Car Care in Monsoon: વરસાદની સિઝનમાં તમારી કારને બેકાર ન થવા દેવી હોય તો અપનાવો આ ટિપ્સ

ચોમાસા (Monsoon) દરમિયાન કારની કેવા પ્રકારે કાળજી રાખવી અને કઈ બાબતો ધ્યાન રાખવી તેના વિશે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે વરસાદની ઋતુમાં તમારી કાર(Car Care Tips)ને સંપૂર્ણ રીતે ફિટ રાખી શકો છો.

Car Care in Monsoon: વરસાદની સિઝનમાં તમારી કારને બેકાર ન થવા દેવી હોય તો અપનાવો આ ટિપ્સ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 2:14 PM

વરસાદની સિઝનમાં કારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ સિઝનમાં વાહનના કેટલાક ભાગોને વધુ કાળજીની જરૂર રહે છે. ત્યારે કાળજી ન રાખવાથી વરસાદમાં કારને નુકસાન પણ થઈ શકે છે. ચોમાસા (Monsoon) દરમિયાન કારની કેવા પ્રકારે કાળજી રાખવી અને કઈ બાબતો ધ્યાન રાખવી તેના વિશે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે વરસાદની ઋતુમાં તમારી કાર(Car Care Tips)ને સંપૂર્ણ રીતે ફિટ રાખી શકો છો.

અગાઉથી જ સર્વિસ કરાવી લો

ચોમાસાના વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી કાર માટે સમસ્યા બની શકે છે. આ કિસ્સામાં, તમારી કારની અગાઉથી સર્વિસ કરાવો. વરસાદના કારણે કાદવ, પાણી અને ગંદકી તમારી કાર માટે સમસ્યા ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં કારને પહેલાથી જ ફિટ રાખવી ખૂબ જ જરૂરી છે.

મડ-ફ્લૅપ્સ પણ ઠીક કરાવો

વરસાદની ઋતુમાં રસ્તાઓ પરનો કાદવ કીચડ અવારનવાર કારને ગંદુ કરે છે. આવી સ્થિતિમાં, ટાયરની પાછળ મડ-ફ્લૅપ યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલું હોવું પણ જરૂરી છે. રસ્તાઓ પર એકઠા થયેલા પાણીને કારણે કાર જ્યારે તેજ ગતિએ પસાર થાય છે ત્યારે પાણીની સાથે કાદવ પણ વાહન પર આવી ચોંટી જાય છે. આવી સ્થિતિમાં મડ-ફ્લેપ્સ, કાદવને રોકવાનું કામ કરીને તમારા વાહનને ગંદા થવાથી બચાવે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

વાઇપર પણ બદલાવી લો

ચોમાસા દરમિયાન કલાકો સુધી પડતા વરસાદમાં તમારી ગતિ અવરોધાય નહીં તેના માટે તમારા વાહનના વાઇપર પણ અગાઉથી બદલી નાખો. વરસાદના સમયે વાઇપરની સૌથી વધુ જરૂર પડે છે. આવી સ્થિતિમાં તે સારી રીતે કામ કરે તે જરૂરી છે. વાસ્તવમાં, વાહનોમાં પહેલેથી જ લગાવેલા વાઇપર ઉનાળાના તડકાને કારણે સુકાઈ જાય છે. જેના કારણે તે પાણીને યોગ્ય રીતે શોષી શકતા નથી અને વરસાદ દરમિયાન કાચ યોગ્ય રીતે સાફ ન કરી શકવાને કારણે તમને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

બ્રેક્સ અને લાઇટની પણ તપાસ કરાવો

વરસાદની મોસમ દરમિયાન, ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં લાઈટ અને બ્રેકની જરૂર વધુ હોય છે. વાહનની હેડલાઇટ પણ સમયસર ચેક કરાવો. ત્યારે વાહનના બ્રેક પેડને પણ સાફ કરવાનું ભૂલશો નહીં. નવા બ્રેક શૂ લેવા વધુ સારું રહેશે, કારણ કે બ્રેકને લઈને કોઈપણ બેદરકારી જોખમી હોઈ શકે છે.

ટાયરની સ્થિતિ સારી હોવી જોઈએ

બાઇક હોય કે કાર, વરસાદના દિવસોમાં ટાયરની સ્થિતિ સારી હોવી જોઈએ. વરસાદના દિવસોમાં લપસણા રસ્તાઓ અકસ્માતને આમંત્રણ આપી શકે છે. લપસણો રસ્તાઓ પર વાહનની બ્રેક ઘણીવાર ઓછી અસરકારક બને છે. તેથી, સર્વિસ સેન્ટર પર જઈને વાહનના ટાયર ચેક કરાવવું સારું રહેશે.

આ બાબતો ધ્યાનમાં રાખો

વરસાદના દિવસોમાં ફૂંકાતા જોરદાર પવનો તમારી કાર માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારી કારને નુકસાનથી બચાવો. આ માટે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ ફોલો કરો.

ખુલ્લામાં કાર પાર્ક ન કરો

વરસાદ દરમિયાન જોરદાર પવન ફૂંકાવાથી તમારી કારને નુકસાન થઈ શકે છે. પવન સાથે ઉડતી કોઈપણ વસ્તુ વાહનના કાચ અથવા બોડીને લાગી શકે છે. આવી સ્થિતિમાં ખુલ્લામાં કાર પાર્ક કરવાનું ટાળો.

ઝાડ કે પોલ પાસે પાર્ક ન કરો

ખુલ્લી જગ્યાએ કાર પાર્ક ન કરવાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે વાહનની નજીક કોઈ ઝાડ કે પોલ ન હોવો જોઈએ. ભારે પવન અને વરસાદને કારણે તેઓ પડી જવાની સંભાવના વધારે છે.

બેઝમેન્ટમાં પાર્કિંગ કરવાનું ટાળો

વરસાદના દિવસોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, જે તમારા વાહન માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પાર્ક કરવાનું ટાળો.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">