Tech News: Facebook આગામી મહિનામાં બંધ કરવા જઈ રહ્યું છે આ ખાસ સર્વિસ, કંપનીએ કર્યો ખુલાસો

ફેસબુક(Facebook)ના પ્રવક્તાએ અહેવાલમાં જણાવ્યું હતું કે, "ઓડિયો-પ્રથમ અનુભવના એક વર્ષ શીખ્યા અને પુનરાવર્તન કર્યા પછી, અમે ફેસબુક પર અમારા ઓડિયો ટૂલ્સના સ્યુટને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે."

Tech News: Facebook આગામી મહિનામાં બંધ કરવા જઈ રહ્યું છે આ ખાસ સર્વિસ, કંપનીએ કર્યો ખુલાસો
Symbolic Image Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 2:47 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook)આવતા મહિને તેનું પોડકાસ્ટ(Podcast) પ્લેટફોર્મ બંધ કરવા જઈ રહ્યું છે. તે લોન્ચ થયાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં બંધ કરવામાં આવી રહ્યું છે કારણ કે કંપની ટેક્નોલોજી(Technology)ની ઝડપથી બદલાતી દુનિયામાં તેની ઓડિયો ઓફરનું ‘પુનઃમૂલ્યાંકન’ કરી રહ્યું છે. ધ વર્જે મંગળવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે કંપની ‘સાઉન્ડબાઈટ્સ’ અને ‘ઓડિયો હબ’ નામના શોર્ટ-ફોર્મ એક્સપીરિયંસને પણ બંધ કરી રહી છે. ફેસબુકના પ્રવક્તાએ અહેવાલમાં જણાવ્યું હતું કે, “ઓડિયો-પ્રથમ અનુભવના એક વર્ષ શીખ્યા અને પુનરાવર્તન કર્યા પછી, અમે ફેસબુક પર અમારા ઓડિયો ટૂલ્સના સ્યુટને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે.”

પ્રવક્તાએ કહ્યું, “અમે પ્રોવાઈડ કરીએ છીએ તે સુવિધાઓનું અમે સતત મૂલ્યાંકન કરીએ છીએ જેથી કરીને અમે સૌથી વધુ અર્થપૂર્ણ અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.” સોશિયલ નેટવર્ક તેના લાઇવ-સ્ટ્રીમિંગ લાઇવ ઑડિયો રૂમની સુવિધાને તેના વ્યાપક Facebook લાઇવ સ્યુટમાં પણ સંકલિત કરી રહ્યું છે.

પોડકાસ્ટિંગ અને ઓડિયો ફીચર્સમાં પ્રવેશ કર્યા પછી, મેટા-માલિકીનું Facebook તેની પોડકાસ્ટિંગ યોજનાઓમાં ઓછો રસ દાખવી રહ્યું છે અને તેના પોડકાસ્ટ ભાગીદારો સાથે મળીને અન્ય પહેલોને પ્રાધાન્ય આપવાનું વિચારી રહ્યું છે. અહેવાલો અનુસાર, Facebook હવે પોડકાસ્ટ ભાગીદારો સાથે અન્ય તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે – જેમ કે મેટાવર્સ અને ઈ-કોમર્સમાં ઇવેન્ટ્સ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ફેસબૂકની પેરેન્ટ કંપની મેટા અન્ય પહેલ કરતાં શોર્ટ-વીડિયો પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપી રહી હોવાનું કહેવાય છે, સંભવતઃ લોકપ્રિય શોર્ટ-ફોર્મ વીડિયો એપ TikTok ની વધતી સ્પર્ધાને કારણે. કંપની નિર્માતાઓ પાસેથી પ્રતિસાદ મેળવી રહી છે કે શું વસ્તુ સારી રીતે ચાલી રહી છે અને શું વધુ સુધારી શકાય છે.

ઉપરાંત ફેસબુક ક્વાયટ મોડ(Quiet Mode) વધારાની નોટિફિકેશનને મ્યૂટ કરવા અને એપ્લિકેશનમાં તમારા સમયને મર્યાદિત કરવા સહિત ઘણી બધી વસ્તુઓ કરે છે. આ ફેસબુક એપનું એક એવું ફીચર છે, જેના દ્વારા તમે તમારા ફેસબુકના સમયને સરળતાથી મેનેજ કરી શકશો.

Quiet Mode વધારાની નોટિફિકેશનને મ્યૂટ કરવા અને એપ્લિકેશનમાં તમારા સમયને મર્યાદિત કરવા સહિત ઘણી બધી વસ્તુઓ કરે છે. આ ફેસબુક એપનું એક એવું ફીચર (New Feature) છે, જેના દ્વારા તમે તમારા ફેસબુક(Facebook)ના સમયને સરળતાથી મેનેજ કરી શકશો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">