ફસાવવા અને ક્યારેક હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ આવા ફેક એકાઉન્ટ (Fake Account) ની સંડોવણી સામે આવી ચુકી છે.

આ પણ વાંચો : JAMMU KASHMIR : જમ્મુ કાશ્મીર પર આ પાંચ ચોંકાવનારા નિર્ણયો લઈ શકે છે ભારત સરકાર

આ પણ વાંચો : Indain Army : 1750 બખ્તરબંધ ગાડીઓ અને 350 ટેંકથી વધુ મજબુત થશે ભારતીય સેના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">