મોબાઈલના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, જે સેવા 2020 સુધી મળવાની હતી તે હવે આટલા વર્ષો સુધી નહીં મળે

ભારતમાં 5G ટેક્નોલોજીની સેવાની રાહ ઘણા લાંબા સમયથી જોવાઈ રહી હતી. પરંતુ ગ્રાહકોએ હજુ પણ ઘણા વર્ષો સુધી આ સેવા માટે વધુ રાહ જોવી પડશે. દેશમાં 5Gની શરૂઆત કરવા માટે કેટલાક કારણો વચ્ચે આવી રહ્યા છે. જેમાં મોબાઈલ ઈન્ફ્રાસ્ટ્રકચરનું ધીમું વિસ્તારીકરણ, બુનિયાદી માળખુ અને સરકારની નીતિના કારણે 5Gને દેશમાં લાગુ કરવામાં વિલંબ થશે. રોચક VIDEO […]

મોબાઈલના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, જે સેવા 2020 સુધી મળવાની હતી તે હવે આટલા વર્ષો સુધી નહીં મળે
TV9 Webdesk12

|

Jun 07, 2019 | 6:54 AM

ભારતમાં 5G ટેક્નોલોજીની સેવાની રાહ ઘણા લાંબા સમયથી જોવાઈ રહી હતી. પરંતુ ગ્રાહકોએ હજુ પણ ઘણા વર્ષો સુધી આ સેવા માટે વધુ રાહ જોવી પડશે. દેશમાં 5Gની શરૂઆત કરવા માટે કેટલાક કારણો વચ્ચે આવી રહ્યા છે. જેમાં મોબાઈલ ઈન્ફ્રાસ્ટ્રકચરનું ધીમું વિસ્તારીકરણ, બુનિયાદી માળખુ અને સરકારની નીતિના કારણે 5Gને દેશમાં લાગુ કરવામાં વિલંબ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ બિહારમાં નીતિશ કુમારની કેબિનેટનું વિસ્તરણ, ભાજપ અને LJSPના એક પણ ધારાસભ્ય ન બન્યા મંત્રી

તો સાથે નેટવર્ક શેરિંગ અને પાતળા ફાઈબર કે સાચા માપદંડના કારણે પણ 2020 સુધી 4Gથી કામ ચલાવવું પડશે. ઈટીના રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા 2020 સુધીમાં 5Gની શરૂઆત કરવાનો લક્ષયાંક હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી ખોટના કારણે વોડાફોન, આઈડિયા અને એરટેલ જેવી કંપની દ્વારા ઓછું રોકાણ થઈ રહ્યું છે. ત્યારે જાણકારોનું કહેવું છે કે જો દેશમાં 5Gને સફળ બનાવવું હશે તો ફાઈબર, નાના સેલ અને મોબાઈલ ટાવરમાં મોટું રોકાણ કરવું પડશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati