Will Social Media Block in India? આવતીકાલથી સરકારના નવા નિયમોનું પાલન નહીં થાય તો Facebook, Instagram અને Twitter બંધ થઇ શકે

ભારતમાં લોકપ્રિય સોશ્યલ મીડિયા(Social Media) કંપની ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ (Facebook, Instagram and Twitter)સામે ભારતમાં પ્રતિબંધનો(Block in India) ખતરો ઉભો થયો છે.

Will Social Media Block in India? આવતીકાલથી સરકારના નવા નિયમોનું પાલન નહીં થાય તો Facebook, Instagram અને  Twitter બંધ થઇ શકે
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 25, 2021 | 9:58 AM

ભારતમાં લોકપ્રિય સોશ્યલ મીડિયા(Social Media) કંપની ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ (Facebook, Instagram and Twitter)સામે ભારતમાં પ્રતિબંધનો(Block  in India) ખતરો ઉભો થયો છે. સરકારના આદેશોને ગંભીરતાથી ન લેનાર આ કંપનીઓ પર આવતીકાલે પ્રતિબંધ પણ લાગી શકે છે.

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરીમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. આ માટે આ કંપનીઓને સરકાર દ્વારા ત્રણ મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો. આ સમયમર્યાદા આજે  રોજ પુરી છે. સૂત્રો અનુસાર આ સોશિયલ મીડિયા કંપનીઓએ હજુ સુધી સરકારના નિયમોને ગણકાર્યા નથી જેના કારણે આવી અટકળો ઉભી થઇ છે કે આગામી બે દિવસમાં તેમની સેવાઓ પણ બંધ કરી શકાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારત સરકારના નિયમને ગણકારવા તૈયાર નથી ? કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તરફથી ડિજિટલ કન્ટેન્ટ નિયમન માટે 3 મહિનાની કમ્પ્લાયન્સ અધિકારી, નોડલ અધિકારી વગેરેની નિમણૂક કરવા જણાવ્યું હતું અને તે બધાને ભારતમાં કાર્યક્ષેત્ર હોવું જોઈએ બનાવાયું હતું. પરંતુ આ સોશિયલ મીડિયા જાયન્ટ્સે હજી સુધી આ નિયમો લાગુ કર્યા નથી. સૂત્રો કહે છે કે આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલી કંપનીની વચગાળાની સ્થિતિ નાબૂદ કરી શકાય છે અને તેમની સામે ગુનાહિત કાર્યવાહી પણ થઈ શકે છે.

કંપનીઓએ આ નિયમોનું પાલન કરવું પડશે સરકાર દ્વારા અપાયેલા આદેશ મુજબ કંપનીઓએ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે અને તેમનું નામ અને સંપર્ક સરનામું ભારતનું હોવું જરૂરી છે જેમાં ફરિયાદના નિરાકરણ, વાંધાજનક કન્ટેન્ટનું નિરીક્ષણ, પાલન અહેવાલ અને વાંધાજનક કન્ટેન્ટને દૂર કરવા જેવી બાબતો સામેલ છે. આ નવા નિયમ અંતર્ગત એક સમિતિની પણ રચના કરવામાં આવશે જેમાં સંરક્ષણ, વિદેશ બાબતો, ગૃહ મંત્રાલય, માહિતી પ્રસારણ મંત્રાલય, કાયદો, આઇટી અને મહિલા અને બાળ વિકાસના લોકો હશે. તેમને આચારસંહિતાના ભંગ અંગે ફરિયાદો સાંભળવાનો અધિકાર હશે.

કન્ટેન્ટને બ્લોક કરવા સરકાર પાસે પણ અધિકાર રહેશે આ ઉપરાંત સરકાર સંયુક્ત સચિવ અથવા તેનાથી ઉપરના સ્તરના અધિકારીને “ઓથોરાઈઝડ ઓફિસર” તરીકે નિયુક્ત કરશે, જે કન્ટેન્ટને બ્લોક કરવા નિર્દેશ કરી શકે છે. જો અપીલ સંસ્થા માને છે કે સામગ્રી કાયદાનું ઉલ્લંઘન થાય છે તો પછી તેને બ્લોક કરવાના આદેશો માટે કન્ટેન્ટને સરકાર દ્વારા નિયંત્રિત સમિતિને મોકલવાનો અધિકાર હશે.

ભારતમાં બિઝનેસ કરતી કંપનીઓ અમેરિકી HO ની લીલી ઝંડી ના ઇન્તેજારની વાતો કરે છે  25 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ભારત સરકારની MEITY એ બધી સોશિયલ મીડિયા કંપનીઓને આ નિયમોનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો. જોકે કેટલાક પ્લેટફોર્મ્સે છ મહિનાનો સમય માંગ્યો છે, કેટલાકએ કહ્યું કે તેઓ અમેરિકામાં તેમના મુખ્ય મથકની સૂચનાની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે અને ભારતમાંથી નફો મેળવી રહી છે પરંતુ માર્ગદર્શિકાને અનુસરવા ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. ટ્વિટર જેવી કંપનીઓનું કહેવું છે કે તેમની પોતાની ફેક્ટ ચેકર ટીમ છે પરંતુ તેઓ હકીકત કેવી રીતે શોધે છે તે જાહેર કરતા નથી. બીજી તરફ સોશિયલ મીડિયા પરના લોકો જાણતા નથી કે કોને ફરિયાદ કરવી અને તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">