GTUની ટીમ દ્વારા હાથ ધરાયો અનોખો પ્રોજેક્ટ, નાના બાળકો પણ હવે ડિજિટલી ભણશે

નાના બાળકોને પાઠયપુસ્તક કરતા ડિજિટલી ભણાવવામાં આવે તો ઝડપથી તે વસ્તુ અંગે શીખી જાય છે. આ પ્રોડક્ટ નાના બાળકોનો અભ્યાસનો પાયો મજબૂત કરવામાં મદદરૂપ થશે.

GTUની ટીમ દ્વારા હાથ ધરાયો અનોખો પ્રોજેક્ટ, નાના બાળકો પણ હવે ડિજિટલી ભણશે
children will now learn digitally
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 10, 2021 | 5:37 PM

ડિજિટલ યુગમાં હવે નાના ભૂલકાઓ પણ આધુનિક ટેકનોલોજીના (Technology) માધ્યમથી ભણતા જોવા મળશે. કારણ કે વડોદરા (Vadodara) GTUના સ્ટાર્ટઅપના 13 મેમ્બર્સની ટીમ દ્વારા અનોખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જે નાના બાળકોને ડિજિટલી અભ્યાસ કરવામાં મદદ કરશે.

ઓગમેન્ટેડ રીયાલીટી અને વર્ચ્યુઅલ રીયાલીટી સિસ્ટમ (Virtual Reality System)ના આધારે બનાવવામાં આવેલા આ પ્રોજેક્ટને મુવેલ નામ આપવામાં આવ્યું છે. જેમાં 3થી 8 વર્ષની ઉંમરના બાળકોને અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેવા અલગ અલગ પ્રોજેકટસનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુવેલ એક એપ્લિકેશન છે, જે એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એપ્લિકેશન છે જે તમામ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ એપ્લિકેશન બનાવનાર રવિ શર્મા જણાવે છે કે અમારા દ્વારા એક વિશેષ કીટ તૈયાર કરવામાં આવી છે, જેમાં 150 પ્રકારના અલગ અલગ કાર્ડ તૈયાર કરાયા છે. મુવેલ એપ્લિકેશનના માધ્યમથી સ્કેન કરીને બાળકો સરળતાથી અભ્યાસ કરી શકશે. આ 150 કાર્ડમાં ઉપગ્રહ, પ્રાણીઓ, પક્ષીઓ, બારક્ષારી, આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની મદદથી બાળકો સરળતાથી અભ્યાસ કરી શકશે.

મહત્વની વાત એ પણ છે કે 150 કાર્ડમાંથી કોઈપણ કેટેગરીનું કાર્ડ સ્કેન કરવાથી એ કેટેગરીમાં આવતા પ્રાણી કે પક્ષી થ્રિડી ઈફેક્ટમાં મુવમેન્ટ કરતા જોવા મળશે. જે બાળકને જોવા ખૂબ ગમશે. સાથે જ તે વસ્તુ વિશેની માહિતી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી સહિત અલગ અલગ ભાષામાં આપવામાં આવશે, જેથી બાળકોને તે વસ્તુને સમજવામાં સરળતા રહેશે.

આ પ્રોડક્ટનો વપરાશ શહેરી વિસ્તારમાં તો સરળતાથી થશે જ પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ જે વિદ્યાર્થીઓ શાળાઓ સુધી નથી પહોંચી શકતા તેમના માટે પણ આ પ્રોડક્ટ ખૂબ ઉપયોગી સાબિત થશે. 3D એનિમેશન અને વોઈસ ઓવર પદ્ધતિનો સમાવેશ કરીને આ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. જે ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. આ પ્રોડક્ટ GTUના સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવી છે અને બાળકોને ભણતર માટે મદદરૂપ થઈ રહી છે, જેને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

હજુ સુધી આ પ્રોડક્ટની બજાર કિંમત નક્કી કરાઈ નથી પણ પ્રોડક્ટના પ્રોજેકટ હેડનું માનવું છે કે ટૂંક જ સમયમાં આ પ્રોડક્ટ બજારમાં મુકવામાં આવશે. જેની કિંમત આશરે 2,500થી 3,000 રાખવામાં આવશે. આ પ્રસંગે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે નાના બાળકોને પાઠયપુસ્તક કરતા ડિજિટલી ભણાવવામાં આવે તો ઝડપથી તે વસ્તુ અંગે શીખી જાય છે.

આ પ્રોડક્ટ નાના બાળકોનો અભ્યાસનો પાયો મજબૂત કરવામાં મદદરૂપ થશે. સાથે જ શહેરી વિસ્તારની શાળાઓ તો હવે ડિજિટલ બની રહી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો ડિજિટલી ભણી શકે તે માટે GTU દ્વારા 25 પ્રાથમિક શાળાઓને આ પ્રોડક્ટ ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવશે.

આ પણ વાંચો – Team India ના ત્રણ સ્ટાર બેટ્સમેન ટેસ્ટ મેચની બંને ઇનીંગમાં શતક લગાવવાની સિદ્ધી ધરાવે છે, જાણો

આ પણ વાંચો – અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં નીરજ ચોપરાને આપી શુભેચ્છા, Video સોશિયલ મીડિયા પર વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">