જાગરુકતાનું ઉત્તમ ઉદાહરણ, ડોક્ટરે પોતાને સાયબર ફ્રોડનો શિકાર બનાવનાર ઠગને 1 વર્ષ સુધી ના મળવા દીધા જામીન, પાછા આપવા પડયા બધા રુપિયા

ઈન્ટરનેટ અને સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહેવાની સાથે સાથે સાવઘાન રહેવું પણ જરુરી છે. કારણ કે દુનિયામાં સાયબર ફ્રોડના (cyber fraud) કિસ્સાઓ રોજ સામે આવતા હોય છે. તેવામાં વધારે સર્તક અને જાગરુત રહેવાની જરુર છે. સાયબર ફ્રોડની ઘટનાઓ રોજેરોજ સામે આવે છે. તે બધા વચ્ચે લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનનાર એક વ્યક્તિની જાગરુતા અને સક્રિયતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

જાગરુકતાનું ઉત્તમ ઉદાહરણ, ડોક્ટરે પોતાને સાયબર ફ્રોડનો શિકાર બનાવનાર ઠગને 1 વર્ષ સુધી ના મળવા દીધા જામીન, પાછા આપવા પડયા બધા રુપિયા
cyber fraud
Image Credit source: mint
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jun 06, 2022 | 8:40 PM

આ ઈન્ટરનેટના જમાનામાં દુનિયાના અનેક લોકો પોતાના મહત્ત્વના કામ ઈન્ટરનેટના માધ્યમથી જ કરતા હોય છે. તેવા સમયમાં ઈન્ટરનેટ અને સોશ્યિલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેવાની સાથે સાથે સાવધાન રહેવું પણ જરુરી છે. કારણ કે દુનિયામાં સાયબર ફ્રોડના (cyber fraud) કિસ્સાઓ રોજ સામે આવતા હોય છે. તેવામાં વધારે સર્તક અને જાગરુત રહેવાની જરુર છે. સાયબર ફ્રોડની ઘટનાઓ રોજેરોજ સામે આવે છે. તે બધા વચ્ચે લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનનાર એક વ્યક્તિની જાગરુતા અને સક્રિયતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તેણે ઠગને પકડીને જેલમાં મોકલી આપ્યો હતો, તેમજ ઠગ ફરિયાદીને તેના રુપિયા પરત ન આપે ત્યાં સુધી તેને જામીન મળવા દીધા ન હતા. પોતાના લાખો રુપિયા સાયબર ફ્રોડના કારણે ગુમાવનાર આ વ્યક્તિ એક ઓર્થોપેડિક સર્જન છે. જેમનું નામ ડો.જિતેન્દ્ર ભટનાગર છે.

આ હતી આખી ઘટના

જુલાઈ 2021માં ઉજ્જૈન શહેરના એક પ્રતિષ્ઠિત ઓર્થોપેડિક નિષ્ણાત ડૉ. ભટનાગર સાથે પેન્શન ખાતામાંથી 7.44 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. KYC અપડેટ કરવાનું કહેતાં ઠગે ડૉ. ભટનાગરને ફોન કર્યો અને ક્વિક સ્પોર્ટ એપ ડાઉનલોડ કરવાના બહાને ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ આરોપી ઠગને પશ્ચિમ બંગાળમાંથી સાયબર સેલની ટીમે ઝડપ્યો હતો. તે સમયથી આ ઠગ લગભગ એક વર્ષ જેલમાં હતો. કારણ કે ડો.ભટનાગરે સક્રિયતા બતાવી તેમના જામીન મંજૂર થવા દીધા ન હતા. જેના પરિણામે આરોપીના ઠગ પરિવારજનોએ કોર્ટમાં 7.44 લાખ રૂપિયા જમા કરાવ્યા. કોર્ટે તે રકમનો ડ્રાફ્ટ બનાવીને સાયબર ફ્રોડનો ભોગ બનનાર ફરિયાદી ડો. ભટનાગરને આપ્યો હતો. જોકે, ત્યારબાદ આરોપીને જામીન મળી ગયા હતા.

12 પાસ ઠગે લૂંટયા હતા લાખો રુપિયા

સાયબર સેલના નિરીક્ષક રીમા યાદવ અને એએસઆઈ હરેન્દ્ર પાલસિંહ રાઠોડની ટીમે આ આરોપી ઠગ શુભોજીત પાત્રાને પશ્ચિમ બંગાળમાંથી પકડયો હતો. આરોપી ઠગ શુભોજીત પાત્રા ફકત 12 ધોરણ સુધી ભણ્યો છે પણ સાયબર ફ્રોડ કરવામાં એક્સપર્ટ છે. ઓર્થોપેડિક નિષ્ણાત ડૉ. ભટનાગરના લાખો રુપિયા લૂંટ્યા બાદ તેને કોઈ નવું બેન્ક ખાતુંના મળતા તેણે પોતાના જ ખાતામાં તે લૂંટના રુપિયા ટ્રાન્સફર કરી દીધા. બસ, તેની આ જ ભૂલને કારણે તે ઝડપાયો. પકડાયા બાદ તેને લાગ્યું કે તે થોડા દિવસમાં જામીન મેળવી જેલમાંથી છૂટી જશે પણ ઓર્થોપેડિક નિષ્ણાત ડૉ. ભટનાગરની જાગરુકતાને કારણે તેવું ના થયું. કોર્ટમાં તેની ત્રણે જામીન અરજી દરમિયાન તેમણે તેની જામીનનો વિરોધ કર્યો, જેને કારણે તેની ત્રણે જામીન અરજી મંજૂર ના થઈ.

ફરિયાદી ડૉ. ભટનાગરનું નિવેદન

ડો.ભટનાગરે જણાવ્યું હતું કે તે ઠગે મારું પેન્શન ખાતું જ ખાલી કર્યું હતું. હું માત્ર એટલું જ જાણું છું કે આના કારણે હું અને મારો પરિવાર માનસિક રીતે ખુબ પરેશાન થયો હતો. જેઓ આવી છેતરપિંડીનો શિકાર બને છે તેમની શું હાલત હશે તે હું સમજી શકું છું. તેથી કોર્ટ દ્વારા જ મારા પૈસા ઠગ પાસેથી વસૂલવામાં આવ્યા હતા. તે ઠગને હમણાં જ જામીન મળ્યા છે, પરંતુ હું પૂરો પ્રયત્ન કરીશ કે આવા લોકો સજામાંથી બચી ન જાય. ઉલ્લેખનીય છે કે ડો.ભટનાગરેની જાગરુકતાને કારણે તે ઠગને એક વર્ષ સુધી જામીન ના મળી અને તે જેલમાં રહ્યો. ડો.ભટનાગરને તેમના પૂરેપૂરા 7.44 લાખ રૂપિયા તેમની જાગરુકતા અને સમયસૂચકતાને કારણે જ પાછા મળ્યાં.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati