લોન્ચિંગના માત્ર 3 મિનિટમાં જ ‘ફેલ’ થયું મિશન, બે સેટેલાઈટ કક્ષામાં પહોંચતા પહેલા જ નષ્ટ થયું રોકેટ

અંતરિક્ષમાં બે વ્યવસાયિક ઉપગ્રહો મૂકવાનો પ્રયાસ કરી રહેલા રોકેટ લેબ ઈલેક્ટ્રોન બુસ્ટર શનિવારે નિષ્ફળ ગયું. લોંચ થયાના ફક્ત 3 મિનિટ પછી કેટલીક તકનીકી ભૂલને કારણે આ મિશન નિષ્ફળ ગયું. તેને ન્યુઝીલેન્ડના માહિયા પેનિન્સુલામાં રોકેટ લેબ્સ લોન્ચ કોમ્પ્લેક્સ 1થી લોન્ચ કરાયું હતું.

લોન્ચિંગના માત્ર 3 મિનિટમાં જ 'ફેલ' થયું મિશન, બે સેટેલાઈટ કક્ષામાં પહોંચતા પહેલા જ નષ્ટ થયું રોકેટ

અંતરિક્ષમાં બે વ્યવસાયિક ઉપગ્રહો મૂકવાનો પ્રયાસ કરી રહેલા રોકેટ લેબ ઈલેક્ટ્રોન બુસ્ટર શનિવારે નિષ્ફળ ગયું. લોંચ થયાના ફક્ત 3 મિનિટ પછી કેટલીક તકનીકી ભૂલને કારણે આ મિશન નિષ્ફળ ગયું. તેને ન્યુઝીલેન્ડના માહિયા પેનિન્સુલામાં રોકેટ લેબ્સ લોન્ચ કોમ્પ્લેક્સ 1થી લોન્ચ કરાયું હતું.

 

 

પરંતુ ત્રણ મિનિટથી ઓછા સમયમાં જ્યારે બીજા તબક્કામાં ઈલેક્ટ્રોન અલગ થયાના સમયે આ લોન્ચ નિષ્ફળ ગયું હતું. કંપની બ્લેક્સ્કાઈ (BlackSky)ની પૃથ્વીનું અવલોકન કરવાવાળી સેટેલાઈટ્સના ઉંડાણ માટે સ્પેસફ્લાઈટ (SpaceFlight)એ કરી હતી.

 

પરંતુ થોડીવારમાં જ આ બંને ઉપગ્રહો નાશ પામ્યા. રોકેટ લેબે ટ્વીટર પર એક નિવેદન બહાર પાડતાં કહ્યું, ‘આજની ​​શરૂઆત દરમિયાન થોડી સમસ્યા આવી હતી, જેના કારણે આ મિશન નિષ્ફળ ગયું હતું. અમે અમારા ગ્રાહકોને બ્લેકસ્કાય અને સ્પેસફલાઈટના નુકસાન બદલ દિલગીર છીએ. આ સમસ્યા બીજા તબક્કાની શરૂઆત પહેલા થઈ’

 

 

કેમેરામાં કેદ થઈ ઘટના
એલેક્ટ્રોનની ઉપર કેમેરા લાગેલા હતા, જે એ દર્શાવતુ હતું કે 2.35 મિનિટ પછી જ અલગ થયું, ત્યારબાદ તે એક દિશા તરફ વળવા લાગ્યું અને પછી નષ્ટ થયું. રોકેટ લેબે રોકેટના અલગ થયાના ચાર મિનિટ બાદ સેટેલાઈટ નષ્ટ થયાની પુષ્ટિ કરી હતી.

 

ગયા વર્ષે પણ મિશન થયુ હતું ફેલ

પાછલા વર્ષે જુલાઈમાં પણ કંપનીનું મિશન ફેલ થયું હતું. ત્યારબાદ કંપનીએ ટ્રેસ કર્યુ કે એક ખરાબ એલેક્ટ્રોનના કારણે આ મિશન ફેલ થયું હતું. રોકેટ લેબે 2017માં પ્રથમ મિશન લોન્ચ કર્યું હતું. તે સમયે પણ ટેકનિકલ ખામીને કારણે સેટેલાઈટ કક્ષામાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. જો કે રોકેટ લેબે 18 સફળ મિશનને અંજામ આપ્યા છે. રોકેટ લેબે 58 ફૂટ ઊંચા એલેક્ટ્રોન બુસ્ટરને એક કલાક પછી લોન્ચ કર્યું હતું.

 

આ પણ વાંચો : Sherni : શેરની બનીને ગર્જના કરશે Vidya Balan, ફિલ્મનો જબરદસ્ત ફર્સ્ટ લુક થયો રિલીઝ

Click on your DTH Provider to Add TV9 Gujarati