
BSNL એ તેના યુઝર્સ માટે જબરદસ્ત ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. સરકારી કંપની BSNL એ 333 રૂપિયામાં 1300GB ડેટા પેક સાથે એક શાનદાર માસિક પ્લાન રજૂ કર્યો છે. કંપનીનો આ પ્લાન દિલ્હી અને મુંબઈ સિવાય સમગ્ર દેશમાં તેમજ કેટલીક જગ્યાઓ પર લાગુ થશે.
BSNLનો વિન્ટર પ્લાન લોન્ચ થયા બાદ એવું માનવામાં આવે છે કે તેની સીધી અસર Jio-Airtel પર જોવા મળી શકે છે. BSNL એ આ નવો પ્લાન 6 મહિના માટે લોન્ચ કર્યો છે અને તે એક બ્રોડબેન્ડ પ્લાન છે.
BSNL એ 6 મહિના માટે 1,999 રૂપિયામાં તેનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યુઝર્સને દર મહિને 1300 GB ડેટા મળશે અને નેટવર્ક સ્પીડ 25 Mbps હશે. આ સિવાય જો યુઝર 1300 GBની લિમિટનો ઉપયોગ કરે છે. તે પછી પણ યુઝર્સ 4 Mbpsની સ્પીડ સાથે ડેટાનો ઉપયોગ કરી શકશે. આ ઓફરમાં ડેટાની સુવિધા સાથે યુઝર્સને લેન્ડલાઈન દ્વારા અનલિમિટેડ કોલની સુવિધા પણ મળશે.
બ્રોડબેન્ડ પ્લાન ઉપરાંત, BSNL એ મોબાઈલ યુઝર્સ માટે એક અલગ પ્લાન પણ બહાર પાડ્યો છે, જેમાં યુઝર્સને 599 રૂપિયામાં 84 દિવસ માટે દરરોજ 3 GB ડેટા મળશે. BSNL એ સમગ્ર ભારતમાં તેના યુઝર્સ માટે આ પ્લાન લોન્ચ કર્યો છે. ડેટાની સાથે ગ્રાહકને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મેસેજની સુવિધા પણ મળશે.
BSNLના ડેટા પ્લાનના જવાબમાં, એરટેલે પણ 28 દિવસ માટે 398 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યુઝર્સને 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે દરરોજ 2GB ડેટા મળશે. આ સિવાય યુઝર્સને ડિઝની + હોટસ્ટારના મોબાઈલ એડિશનનું સબસ્ક્રિપ્શન પણ મળશે.