ગજબ ! જલ્દી આવશે Apple Foldable iPhone, મંજૂર થયા બે પ્રોટોટાઇપ
ફોલ્ડેબલ સ્માર્ટફોનની રેસમાં એપલ સામેલ થવા જઇ રહ્યો છે. માનવામા આવી રહ્યું છે કે Apple Foldable iPhone વર્ષ 2002 અથવા 2023મા લોન્ચ થઈ શકે છે. એપલ ફોલ્ડેબલ આઇફોન પર ઝડપથી કામ કરી રહ્યું છે. એપલ તરફથી ફોલ્ડેબલ આઇફોનને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. જો કે ગત સપ્તાહે તાઇવાન પબ્લિકેશનમા છપાયેલા મની રિપોર્ટમા આ વાત […]
ફોલ્ડેબલ સ્માર્ટફોનની રેસમાં એપલ સામેલ થવા જઇ રહ્યો છે. માનવામા આવી રહ્યું છે કે Apple Foldable iPhone વર્ષ 2002 અથવા 2023મા લોન્ચ થઈ શકે છે. એપલ ફોલ્ડેબલ આઇફોન પર ઝડપથી કામ કરી રહ્યું છે. એપલ તરફથી ફોલ્ડેબલ આઇફોનને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી.
જો કે ગત સપ્તાહે તાઇવાન પબ્લિકેશનમા છપાયેલા મની રિપોર્ટમા આ વાત સામે આવી છે. જેમાં ફોકસકોન ના ડ્યુરેબીલીટી ટેસ્ટમા એપલના ફોલ્ડેબલ આઇફોનના બે પ્રોટોટાઈપ પાસ થયા છે, જેમાં એક મોડલ ક્લેમસેલ ડિઝાઇનમાં છે.
ફોલ્ડેબલ આઇફોનમાં ફ્લેક્સિબલ ઓએલઇડી ડિસ્પ્લે જોવા મળી શકે છે. એપલની ખાસિયત મુજબ તે ફોલ્ડેબલ આઇફોનની મજબૂતી , ઓપરેટિંગ સિસ્ટમ અને તેના ફંક્શન સહિતની અનેક બાબતો પર વધારે ધ્યાન આપે છે. કારણ કે વપરાશકારને કોઇ સમસ્યા ના થાય. માંનવામા આવી રહ્યું છે. આગામી બે વર્ષ દરમ્યાન એપલ પોતાની ઇલેક્ટ્રિક કારની જેમ જ ફોલ્ડેબલ આઇફોનને લઇને જોર -શોરથી કામ કરશે.