Alert : તમારો મોબાઈલ આપી રહ્યો છે આ સંકેત, તો થઈ જાવો સાવધાન થઈ શકે છે મોબાઈલ બ્લાસ્ટ

હાલ સ્માર્ટફોન બ્લાસ્ટની ઘટનાઓ સામાન્ય છે. આવી ઘટનાઓમાં લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે મોબાઇલ બ્લાસ્ટ થવાનું કારણ શું છે અને આપણે તેને કેવી રીતે અટકાવી શકીએ.

Alert : તમારો મોબાઈલ આપી રહ્યો છે આ સંકેત, તો થઈ જાવો સાવધાન થઈ શકે છે મોબાઈલ બ્લાસ્ટ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 08, 2021 | 3:31 PM

જો તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો. તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. આમાં અમે તમને જણાવીશું કે કઈ પરિસ્થિતિમાં Mobile બ્લાસ્ટ થાય છે. હાલ સ્માર્ટફોન બ્લાસ્ટની ઘટનાઓ સામાન્ય છે. આવી ઘટનાઓમાં લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે મોબાઇલ બ્લાસ્ટ થવાનું કારણ શું છે અને આપણે તેને કેવી રીતે અટકાવી શકીએ.

બેટરી ઓવરહિટીંગ

બેટરી ઓવરહિટીંગ એ સ્માર્ટફોનના વિસ્ફોટનું મુખ્ય કારણ છે. મોટેભાગે આપણે Mobile ને ચાર્જ કરવા મૂકીએ ત્યારે ભૂલી જઇએ છીએ  તેને અનપ્લગ કરતાં નથી. જેથી ચાર્જ થયા પછી પણ ફોન વીજળીના સંપર્કમાં રહે અને તેની બેટરી ગરમ થાય છે. ઓવરહિટીંગને લીધે બેટરી ઓગળવાની અને ફાટવાની શક્યતા વધી જાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ખોટા ચાર્જરનો ઉપયોગ કરવો

ખોટા ચાર્જરનો ઉપયોગ કરવાથી પણ Mobile  ફાટવાનું કારણ બને છે. ઘણીવાર આપણે મૂળ ચાર્જર ખરાબ થયા બાદ લોકલ ચાર્જર્સનો ઉપયોગ કરવાનું પ્રારંભ કરીએ છીએ. જે આપણા ફોન અને તેની બેટરી બંને માટે ખૂબ જ જોખમી છે.

ડુપ્લિકેટ બેટરીનો ઉપયોગ

વાસ્તવમાં જ્યારે મોબાઈલની બેટરી ખરાબ થાય છે ત્યારે આપણે પૈસા બચાવવા ઘણીવાર ડુપ્લિકેટ બેટરીનો ઉપયોગ શરૂ કરીએ છીએ. જે ચાર્જ કરતા ઝડપથી ગરમ થાય છે અને બ્લાસ્ટ જેવી સમસ્યાઓ થાય છે. આ બેટરીઓના ચાર્જિંગ સર્કિટ અને ઇનપુટ પાવરમાં કોઈપણ પ્રકારની ખામી જોવા મળે છે, આ સ્થિતિમાં બેટરી વધુ ગરમ થઈ શકે છે અને વિસ્ફોટ થઈ શકે છે.

આ ભૂલ મોબાઇલને પણ છીનવી શકે છે

તમારા સ્માર્ટફોનની બેટરી લિથિયમ આયનથી બનેલી છે, જેના કારણે તે ખૂબ જ હળવા છે. જો તે ક્યારેય એકદમ ડિસ્ચાર્જ થવા આવે છે તો તેમાં શોર્ટ સર્કિટ થવાનો ભય છે. જેનાથી ફોન બ્લાસ્ટ થવાની સંભાવના વધારે છે.

આ આદતોને બદલો

1 રાત્રે ફોનને ઓશિકા નીચે રાખીને અને ખિસ્સામાં મૂકીને સૂવાનું ટાળો.

2 તમારા મોબાઇલને હંમેશાં ઠંડી જગ્યાએ રાખો અને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશની નીચે ન રાખો.

3 સંપૂર્ણ ડિસ્ચાર્જ ટાળો, એટલે કે ફોનને સંપૂર્ણ પણે ડિસ્ચાર્જ ન થવા દો

4 રાતોરાત ફોનને ચાર્જ રાખવાની ટેવ બદલો.

5 ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાનું ટાળો

6 જ્યારે જરૂર ન હોય ત્યારે ફોનને બંધ રાખો.

7 બેટરીનો વધુ ખર્ચ વપરાશ કરનારી એપ્લિકેશનોનો ઉપયોગ કરશો નહીં.

8 તમારા ફોન સાથે આવેલા ચાર્જરથી ફોનને ચાર્જ કરો.

9 તમારા ફોનને ઓછા વોલ્ટેજ પર ચાર્જ કરવાનું ટાળો.

10 ઓરિજિનલ બેટરીનો ઉપયોગ કરો.

11 ડુપ્લિકેટ બેટરીથી કોઈપણ સમયે વિસ્ફોટ થઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">