Facebook થોડા સમયમાં જ કરશે નવા ફીચર લોન્ચ, અજાણ્યા લોકોના મેસેજ ડીલીટ અને બ્લોક કરવું થશે આસાન

આજે લોકો સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ રહે છે. Facebook તેના યુઝર્સને વધુ સુવિધા આપવા માટે સતત અપડેટ કરે છે. હાલમાં જ ખબર આવી છે કે ફેસબુક એક એવા ટૂલ પર કામ કરી રહી છે. જેની મદદથી યુઝર્સ અજાણ્યા લોકો તરફથી મોકલવામાં આવેલા મેસેજને એક સાથે ડીલીટ કરી શકો છો.

Facebook થોડા સમયમાં જ કરશે નવા ફીચર લોન્ચ, અજાણ્યા લોકોના મેસેજ ડીલીટ અને બ્લોક કરવું થશે આસાન
FACEBOOK
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 12, 2021 | 12:37 PM

આજે લોકો સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ રહે છે. Facebook તેના યુઝર્સને વધુ સુવિધા આપવા માટે સતત અપડેટ કરે છે. હાલમાં જ ખબર આવી છે કે ફેસબુક એક એવા ટૂલ પર કામ કરી રહી છે. જેની મદદથી યુઝર્સ અજાણ્યા લોકો તરફથી મોકલવામાં આવેલા મેસેજને એક સાથે ડીલીટ કરી શકો છો.

આ સાથે જ Suspicious યુઝર્સને બ્લોક પણ કરી શકો છો. જણાવી દઈએ કે, ફેસબુક પર કોઈ યુઝર્સને બ્લોક કરવા અથવા તો મેસેજને ડીલીટ કરવા માટે મેન્યુઅલી એક-એક યુઝર્સની પસંદગી કરવી પડતી હતી. ફેસબુકની નવી સુવિધા બાદ યુઝર્સે એક જ વર્મા અજાણ્યા લોકોની મેસેજ રીકવેસ્ટ હટાવી શકશે.

Engadget રિપોર્ટ મુજબ ફેસબુક પાસે પહેલાથી પૉપ -અપ ફિશિંગ નોટિફિકેશન અને અનિચ્છનીય મેસેજને નહીં જોવા માટે ઓટોમેટિક ઇમેજ બ્લરિંગ ટુલ છે. આ સાથે ફેસબુક ચાઈલ્ડ સુરક્ષાની સુવિધા પર કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં ફેસબુક મેસેંજર અને ઇન્સ્ટાગ્રામ ચેટ્સ ઇન્ટિગ્રેશન થઈ હતી. આ સુવિધાની મદદથી યુઝર્સ ફેસબુક મેસેંજર દ્વારા પણ ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરી શકે છે અથવા ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેસબુક મેસેંજરમાં મેસેજ મોકલી અને રિસીવ કરી શકો છો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પછી સોશિયલ નેટવર્કિંગ જાયન્ટ ફેસબુકએ નવેમ્બરમાં મેસેંજર એપ્લિકેશનમાં વેનેશિયન મોડ ઉમેર્યા. જ્યારે આ ફીચર ચાલુ હોય ત્યારે મેસેજ રીસીવર ચેટ ખોલે ત્યારે મોકલેલો મેસેજ દેખાશે. એકવાર વપરાશકર્તા ચેટ બંધ કરશે તો મેસેજ ડીલીટ થઇ જશે. આ સિવાય ફેસબુકએ બીજી મેસેંજિંગ એપ વોટ્સઅપમાં પણ Disappearing મેસેજ ફીચર જોડી દેવામાં આવ્યું છે જેમાં મેસેજ ડીલીટ થવા પર સાત દિવસ સુધી રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">