મોટી સફળતા: હવે આ સોફ્ટવેર જણાવશે કયા દર્દીને વેન્ટિલેટર અને આઈસીયુની જરૂર છે

એક સોફ્ટવેરની મદદથી આઇસીયુ અને વેન્ટિલેટર સપોર્ટની જરૂરિયાતવાળા દર્દીઓની વહેલી તકે ઓળખ થઇ શકે છે. જેના કારણે જરૂરીયાતમંદને હોસ્પિટલના બેડ મળી રહેશે.

મોટી સફળતા: હવે આ સોફ્ટવેર જણાવશે કયા દર્દીને વેન્ટિલેટર અને આઈસીયુની જરૂર છે
પ્રતિકાત્મક તસ્વીર

કોરોનાને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. જી હા હવે એક એવું સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર એવા દર્દીઓને ઓળખી લેશે જેને આઇસીયુમાં વેન્ટિલેટર સપોર્ટની જરૂર હોય. જેની મદદથી દર્દીને સમયસર ઇમરજન્સી પહેલા જરૂરી વ્યવસ્થા મળી શકશે. આ સોફ્ટવેરમાં એક અલ્ગોરિધમ છે જેને કોવિડ સિવરિટી સ્કોર (સીએસએસ) કહેવામાં આવે છે જે દર્દીના માપદંડો પર નજર રાખે છે. તે પૂર્વ નિર્ધારિત ગતિશીલ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને દરેક દર્દી માટે અનેક વખત સ્કોર કરે છે અને તેને ગ્રાફિકલ મેપમાં બતાવવા માટે કોવિડ સિવરિટી સ્કોર પણ આપે છે.

કોવિડ સેન્ટર પર સોફ્ટવેર

કોલકાતા અને ઉપનગરોમાં ત્રણ કોમ્યુનિટી કોવિડ કેર સેંટરમાં આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોલકાતાના 100 બેડવાળા સરકારી કોવીડ કેર સેન્ટરનો પણ સમાવેશ છે. કોરોના રોગચાળા દરમિયાન અચાનક આઇસીયુ અને અન્ય ઈમરજન્સીની આવશ્યકતાઓને પહોંચી વળવું તે હોસ્પિટલો માટે એક પડકાર છે. આવી પરિસ્થિતિઓ વિશે સમયસર માહિતી આરોગ્ય સંકટ સમયે ખુબ ઉપયોગી સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

ઘણા બધા સરકારી વિભાગ અને સંસ્થાના સહયોગથી ડોક્ટર કેવિન ધાલીવાલ, અને ડો.સાયંતન બંદોપાધ્યાયે એક અલ્ગોરિધમનો વિકાસ કર્યો છે. આ અલ્ગોરિધમ જે કોરોના સંક્રમિત દર્દીના લક્ષણો, સંકેતો, મહત્વપૂર્ણ પરિમાણો, પરીક્ષણ અહેવાલો અને ચેપને માપે છે. એટલું જ નહીં પૂર્વ નિર્ધારિત ગતિશીલ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને દરેકનો કોવિડ સેવિરીટી સ્કોર (સીએસએસ) આપે છે.

ડોકટરો માટે કામ સરળ

રાષ્ટ્રીય કૌશલ યોગ્યતા ફ્રેમવર્ક મોડેલમાં પ્રશિક્ષિત અને ભારત સરકારના રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ (એનએસડીસી) દ્વારા પ્રમાણિત, ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને ટેબ્લેટ કમ્પ્યુટરમાં આ બધા પરિમાણો રેકોર્ડ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. આ ટેબ્લેટમાં સોફ્ટવેર લોડ થયેલ છે. આ સોફ્ટવેરની મદદથી નિયમિત રૂપે દૂર બેઠેલા નિષ્ણાંત ડોકટરો દ્વારા ઘણી વખત દર્દી પર દેખરેખ રાખવામાં આવે છે, જેનાથી દરેક દર્દી માટે ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લેવાની અને ડોકટરે દર્દીની મુલાકાત લેવાની જરૂરિયાત ઓછી થાય છે.

સોફ્ટવેરથી મળશે મદદ

આનાથી આઇસીયુ અને વેન્ટિલેટર સપોર્ટની જરૂરિયાતવાળા દર્દીઓની વહેલી તકે ઓળખ કરવામાં મદદ મળી શકે છે, જેમને ગંભીર સારવારની સહાયતાની જરૂર નથી તેવા લોકોને હોસ્પિટલના રેફરલ્સ ઘટાડવામાં મદદ મળશે. જેના કારણે જરૂરીયાતમંદને હોસ્પિટલના બેડ મળી રહેશે. આ સુવિધા ‘કોવિડ કેર સેન્ટર્સ’ માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.

 

આ પણ વાંચો: OMG: Undertaker સાથે થશે Akshay Kumar ની ફાઇટ! WWE એ શેર કરી આ પોસ્ટ, જુઓ

આ પણ વાંચો: મિત્રતાની મિસાલ: 230KM ટ્રેનનો પીછો કરી મિત્રની બહેનને બચાવી, અપહરણ કરીને લઇ ગયા હતા ગુંડા