Apple MagSafe Battery Pack : Apple લાવ્યું નવું બેટરી પેક, હવે iPhone ઝડપથી ચાર્જ થશે

એપલે (Apple) તેના સપોર્ટ પેજ પર મેગસેફ માટે ફર્મવેર અપડેટની જાહેરાત કરી છે. મેગસેફ બેટરી પેકને અપડેટ કરવાથી એપલના દરેક મોડેલ્સ અને iPhoneને ઝડપથી ચાર્જ કરવાની મંજૂરી મળશે. યુઝર્સ બેટરી પેકને Appleની devices સાથે કનેક્ટ કરીને ફર્મવેરને અપડેટ કરી શકે છે.

Apple MagSafe Battery Pack : Apple લાવ્યું નવું બેટરી પેક, હવે iPhone ઝડપથી ચાર્જ થશે
Apple Megsafe Battery Pack (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 10:01 PM

Apple MagSafe Charger : Apple તેના MagSafe બેટરી પેકને લગતું એક મોટું અપડેટ લાવ્યું છે. કંપનીએ MagSafe બેટરી પેક માટે એક નવું ફર્મવેર અપડેટ બહાર પાડ્યું છે. આ નવીનતમ અપડેટની મદદથી, મેગસેફ યુઝર્સ સપોર્ટેડ એપલ devicesને ઝડપથી ચાર્જ કરી શકશે. તેને અપડેટ કર્યા પછી, એપલ યુઝર્સ સપોર્ટેડ iPhoneને 7.5W પર વાયરલેસ રીતે ચાર્જ કરી શકે છે. અત્યારે, આઇફોનને મેગસેફ બેટરી પેક સાથે 5W પર વાયરલેસ રીતે ચાર્જ કરી શકાય છે. આ સિવાય, મેગસેફ બેટરી પેક 20W ચાર્જર સાથે કનેક્ટ થવા પર ફોનને 15W પર ચાર્જ કરી શકે છે.

મેગસેફને કેવી રીતે અપડેટ કરવું તે જાણો

એપલે મેગસેફ ગેજેટને કેવી રીતે અપડેટ કરવું તે યુઝર્સને જણાવવા માટે તેના સપોર્ટ પેજને પણ અપડેટ કર્યું છે. આ પેજ પર તે તમામ રીતો જણાવવામાં આવી છે જેના દ્વારા યુઝર્સ તેમના બેટરી પેકને અપડેટ કરી શકે છે. યૂઝર્સ આ ફર્મવેરને iPhone, iPad અથવા Macની મદદથી અપડેટ કરી શકે છે. બેટરી પેકને iPad અથવા Mac સાથે કનેક્ટ કરવાથી લગભગ 5 મિનિટમાં ગેજેટ પર ફર્મવેર આપમેળે અપડેટ થઈ જશે. iPhone સાથે કનેક્ટ થવા પર ફર્મવેરને અપડેટ થવામાં એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

iOS 14.7 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર કામ કરશે

Appleના MagSafe બેટરી પેકનું નવું ફર્મવેર વર્ઝન 2.7 છે. યુઝર્સ તેમના મેગસેફ બેટરી પેકના નવીનતમ અપડેટને ખૂબ જ સરળતાથી જાણી શકે છે. આ જાણવા માટે યુઝર્સે પોતાના iPhone ને MagSafe સાથે કનેક્ટ કરવું પડશે. કનેક્ટ કર્યા પછી, યુઝર્સ આઇફોનમાં સેટિંગ્સ / જનરલ / અબાઉટ / મેગસેફ બેટરી પેકમાં જઈને તેમનું અપડેટ ચેક કરી શકે છે. જો કે, મેગસેફ ફક્ત iOS 14.7 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા iPhones ને સપોર્ટ કરે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ફ્લેશ લાઇટ કહેશે કે તે ચાર્જ થયેલ છે કે નહીં

એક જ સમયે iPhone અને MagSafe બેટરી પેક બંનેને ચાર્જ કરી શકે છે. બંને ડિવાઇસને એકસાથે ચાર્જ કરવા માટે, મેગસેફ બેટરી પેકને પાવર એડેપ્ટરમાં પ્લગ કરવાની જરૂર છે અને પછી બેટરી પેકને iPhone સાથે કનેક્ટ કરવું પડશે. જ્યારે મેગસેફ બેટરી પેક ચાર્જ થાય ત્યારે સ્ટેટસ લાઇટ ઝબકે છે. જ્યારે તે લીલું હોય, ત્યારે તમારું બેટરી પેક સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. બીજી બાજુ, જો તે એમ્બર એટલે કે યેલ્લો છે, તો તમારા બેટરી પેકને ચાર્જ થવામાં વધુ સમય લાગી શકે છે.

મેગસેફને વધારાનો પાવર મળે છે

મેગસેફ બેટરી પેક આઇફોન 12 સિરીઝ અને આઇફોન 13 સિરીઝ વેરિઅન્ટને સપોર્ટ કરે છે. આ ડિવાઇસ iPhone ને 1460mAhનો વધારાનો પાવર સપોર્ટ આપે છે. આ બેટરી પેક ચુંબકીય રીતે Appleના સપોર્ટેડ ડિવાઇસની પાછળ જોડાયેલ છે. તેની મદદથી એપલ ડિવાઇસ ચાર્જ થાય છે. MagSafe Battery Pack ભારતમાં Rs.10,900માં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો – Tech News: ડાઉનલોડિંગમાં Jio, અપલોડિંગમાં વોડાફોન આઈડિયા ટોપ પર – TRAI

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">