વેચાઈ રહી છે ચાઇનીસ એપ TikTok, જાણો કઈ ભારતીય કંપની ખરીદી શકે છે

વેચાઈ રહી છે ચાઇનીસ એપ TikTok, જાણો કઈ ભારતીય કંપની ખરીદી શકે છે
TikTok

ચાઇનીઝ શોર્ટ વીડિયો મોબાઇલ એપ્લિકેશન TikTok ને હવે એવું લાગી રહ્યું છે કે તેને ફરીથી ભારતમાં બિઝનેસ કરવાની તક મળશે નહીં, તેથી કંપની હવે અહીં પોતાનો વ્યવસાય સમેટી રહી છે.

Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Feb 14, 2021 | 7:23 AM

ચાઇનીઝ શોર્ટ વીડિયો મોબાઇલ એપ્લિકેશન TikTok ને હવે એવું લાગી રહ્યું છે કે તેને ફરીથી ભારતમાં બિઝનેસ કરવાની તક મળશે નહીં, તેથી કંપની હવે અહીં પોતાનો વ્યવસાય સમેટી રહી છે. એક અખબારી અહેવાલ મુજબ પેરેંટ કંપની ByteDance ટિક્ટોકના ઇન્ડિયન ઓપરેશનને કોમ્પિટિટર Glanceને વેચવાની તૈયારી કરી રહી છે. જાપાનના સોફ્ટ બેંક ગ્રુપ દ્વારા આ ડીલ પર વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.

સોફ્ટબેંક એ બંને પક્ષો માટે મોટો રોકાણકાર છે. સોફ્ટબેન્ક ગ્લાન્સની પેરેન્ટ કંપની InMobi અને ટિકિટકોકની પેરેન્ટ કંપની ByteDance બંનેમાં રોકાણ કર્યું છે. આ વાતચીત હાલમાં પ્રારંભિક તબકકમાં છે. આ વાતચીતમાં ચાર મુખ્ય પક્ષ છે. ByteDance, ગ્લાન્સ, સોફ્ટ બેંક અને ચોથા ભારતીય અધિકારીઓ. ગાલવાન ઘાટીની ઘટના બાદ ભારતે ચાઇનાના સેંકડો મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. TikTok એ ભારતીય ઓથોરિટીને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યા પણ હજી સુધી કોઈ સકારાત્મક વાતચીત થઈ નથી.

સ્થાનિક ભાગીદારની શોધ ટિકટોકને ભારતની સાથે સાથે અમેરિકામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જો કે જો બાયડેનના સાશનમાં તેમને થોડી રાહત મળી છે. આ જ કારણ છે કે સોફ્ટબેંક સ્થાનિક ભાગીદારની શોધમાં છે જેથી કંપનીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

ચીને પણ નિયમો કડક બનાવ્યા માનવામાં આવી રહ્યું છે કે જો વાતચીત આ દિશામાં આગળ વધે તો ભારત સરકાર દેશમાં ભારતીય વપરાશકર્તાઓ માટે ડેટા સેન્ટર બનાવવાનો આગ્રહ કરશે. જોકે LAC પર સ્થિતિ થોડી સુધરી છે અને બંને દેશોની સૈન્ય ફિંગર એરિયાથી પીછેહઠ કરવા તૈયાર છે. તાજેતરમાં ચીને તેના શાસનમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમ હેઠળ આ ડીલ ચીની ઓથોરિટી દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી પૂર્ણ કરી શકાતી નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati