શું તમને ખબર છે કે Google તમારા વિશે આટલું બધું જાણે છે ? જાણો એક ક્લિકે

આજના જમાનામાં Googleએ જીવનનું અગત્યનું અંગ બની ગયું છે. કંઈ પણ માહિતી Google પર ગણતરીની સેકન્ડમાં જ મળી જાય છે. જો તમે નવા ફોનની ખરીદી કરો છો તો તેને શરૂ કરતા પહેલા જ તમારી પાસે જીમેલ આઈડી માંગવામાં આવે છે. આ પરથી કહી શકાય કે ગુગલ વગર કંઇ જ નથી.

  • Tv9 Webdesk 43
  • Published On - 18:39 PM, 3 Apr 2021
શું તમને ખબર છે કે Google તમારા વિશે આટલું બધું જાણે છે ? જાણો એક ક્લિકે
ગુગલ

આજના જમાનામાં Googleએ જીવનનું અગત્યનું અંગ બની ગયું છે. કંઈ પણ માહિતી Google પર ગણતરીની સેકન્ડમાં જ મળી જાય છે. જો તમે નવા ફોનની ખરીદી કરો છો તો તેને શરૂ કરતા પહેલા જ તમારી પાસે જીમેલ આઈડી માંગવામાં આવે છે. આ પરથી કહી શકાય કે ગુગલ વગર કંઇ જ નથી.

આપણે Googleનો ઉપયોગ દિવસમાં ઘણી વાર કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે Googleને તમારા વિષે કેટલી ખબર છે ? જો ના ખબર હોય તો કે જાણી લો કે Googleને તમારા વિષે બધી જ ખબર હોય છે. Googleને ખબર હોય છે કે તમને જમવામાં શું પસંદ છે, તમને કંઈ ગાડીઓ ગમે છે. તમારી ઉંમર શું છે. તમારો બર્થડે ક્યારે આવે છે. તમ કયો ફોન યુઝ કરો છો. તમે કંઇ ભાષા બોલો છો તે બધું જ ખબર છે. જો તમને વિશ્વાસ ના હોય તો તમે પણ જાણી શકો છો કે Google પાસે તમારી કંઇ-કંઈ માહિતી છે.

તમારે તમારા ફોન અથવા લેપટોપ / ડેસ્કટોપ પર ગુગલ બ્રાઉઝર ખોલવું પડશે, આ માટે તમારે પર્સનલ જીમેલ આઈડી લોગ ઇન કરો તે જરૂરી છે. હવે તમારે બ્રાઉઝર પર ad google setting” ટાઇપ કરવું પડશે અને એન્ટર દબાવો. આ પછી તમારી સ્ક્રીન પર દેખાશે તે પ્રથમ લિંક દેખાઈ તેના પર ક્લિક કરો. ક્લિક કરતા જ ગુગલ પાસે તમારી કંઈ-કંઈ જાણકારી છે તે દેખાડશે.
જો તમે ઇચ્છો તો સ્ક્રીન પર બતાવેલ પરિણામોને હાઇડ પણ કરી શકો છો. આ માટે તમારે પાર્ટિક્યુલર સેક્શન પર ક્લિક કરવું પડશે અને ટર્ન ઓફનો વિકલ્પ પસંદ કરવો પડશે.
જણાવી દઈએ કે, ગૂગલની આ ટીપ્સ તાજેતરમાં ખૂબ વાયરલ થઈ રહી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

વાત જાણે એમ છે કે ગૂગલ પર થોડું સંશોધન કરવાથી અથવા તો એપ્લિકેશન્સ જેવી કે ક્રોમ, જી પે અથવા જીમેલ વગેરેનો ઉપયોગ કર્યો હોય અને ફોન પરના ડેટા ઓન કરતાની સાથે જ સીધા ગૂગલ સાથે કનેક્ટ થઈ ગયા છીએ. ઘણી વખત આપણે જીમેલ એકાઉન્ટ દ્વારા ઘણી જગ્યાએ લોગ ઇન કરીએ છીએ અથવા કેટલાક કિસ્સાઓમાં કેટલીક એપ્લિકેશન અથવા વેબસાઇટ જીમેલ ઍક્સેસની પરવાનગી માટે પૂછે છે અથવા તેવું બીજુ એવી રીતે કે ગૂગલમાં અમારો તમામ ડેટા છે.