એલન મસ્કની મનપસંદ એપ Signal આઉટેજનો શિકાર બની, સમગ્ર વિશ્વમાં વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

એલન મસ્કની મનપસંદ એપ સિગ્નલની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ રવિવારે વૈશ્વિક આઉટેજ ભોગવ્યા બાદ સોમવારે બંધ રહી હતી.

એલન મસ્કની મનપસંદ એપ Signal આઉટેજનો શિકાર બની, સમગ્ર વિશ્વમાં વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
symbolic picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 9:10 PM

એલન મસ્કની મનપસંદ એપ સિગ્નલની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ રવિવારે વૈશ્વિક આઉટેજ ભોગવ્યા બાદ સોમવારે બંધ રહી હતી. કંપનીએ કહ્યું કે, તે આને ઠીક કરવા માટે કામ કરી રહી છે. કંપનીએ રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “અમારી સેવાના ભાગોને અસર કરતી હોસ્ટિંગ આઉટેજના કારણે સિગ્નલ હાલમાં ડાઉન છે.” અમે તેને પરત લાવવા પર કામ કરી રહ્યા છીએ.

સ્ટેટસ વેબસાઇટ કહે છે કે, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને ઘણા લોકોને ઇન-એપ એરર મેસેજ પણ મળી રહ્યા છે. સિગ્નલ સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ વીડિયો, ઓડિયો અને ટેક્સ્ટ કોમ્યુનિકેશનની પરવાનગી આપે છે. પરંતુ વપરાશકર્તાઓ કોઈપણ સંદેશા મોકલવામાં અસમર્થ છે. Downdetector.com અનુસાર તે સમગ્ર વિશ્વમાં લોકોને અસર કરી રહી છે. Downdetector.com પર શેર કરેલી ટિપ્પણીઓ દર્શાવે છે કે, ભારત, યુએસ, જર્મની, ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને અન્ય ઘણા દેશોમાં વપરાશકર્તાઓ માટે સિગ્નલ ડાઉન હતું.

ડાઉનડેક્ટેરે આઉટેજ રિપોર્ટમાં એક સ્પાઈકની સુચના આપી, જે 27 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાની આસપાસ 1200થી વધુ હતો. આઉટેજ ટ્રેકરે બતાવ્યું કે 43 ટકા યુઝર્સને એપ એક્સેસ કરવામાં સમસ્યા હતી, 36 ટકાને મેસેજ મોકલવામાં સમસ્યા હતી અને 20 ટકાને સર્વર કનેક્શનની સમસ્યા હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ડાઉનડેક્ટર યુ.એસ.માં સિગ્નલ આઉટેજ બતાવે છે. જો કે, ભારતના વપરાશકર્તાઓએ પણ ટ્વિટર પર ફરિયાદ કરી છે. ડાઉનડેક્ટરએ ઉલ્લેખ કર્યો છે કે, વપરાશકર્તા અહેવાલો સૂચવે છે કે રવિવારે સવારે 11:05 થી સિગ્નલમાં સમસ્યા છે.

વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસીના કારણે સિગ્નલ ટોપ રેન્કમાં આવી

સિગ્નલ એ એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન એપ્લિકેશન છે. સિગ્નલ વપરાશકર્તાઓને એન્ક્રિપ્ટ કરેલી ફાઇલો, વોઇસ નોટ, ફોટા અને વિડિઓઝ શેર કરવા અને વન-ટૂ-વન ઓડિયો અને વીડિયો કોલ કરવાની મંજૂરી આપે છે. ટેસ્લાના સીઇઓ એલોન મસ્કએ પણ સિગ્નલની ખૂબ પ્રશંસા કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં વ્હોટ્સએપે વપરાશકર્તાઓ માટે તેના નવા ગોપનીયતા નિયમો લાગુ કર્યા પછી તેની ખ્યાતિ વધી, જે જાહેરાતકર્તાઓને તેમની બિઝનેસ ચેટ્સમાં પ્રવેશ આપે છે. એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા ભારત સહિત ઘણા દેશોમાં એપ સ્ટોરની ફ્રી એપ કેટેગરીમાં ટોચના ક્રમે પહોંચી છે.

આ પણ વાંચો: Ayushman Bahart Digital Mission: આજથી આયુષ્યમાન ભારત ડિજિટલનો પ્રારંભ, હવે તમામ નાગરિકોના મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત,સાથે વધશે સારવારની સુવિધા: PM મોદી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">