Smartphone Tips and Tricks : ખોવાયેલો સ્માર્ટફોન પાછો મેળવવા અપનાવો આ ટ્રિક, ખુબ જ સરળ છે રીત

છેલ્લા થોડા વર્ષોમાં આપણે સ્માર્ટફોન પર વધુને વધુ નિર્ભર બની ગયા છીએ. એટલા બધા નિર્ભર કે મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ (Phone Lost or Stolen)જાય તો આપણા બધા કામ અટકી જાય છે.

Smartphone Tips and Tricks : ખોવાયેલો સ્માર્ટફોન પાછો મેળવવા અપનાવો આ ટ્રિક, ખુબ જ સરળ છે રીત
Smartphone Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:47 AM

આજના ઝડપી દુનિયામાં સ્માર્ટફોન (Smartphone) હોવું સામાન્ય છે. લોકો તેમના મોટાભાગના કામ માટે સ્માર્ટફોન પર આધાર રાખવા લાગ્યા છે. તેથી જો કોઈ સ્માર્ટફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો બની શકે તમારા ઘરના કોઈપણ સભ્યનો નંબર પણ તમને યાદ ન હોય. તે સમયે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દિવસોમાં સ્માર્ટફોન દ્વારા ઘણી વસ્તુઓ ઘરે બેઠા કરી શકાય છે. છેલ્લા થોડા વર્ષોમાં આપણે સ્માર્ટફોન પર વધુને વધુ નિર્ભર બની ગયા છીએ. એટલા બધા નિર્ભર કે મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ (Phone Lost or Stolen) જાય તો આપણા બધા કામ અટકી જાય છે. એવી જ કેટલીક ટિપ્સ (Smartphone Tips) છે જેના ઉપયોગથી તમે તમારો ખોવાયેલો મોબાઈલ શોધી શકો છો. આ ટ્રિક્સની મદદથી સ્માર્ટફોનને સરળતાથી ટ્રેક કરી શકાય છે અને તેને સ્વિચ ઓફ પણ કરી શકાય છે.

જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો પહેલા તમારા ફોન નંબર પર કૉલ કરવાનો પ્રયાસ કરો. કદાચ તમારો ફોન આસપાસ પણ હોઈ શકે છે. જો કોઈ સારી વ્યક્તિને તમારો ફોન મળ્યો હોય, તો તમે કૉલ કર્યા પછી તેનો સંપર્ક કરી શકો છો. ફોન પર પાસવર્ડ સેટ કરવાનો પ્રયાસ કરો જેથી કરીને કોઈ તેને એક્સેસ ન કરી શકે અને તમારી પાસે તેને શોધવાનો સમય મળી રહે.

ખોવાયેલ Android ફોન કેવી રીતે શોધવો

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમે તમારો ખોવાયેલ ફોન શોધવા માટે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરમાં Find My Device ફીચરનો ઉપયોગ કરી શકો છો. જો Android ડિવાઈસની લોકેશન ટ્રેકિંગ સેવા યોગ્ય રીતે કાર્ય કરતી હોય તો તમારા ફોનની GPS સુવિધા ઈનેબલ હોવી આવશ્યક છે. તોજ આ સુવિધા કામની છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તમે android.com સ્લેશ ફાઈન્ડ (android.com/find) પર સાઇન અપ કરીને તમારા ફોનને ટ્રૅક કરી શકો છો. આ કર્યા પછી તમને ‘Lost Phone’નો વિકલ્પ દેખાશે. તે વિકલ્પ સાથે, તમે તમારા ફોનને સરળતાથી ટ્રૅક કરી શકો છો અને અહીંથી ડેટા પણ કાઢી શકો છો.

ખોવાયેલ iPhone કેવી રીતે શોધવો

જો તમે આઇફોન યુઝર છો, તો તમારે સૌ પ્રથમ કોઈ બીજા ડિવાઈસથી તમારા એપલ આઇડીમાં લોગ ઇન કરો અને ‘Lost Mode’ને એક્ટિવ કરો. તમે Appleના Find My iPhone ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો. ફાઇન્ડ માય નેટવર્ક સાથે, તમે તમારા ફોનને સ્વિચ ઓફ થયાના 24 કલાક પછી ટ્રૅક કરી શકો છો. જો તમારી પાસે અન્ય Apple ડિવાઈસ ન હોય, તો તમે વેબસાઇટ icloud.com પર જઈને આ સુવિધા સાથેનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: Viral Video: શખ્સના હાથમાં જોવા મળ્યા નાના ‘સોનાના કાચબા’, વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત

આ પણ વાંચો: Tech News: iPhone 13 પણ હશે મેડ ઈન ઈન્ડિયા, જાણો ભારતમાં ક્યાં થશે તેનું પ્રોડક્શન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">