ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓના માલિક Elon Muskએ કહ્યું છે કે તેમની કંપની Nueralink આ વર્ષના અંત સુધીમાં માનવ પરીક્ષણો શરૂ કરશે. એટલે કે, ટૂંક સમયમાં એલોન મસ્કની કંપની એક એવી કોમ્પ્યુટર ચિપ બનાવશે જે માનવીના મગજમાં ફિટ કરી દેવામાં આવશે.
Elon Musk Nueralink
આપને જણાવી દઈએ કે આ ચિપ ને કોમ્યુટર સાથે જોડી દેવામાં આવશે. આ ચીપની જાણકારી એલન મસ્કે એક યુઝરના ટ્વિટના રિસ્પોન્સમાં આપી હતી. એક યુઝરે કહ્યું હતું કે પોતે એક અકસ્માત બાદ વર્ષોથી પેરેલાઇઝ્ડ છે અને કોઈ પણ ક્લિનિકલ પરીક્ષણ માટે પોતાની તૈયારી દર્શાવી હતી.
આના જવાબમાં એલન મસ્કે કહ્યું કે ન્યુરાલિંક ઘણી મહેનતથી કામ કરી રહ્યું છે. અગર જો બધુ જ બરાબર જશે તો આ વર્ષના અંતમાં જ અમે Human Trial (માનવ પરીક્ષણ) શરૂ કરીશું. એલેન મસ્કની આ પ્રોજેક્ટ સાલ 20126 માં લોન્ચ થયો હતો અને માસ્કે 2019 માં પણ આ બાબતમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે 2020 ના અંત સુધીમાં માનવો ઉપર પરીક્ષણ શરૂ કરી દેશે.
તાજેતરમાં જ મસ્કે જાણકારી આપી હતી કે Nueralink ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક વાંદરાનાં મગજમાં ચિપ ફિટ કરી હતી. મસ્કના મત પ્રમાણે વાયરલેસ ચીપની મદદથી જ વાંદરો વિડીયો ગેમ રમતો થઈ ગયો હતો. તેઓએ અન્ય પ્રાણીઓ પર પણ પરીક્ષણો કર્યા હતા. ગયા વર્ષે એક ભૂંડના મગજમાં ચિપ લગાવી હતી. મસ્કે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે આ ચિપના કારણે લકવા જેવા રોગમાં ઘણી મદદ મળી શકશે. સાથે સાથે માનવજાતની ટેલિપથીની શક્તિઓ પણ મળી શકે છે. થોડા સમય પેહલા જ ન્યુરાલિંકમાં નોકરી વિષયક જાહેરાતની પોસ્ટ પણ મૂકી હતી