શું છે CoWIN
દેશમાં વેક્સિનેશન (Vaccination)માટે એક મેનેજમેન્ટ સિસ્ટમ છે. જેમાં તમારે વેક્સિન માટે રજીસ્ટ્રેશનથી લઈ વેક્સિન લીધા બાદ સર્ટિફિકેટ પણ મળે છે. આ સાથે જ તમે કોવિ- ડેશબોર્ડ પર એ જોઈ શકે છો કે, ક્યા શહેર, રાજ્યમાં કેટલું વેક્સિનેશન (Vaccination)થયું છે. કઈ જગ્યા પર વેક્સિનેશન લીધા બાદ કેટલું રજીસ્ટ્રેશન થયું છે. અત્યારસુધીમાં ક્યાં દિવસે કેટલા ડોઝ લોકોએ લીધા છે.
કોવિન ગ્લોબલ કૉનક્લેવનું આયોજન ભારતની કોવિડ-19 વેક્સિનેશન (Covid-19 vaccination) અભિયાનમાં ટેકનોલોજીના રુપમાં મદદ કરનાર પ્લેટફોર્મની સફળતાને રજુ કરવા માટે કરાયું હતુ. ભારત ઓપન સોર્સ સૉફ્ટવેર ફ્રીમાં રજુ કરવા માટે તૈયાર છે. જેને કોઈ પણ દેશ લઈ શકે છે. તેનો ઉદ્દેશય દુનિયા માટે ડિજીટલ પબ્લિક ગુડના રુપમાં કોવિન પ્લેટફોર્મનો વિસ્તાર કરવાનો છે.
આ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પોતાના સંબોધનમાં કહ્યું કે, કોરોના મહામારીની શરુઆતથી જ ભારત પોતાના બધા જ અનુભવો અને સંસોધનો વૈશ્વિક સમુદાયની સાથે શેર કરવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. તેમણે કહ્યું કે, પોતાની બધી જ મુશ્કેલીઓ બાદ પણ જેટલું શક્યું છે તેટલું દુનિયાની સાથે શેર કર્યું છે. ભારતની સભ્યતા સમગ્ર દુનિયાને એક પરિવાર માને છે. આ મહામારીને લઈ કેટલાક દેશો આ સિદ્ધાંતની મૌલિક સચ્ચાઈથી રુબરુ કર્યા છે. આ માટે કોવિડ વેક્સિીનેશન માટે અમારી ટેકનોલીજી પ્લેટફોર્મ-CoWIN ને પોતાનો સોર્સ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન (Union Health Minister)ડૉ. હર્ષવર્ધને સંબોધિત કરતા કહ્યું કે, દુનિયાભરમાં રસીકરણ(Vaccination)ની ગતિ ઝડપી કરવાની માંગ છે. આ માટે કોવિન પ્લેટફોર્મની એક ટેકનોલોજી સાધનના રુપમાં રજુ કરવા માટે ઉત્સાહિત છે. જેનો સાર્વજનિક ભલાઈને લઈ ઉત્સાહિત છે. જેનો સાર્વજનિક ભલાઈના કામોમાથી વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવી શકે છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિકારના મુખ્ય કાર્યકારી અધિકારીએ, સમાચાર સંસ્થા સાથે કરેલ વાતચીત મુજબ, કેનેડા, મેક્સિકો, નાઈઝીરિયા, પનામા અને યુગાંડા સહિત અંદાજે 50 દેશોએ તેમના રસીકરણ અભિયાન શરુ કરવા માટે કોવિને અપનાવવા માટે રુચિ દેખાડી છે. સાથે કહ્યું કે, ભારત ઓપન સોર્સ સૉફ્ટવેર રજુ કરવા માટે તૈયાર છે.