શું તમે સતત પ્રાપ્ત થતા વોટ્સએપ મેસેજથી પરેશાન છો? તો હવેથી મેસેજ થઇ જશે આપમેળે ગાયબ!!

જો તમે વોટ્સએપ (WhatsApp) પર સતત આવતા મેસેજ અને નોટિફિકેશનથી પરેશાન છો, તો તમે વોટ્સએપ ડિલીટ કર્યા વિના પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. તમે કોઈપણ નુકસાન વિના વોટ્સએપથી બ્રેક લઈ શકો છો.

શું તમે સતત પ્રાપ્ત થતા વોટ્સએપ મેસેજથી પરેશાન છો? તો હવેથી મેસેજ થઇ જશે આપમેળે ગાયબ!!
WhatsApp (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 12:15 PM

શું તમે વોટ્સએપ (WhatsApp) પર ઈન્સ્ટન્ટ ચેટ નોટિફિકેશનથી પરેશાન છો ? પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના ગ્રુપ બલ્ક મેસેજે (WhatsApp Group Chats) આજે દરેક વ્યક્તિના જીવનની શાંતિ છીનવી લીધી છે. આવી પરિસ્થિતિમાં, જો તમે થોડા સમય માટે વોટ્સએપથી બ્રેક લેવા (Social Media Break) માંગો છો, તો આ સારા સમાચાર તમારા માટે છે. હવે તમે WhatsAppને ડિલીટ કર્યા વિના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની દુનિયામાંથી ગાયબ થઈ શકો છો. આ માટે તમારે વોટ્સએપ ડેટા કે ફાઇલો (WhatsApp Data) પણ ગુમાવવી પડશે નહીં.

આજે અમે તમને કેટલીક હિડન વોટ્સએપ ટ્રિક્સ વિશે જણાવીશું, કે જેના દ્વારા તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને ખલેલ પહોંચાડ્યા વિના ચેટ્સ અથવા સતત આવતા સંદેશાઓથી છુટકારો મેળવી શકો છો.

વોટ્સએપથી આ રીતે અદૃશ્ય થઈ જાઓ

  1. એપ્લીકેશન મેનેજરમાં જઈને વોટ્સએપની ‘એપ ઈન્ફો’ પર જાઓ અથવા ફોન સેટિંગ્સમાં એપ્સ મેનેજ ઓપ્શન ઓપન કરો.
  2. તમે ફોનની હોમ સ્ક્રીન પર જોવા મળતા વોટ્સએપ આઇકોન પર થોડી સેકંડ માટે ટેપ કરીને હોલ્ડ કરી રાખો, અને પછી ‘એપ ઇન્ફો’ પર ટેપ કરો. આ રીતે, તમે સીધા WhatsAppના ‘એપ ઇન્ફો’ પર પણ જઈ શકો છો.
  3. રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
    અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
    ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
    શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
    IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
    ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
  4. ‘એપ ઇન્ફો’ની સ્ક્રીન પર, ‘ડેટા વપરાશને પ્રતિબંધિત કરો’ ઓપ્શન પર જાઓ.
  5. હવે Wi-Fi અને મોબાઇલ ડેટા વિકલ્પ પર ટેપ કરો અને તેમને ડેટા વપરાશ બંધ કરો.
  6. તમે આ વાત ખાસ ધ્યાનમાં રાખો કે, આ ટ્રિકનો ઉપયોગ કરતા પહેલા તમારા ફોનનો ડેટા બંધ કરી દો. જો ડેટા ચાલુ છે તો આ યુક્તિ કામ નહીં કરે.
  7. ‘એપ ઇન્ફો’ પર ડેટા વપરાશ બંધ કર્યા પછી, તમને WhatsApp પર સંદેશા મળવાનું બંધ થઈ જશે. Wi-Fi અથવા 4G ચાલુ હશે તો પણ મેસેજ આવશે નહીં.

WhatsApp નોટિફિકેશન બંધ કરો આ રીતે

આ સિવાય વોટ્સએપને અસ્થાયી રૂપે અક્ષમ કરવા માટે એટલે કે ડિસેબલ કરવા માટે તમે WhatsAppના ‘હેલ્પ’ ટેબની મદદ લઈ શકો છો. અહીં તમારે વૉટ્સેપને જણાવવાનું છે કે તમારું ડિવાઇસ કે ફોન ખોવાઈ ગઈ છે. આ પછી મેટા કંપની તમારું વોટ્સએપ એકાઉન્ટ અનલિંક કરશે. જો કે, વોટ્સએપ એકાઉન્ટને 30 દિવસની અંદર એકાઉન્ટ ફરીથી સક્રિય કરવાનું રહેશે.

આ tricks પણ વોટ્સએપ પર કામ કરશે

આ Tips ઉપરાંત, એવી ઘણી રીતો છે, કે જેના દ્વારા તમે WhatsApp સંદેશાઓથી છૂટકારો મેળવી શકો છો, અને તમે WhatsApp સૂચનાઓ બંધ કરી શકો છો. આ સિવાય તમે ફોનના સેટિંગમાં જઈને અથવા ડાયરેક્ટ એપમાંથી જ સાઉન્ડ, વાઈબ્રેશન, પોપ અપ, નોટિફિકેશન સ્ટાઈલ વગેરે બદલી શકો છો.

આ ઉપરાંત, તમે વોટ્સએપ સેટિંગ્સ જોઈને Read Receipts બંધ કરીને પણ તમે વોટ્સએપથી થોડી રાહત અનુભવી શકો છો.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">