મૂક-બધિરો પણ હવે વીડિયો કોલ પર સરળતાથી કરી શક્શે વાત, 11 વર્ષના બાળકે બનાવી આ પોર્ટલ

વીડિયો કોન્ફરસિંગ પ્લેટફોર્મના રૂપમાં તેમાં બધી જ માનક સુવિધાઓ જેવી કે બ્રેકઆઉટ, સ્ક્રીન શેયરિંગ જેવી ઘણી બધી સુવિધાઓ છે. આવનાર સમયમાં તેની એન્ડ્રોઈડ અને આઈઓએસ એપને લોન્ચ કરવાની યોજના ચાલી રહી છે.

મૂક-બધિરો પણ હવે વીડિયો કોલ પર સરળતાથી કરી શક્શે વાત, 11 વર્ષના બાળકે બનાવી આ પોર્ટલ
First ever communication portal for hearing, speech impaired launched

સામાજીક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ 26 ઓગસ્ટ 2021ના રોજ એક સંચાર પોર્ટલ લિંગોકૈપ (www.lingocap.in) લોન્ચ કર્યુ છે. તે બોલવા અને સાંભળવામાં તકલીફ અનુભવતા લોકોની (મૂક-બધિર) મદદ માટે લોન્ચ કરવામાં આવ્યુ છે. તે પાંચ ભારતીય ભાષાઓમાં કામ કરે છે. આ પોર્ટલમાં વીડિયો સંચાર માટે રીયલ ટાઈમ સ્પીચ કૈપ્શનિંગની સુવિધા આપવામાં આવી છે.

 

 

લિંગોકૈપ શિવાંસ કુલશ્રેષ્ઠએ બનાવ્યુ છે. તે દિલ્લી પબ્લિક સ્કૂલમાં 11માં ધોરણનો વિદ્યાર્થી છે. તેમના આ ઈનોવેશનથી મૂક-બધિર લોકો પણ વીડિયો કોલ દરમિયાન સરળતાથી વાત કરી શક્શે. તમને જણાવી દઈએ તે ભારતમાં સાંભળવા તથા બોલવામાં અક્ષમ લોકોની સંખ્યા લગભગ 75 લાખથી પણ વધુ છે. શિવાંગના દાદા પણ આમાંથી જ એક હતા. પોતાના દાદાને પડતી તકલીફોને જોઈને શિવાંસને આ બનાવવાનો વિચાર આવ્યો હતો.

 

 

શિવાંસના દાદાને સાંભળવામાં સમસ્યા થતી હતી. 2020ની શરૂઆતમાં તે પોતાની સારવાર માટે જયપુર ગયા હતા. આ દરમિયાન પરિવારને તેમની સાથે વાત કરવામાં મુશ્કેલી પડી રહી હતી. કારણ કે ઝૂમ એપ, ગુગલ મીટ અથવા તો સ્કાઈપ જેવી આધુનિક વીડિયો-સંચાર માધ્યમમાંથી કોઈએ પણ ભારતીય ભાષાઓ માટે કૈપ્શનિંગની સુવિધા નથી આપી. આ દરમિયાન શિવાંસને લાગ્યુ કે આ મોટી સમસ્યા છે અને તેના સમાધાનને ધ્યાનમાં રાખીને તેમણે લિંગોકૈપ બનાવ્યુ.

 

વીડિયો કોન્ફરસિંગ પ્લેટફોર્મના રૂપમાં તેમાં બધી જ માનક સુવિધાઓ જેવી કે બ્રેકઆઉટ, સ્ક્રીન શેયરિંગ જેવી ઘણી બધી સુવિધાઓ છે. આવનાર સમયમાં તેની એન્ડ્રોઈડ અને આઈઓએસ એપને લોન્ચ કરવાની યોજના ચાલી રહી છે.

 

આ પણ વાંચો – Assam Flood: બ્રહ્મપુત્રા સહિત ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થવાથી આસામમાં પૂરની સ્થિતિ વણસી, 2,25,501 લોકો થયા પ્રભાવિત

 

આ પણ વાંચો –કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લામાં રસીનો પ્રથમ ડોઝ સપ્ટેમ્બર માસમાં પૂર્ણ કરવા વહીવટીતંત્રને સૂચન કર્યું

 

આ પણ વાંચો –ગુજરાતમાં નકલી બાયો ડીઝલના વેચાણ પ્રતિબંધથી સરકારની તિજોરી છલકાઈ, આટલી થઈ કરવેરાની આવક

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati