ભારતીય યુઝર્સ માટે ફેસબુકે પેજને લઈને કર્યું આ કામ, જુઓ કેવુ દેખાશે નવા પેજનું લે-આઉટ

ફેસબુક પેજ રિડિઝાઈને ભારતમાં યુઝર્સ માટે લાઈક્સ દૂર કરી છે અને ફોલોઅર્સ પરનું ધ્યાન પણ ઘટાડી દીધું છે.

ભારતીય યુઝર્સ માટે ફેસબુકે પેજને લઈને કર્યું આ કામ, જુઓ કેવુ દેખાશે નવા પેજનું લે-આઉટ
File photo

વિશ્વભરના યુઝર્સની સવાર સોશિયલ મીડિયાથી (Social Media) થાય છે. સોશિયલ મીડિયા આજે જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. આ વચ્ચે કંપની પણ ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામના (instagram) યુઝર્સ માટે નવી-નવી સુવિધા આપે છે.

 

ભારતીય યુઝર્સ માટે ફેસબુક પેજ ફરીથી ડિઝાઈન કરવામાં આવી રહ્યું છે. તેણે ભારતમાં યુઝર્સ માટે લાઈકને દૂર કર્યું છે અને ફોલોઅર્સ પર ધ્યાન પણ ઘટાડ્યું છે. ફેસબુકે જાન્યુઆરીમાં ફરીથી ડિઝાઈન રજૂ કરી હતી, પરંતુ હવે તે ભારતમાં યુઝર્સ માટે બહાર આવી રહી છે. તેનું લેઆઉટ હવે સરળ અને વધુ સાહજિક છે. ફેસબુક પેજ પર ન્યૂઝ ફીડ પણ હશે જે યુઝર્સને વાતચીતમાં જોડાવા, ટ્રેન્ડને ફોલો કરવા, સાથીઓ સાથે વાતચીત કરવા અને ફેન્સ સાથે જોડાવાની પરમિશન આપશે.

 

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે “આનાથી ટ્રેન્ડને અનુસરવું, સાથીઓ સાથે વાતચીત કરવી અને ફેન્સ સાથે જોડાવાનું સરળ બનશે. ડેડીકેટેડ ન્યૂઝ ફીડ અન્ય પબ્લિક ફિગર, જેમ કે પેજ, ગ્રુપ અને ટ્રેન્ડિંગ કન્ટેન્ટ કે જે પેજ નવા કનેક્શન માટે પણ સલાહ આપશે. સેફટી અને ઈન્ટિગ્રેટીમાં સુધારો કરવા માટે ફેસબુકે નોંધ્યું છે કે તેણે તેના પ્લેટફોર્મ પર અભદ્ર ભાષા, હિંસક, સેક્સ્યુઅલ અથવા સ્પામ સામગ્રી સહિતની પ્રવૃત્તિને શોધવાની તેની ક્ષમતામાં સુધારો કર્યો છે.

 

આ વર્ષની શરૂઆતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને તેમની પોસ્ટ્સમાંથી લાઈક છુપાવવાની ક્ષમતા રજૂ કરી હતી. ઈન્સ્ટાગ્રામ યુઝર્સને તેમની બધી પોસ્ટ્સમાંથી લાઈક્સ છુપાવવાની મંજૂરી આપશે, જેથી ફોલોઅર્સ જોઈ શકતા નથી કે કોઈ ચોક્કસ પોસ્ટને કેટલી લાઈક મળી છે.

 

 

સોશિયલ મીડિયા કંપનીનું કહેવું છે કે લાઈક કાઉન્ટ્સને છુપાવીને યુઝર્સ માત્ર ફોટા અને વીડિયો શેર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને તેમને મળતી લાઈક્સ પર નહીં. ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ માત્ર તેમની લાઈક ગણતરી છુપાવી શકતા નથી પણ તે જોઈ શકતા નથી કે અન્ય વ્યક્તિને કેટલી લાઈક્સ મળી છે.

 

આ પણ વાંચો : G20 Extraordinary Leaders’ Summit અફઘાનિસ્તાનના મુદ્દે મંગળવારે યોજાનાર G20ની સમિટમાં PM મોદી વરચ્યુલ રીતે લેશે ભાગ

 

આ પણ વાંચો : Uttar Pradesh: ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલે લખીમપુર શોક સભામાં હાજરી આપશે, મોટી જાહેરાત કરવાની તૈયારી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati