Tech Tips: Whatsapp એકાઉન્ટ Permanently Delete કેવી રીતે કરશો?

Tech Tips:  15 મે 2021ના રોજ વોટ્સએપ તમારું એકાઉન્ટ બંધ કરશે નહીં, જો તમે તેની નવી સેવાની શરતો સ્વીકારશો નહીં, જેના માટે તે તમને સો વખત પૂછશે. પરંતુ ફેસબુકની માલિકીની એપ્લિકેશન તરત જ નહીં પણ ધીમે ધીમે તમારી કાર્યક્ષમતાને મર્યાદિત કરશે.

Tech Tips: Whatsapp એકાઉન્ટ Permanently Delete કેવી રીતે કરશો?
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 12:24 AM

Tech Tips:  15 મે 2021ના રોજ વોટ્સએપ તમારું એકાઉન્ટ બંધ કરશે નહીં, જો તમે તેની નવી સેવાની શરતો સ્વીકારશો નહીં, જેના માટે તે તમને સો વખત પૂછશે. પરંતુ ફેસબુકની માલિકીની એપ્લિકેશન તરત જ નહીં પણ ધીમે ધીમે તમારી કાર્યક્ષમતાને મર્યાદિત કરશે.

જે યુસર્ઝને કે જે સેવાની નવી શરતોનું પાલન કરતા નથી, તેઓ તેમની ચેટ લિસ્ટ, એપ્લીકેશનના અમુક ફંક્શનને મર્યાદિત કરશે. તે વપરાશકર્તાઓને સમય જતાં ઓડિયો અને વીડિયો કોલ્સને પણ અમુક સમય પૂરતા જ મર્યાદિત કરી દેશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Whatsapp તો હશે પરંતુ મોટા ભાગની સર્વિસ નહીં હોય તો આત્મા વગરના શરીર જેવુ લાગશે. જો તમે વોટ્સએપ વિના રહી શકતા નથી અને પહેલેથી જ નવી પ્રાઈવેસી પોલિસીનું પાલન કર્યું છે તો તમે 15મી મે પછી બહુમતી વપરાશકર્તાઓમાં આવી શકો છો. જો કે હજુ પણ તમે “Accept” બટનને હિત નથી કરતાં વોટસપ સાથે છેડો ફાડી નાખો અથવા તો હંમેશા Whatsapp સાથે રહો.

રોજ સવારે Whatsappમાં આવતા ગ્રીન બટનની અવગણના કરો છો અને વિચારી રહ્યા છો કે ટેલિગ્રામ કે સિગ્નલ જેવી એપની સાથે ચલાવી લેશું તો Whatsappના આપના એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરી શકો છો. આપને એક વાત મગજમાં રાખવી જોઈશે કે જો આપે એક વાર હમેશા માટે વોટસએપ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે તો આપનું ડિલીટ કરેલું એકાઉન્ટ ફરીથી રિસ્ટોર નહીં થઈ શકે.

વોટસઅપે તેના FAQમાં જણાવ્યુ છે કે તમારા એકાઉન્ટને પૂર્ણ રૂપથી હંમેશા ડિલીટ કરવા માટે 90 દિવસ લાગી શકે છે. આ 90 દિવસ દરમ્યાન આપ આપના ડેટા સુધી પણ નહીં પહોંચી શકો. અન્ય ફેસબુક કંપનીઓને શેર કરેલી અંગત માહિતીઓ પણ ડિલીટ કરી નાખવામાં આવશે.

તમારું Whatsapp એકાઉન્ટ હમેશા માટે ડિલીટ કરવાથી આપનું એકાઉન્ટ વોટસઅપ પરથી ડિલીટ થઈ જશે અને આપની મેસેજ હિસ્ટ્રી, તમામ ગૃપ્સ, ગૂગલ ડ્રાઈવ બેકઅપ બધુ જ ડિલીટ થઈ જશે. તેમજ આપના મિત્રોના વોટસપ કોંટેક્ટ લિસ્ટમાંથી આપનો નંબર પણ ડિલીટ થઈ જશે.

જો આપ હંમેશા whatsapp એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો તો તે પહેલા આપને બેકઅપ લઈ લેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે એક વાર એકાઉન્ટ ડિલીટ થયા પછી યુઝર્સ પોતાના ડેટાને એક્સેસ નથી કરી શકતા.

જો તમે એ જાણવા માંગો છો અત્યાર સુધી વોટસઅપે તમારી કેટલી માહિતીનો સંગ્રહ કર્યો છે તો તમે ડેટા કલેક્શન ઈન્ફૉની રિકવેસ્ટ કરી શકો છો. બાદમાં તમને તે માહિતી આપશે અને એક લિન્ક પણ આપશે કે જ્યાંથી આપ તે માહિતીઑને ડાઉનલોડ કરી શકશો. જો કે આ સમગ્ર પ્રોસેસને ત્રણ દિવસ જેટલો સમય થશે.

આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો

— Whatsapp ખોલો અને Settingsમાં જાઓ — Accountમાં જાઓ અને Request account info ઓપ્શન પર ક્લિક કરો — Request બટન પર ટેપ કરો અને તમારી રિકવેસ્ટને કંપનીમાં મોકલી દેવામાં આવશે.

તમે મેન્યુઅલી પણ ચેટને મીડિયા સાથે એક્સપોર્ટ કરી શકો છો

— જે તમે એક્સપોર્ટ કરવા માંગતા હોય તેને ઓપન કરો. — જમણી બાજુ ઉપર કોર્નરમાં દેખાતા ત્રણ ડોટ્સ પર ટેપ કરો. — More પર ટેપ કરો અને Export Chatને સિલેક્ટ કરો. તમે ફાઈલ, ફોટો, વીડિયો, અને અન્ય મીડિયાને પણ ચેટ સાથે એક્સપોર્ટ કરી શકીએ છીએ. જે આપને Google Drive, Gmail, અથવા અન્ય સ્ટોરેજ એપ પીઆર ડેટા સ્ટોર કરવાની સવલત આપે છે.

આ રીતે હંમેશા ડિલીટ કરી શકશો Whatsapp એકાઉન્ટ — Whatsapp ખોલો, More option પર ટેપ કરો — Settingsમાં જાઓ > Account > Delete my account — એકાઉન્ટ હમેશા ડિલીટ કરવા માટે આપને આપનો નંબર આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં એન્ટર કરવો પડશે. — ત્યારબાદ હંમેશા માટે એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ પસંદ કરો — Delete My Account પર ટેપ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">