25 લાખની લોટરી, KBC લકી વિનર… શું તમને પણ આવે છે આવા ફ્રોડ મેસેજ? જાણો આવા મેસેજ આવે ત્યારે કેવા પગલા ભરવા

વોટ્સએપ (whatsapp) જેવા મેસેજિંગ એપ આપણને અનેક સુવિધા આપીને આપણા જીવનને સરળ બનાવે છે. પણ વોટ્સએપ, ફેસબુક જેવા મોટા એપના માધ્યમથી ફ્રોડ પણ વધી રહ્યા છે.

25 લાખની લોટરી, KBC લકી વિનર... શું તમને પણ આવે છે આવા ફ્રોડ મેસેજ? જાણો આવા મેસેજ આવે ત્યારે કેવા પગલા ભરવા
Tech Tips
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 01, 2022 | 10:57 PM

વોટ્સએપ (whatsapp) જેવા મેસેજિંગ એપ આપણને અનેક સુવિધા આપીને આપણા જીવનને સરળ બનાવે છે પણ વોટ્સએપ, ફેસબુક જેવા મોટા એપના માધ્યમથી ફ્રોડ પણ વધી રહ્યા છે. વિદેશના નંબરોથી પણ વોટ્સએપ મેસેજ (whatsapp message) અને કોલ કરીને પૈસાની લાલચ આપવામાં આવે છે. આવી લાલચમાં આવીને મોટા મોટા લોકો આવા ફ્રોડનો શિકાર બને છે. વોટ્સએપ યુઝર્સે આવા મેસેજ કે કોલથી સાવધાન રહેવુ જોઈએ. આવા ફ્રોડથી બચવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ રીતે બનાવાય છે ફ્રોડનો શિકાર

અભિનેતા અમિતાભ બચ્ચન, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી જેવી જાણીતી હસ્તીઓના પોસ્ટર મોકલી પૈસા જીતવાની લાલચ આપવામાં આવે છે. ટીવીનો જાણીતો શો કોન બનેગા કરોડપતિના નામ, લોગોનો ઉપયોગ કરી તમે 25 લાખની લોટરી જીત્યા છો તેવા મેસેજ કરી કોઈ નંબર પરથી કોલ પણ કરવામાં આવે છે. કેટલીકવાર તેઓ મોટા અધિકારીઓ તરીકેનો ઓડિયો પણ મોકલતા હોય છે. વોટ્સએપ કોલથી પણ આવા ફ્રોડ કરવામાં આવે છે. નાદાન લોકો આવા લોકોને લાલચમાં આવી બેન્કની માહિતી આપી દે છે જેને કારણે તેમને પૈસાનું નુકશાન થાય છે. તેમની મહેનતની કમાણી 1-2 મિનિટમાં લૂંટાય જાય છે.

સાયબર ફ્રોડથી બચવા શું કરવુ ?

25 લાખની લોટરી, KBC લકી વિનર..જેવા પૈસાની લાલચ આપતા વોટ્સએપ મેસેજની જાળમાં જરા પણ ના ફસાતા. આવા મેસેજને કારણે તમારે મોટુ નુકશાન થઈ શકે છે. સાયબર સ્કેમર્સ આવા મેસેજથી લોકોના બેન્ક ખાતાની માહિતી અને બીજી અનેક મહત્વપૂર્ણ માહિતીઓ મેળવી લે છે. જાણો જો તમારા પર આવા મેસેજ કે કોલ આવે તો તમારે કેવા પગલા ભરવા જોઈએ.

  1. લોટરી કે પૈસા જીતવાની લાલચ આપતા કોલ અને મેસેજ પર ધ્યાન ના આપો.
  2. અજાણ્યા નંબરથી આવનારા કોલ અને મેસેજથી સાવધાન રહો.
  3. આવા લાલચ અને ફ્રોડ કરતા નંબરને બ્લોક કરી દો.
  4. વોટ્સએપમાં આવા ફ્રોડ નંબરોને રિપોર્ટ કરવાની સુવિધા હોય છે. તેની મદદથી વોટ્સએપ પર આવા નંબરોને રિપોર્ટ કરો.
  5. ભારત બહારથી આવનારા મેસેજનો ખોલો પણ નહીં અને તેનો જવાબ પણ ના આપો.
  6. કોઈ પણ લિંક પર કિલક ના કરો, અને ઓટીપી પણ શેર ના કરો.
  7. પૈસાની લાલચ વાળા આવા મેસેજ તમારા પર આવે તો તેને બીજાને શેર ના કરો.
  8. સાયબર લૂંટ થાય એટલે કે ઓનલાઈન કોઈ તમારા પૈસા લૂંટી જાય તો સાયબર ક્રાઈમ પોર્ટલ પર તેની ફરિયાદ નોંધાવો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati