સાવધાન, વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, મોબાઈલ બેટરી બ્લાસ્ટમાં 5 વર્ષના બાળકનું મોત, મોબાઈલ ચાર્જ કરતી વખતે રાખો આ કાળજી

Mobile Battery Explodes : મોબાઈલની બેટરી (Mobiles Battery) ફાટવાને કારણે પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે બાળક મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો અને બેટરી ફાટી ગઈ.

સાવધાન, વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, મોબાઈલ બેટરી બ્લાસ્ટમાં 5 વર્ષના બાળકનું મોત, મોબાઈલ  ચાર્જ કરતી વખતે રાખો આ કાળજી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 1:33 PM

આજના ઝડપી યુગમાં વાલીઓ પોતાના કામમાં ઘણા વ્યસ્ત હોય છે ત્યારે બાળકો પણ ખેલવા કુદવાના બદલે તેમનો મોટાભાગનો સમય મોબાઈલ (Mobile Phone) પર વિતાવે છે અને માતા-પિતા પણ તેમને ગેમ રમવા મોબાઈલ આપી દે છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે વાલીઓ માટે ચેતવણીરૂપ છે. જેમાં ઝારખંડમાં મોબાઈલની બેટરી (Mobile Battery Charge) ફાટવાને કારણે પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે બાળક મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો અને બેટરી ફાટી ગઈ. આ ઘટના ઝારખંડના પાકુરની જણાવવામાં આવી રહી છે.

બેટરી બ્લાસ્ટ થતાં બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકનું નામ સોનુ મરાંડી જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે બાળકના પિતાએ મોબાઈલમાંથી બેટરી કાઢી અને તેને ચાર્જ કરવા માટે માસ્ટર ચાર્જરમાં મૂકી હતી.

બાળકના પિતા બહાર ગયા ત્યારે બાળકે ચાર્જરમાંથી બેટરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાદમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી ડોક્ટરોએ સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટાઈમ્સ નાઉ ન્યૂઝના અહેવાલ અનુસાર, પાકુરના એસપી હરદીપ પી જનાર્દને જણાવ્યું કે તેમને મોબાઈલની બેટરી બ્લાસ્ટ થવાથી 5 વર્ષના બાળકના મોતની માહિતી મળી છે. તે આ અંગે પીડિતાના માતા-પિતા પાસેથી વધુ માહિતી મેળવી રહ્યા છે. ગત વર્ષે માર્ચમાં પણ આવી જ ઘટના બની હતી. જ્યાં બેટરી ફાટવાના કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું. ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની હતી.

ઉત્તર પ્રદેશની ઘટનામાં બેટરી ત્યારે ફાટી હતી જ્યારે તે બેટરીનો પાવર ચેક કરી રહ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકના મોં પર બેટરી ફાટી ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.

બેટરી ચાર્જ કરતી વખતે આ કાળજી રાખો

કયારે પણ આખી રાત ફોનને ચાર્જમાં ના રાખો. આનાથી ફોન વધારે ગરમ થઈ શકે છે અને તેના બ્લાસ્ટ થવાનું જોખમ પણ વધી શકે છે. સ્માર્ટફોનને ક્યારે પણ સીધા સૂર્યપ્રકાશમાં મૂકીને ચાર્જ કરશો નહીં. આ રીતે કરવાથી ફોન વધારે ગરમ થાય છે, જેનાથી વિસ્ફોટ થવાની સંભાવના વધારે છે.

માસ્ટ ચાર્જરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો અને બાળકોની પહોંચથી તેને દૂર રાખો, મોબાઈલ બેટરીની લાઈફ સારી રાખવી હોય તો કયારે પણ ડુપ્લીકેટ ચાર્જ અને ઍડપટરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ડુપ્લીકેટ ચાર્જ અને ઍડપટરનો ઉપયોગ કરવાથી ચાર્જિંગ પોઇન્ટ અને બેટરી લાઈફ ખરાબ થઇ શકે છે. જેથી ઓરીજનલ ચાર્જરનો ઉપયોગ જ કરવો જોઈએ.

ક્યારે પણ કાર ચાર્જરથી મોબાઈલ ચાર્જ કરવો નહીં. કાર ચાર્જરથી ફોન ચાર્જ કરવાથી બેટરીની લાઈફ ઘટે છે. ફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરવો. તેમજ મોબાઈલ રિપેર કરવા હંમેશા ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટરને જ પ્રાથમિકતા આપો.

આ પણ વાંચો: Comet: Comet: પ્રતિ કલાકે 35 હજાર કિમીની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે ઈતિહાસનો સૌથી મોટો ધૂમકેતુ, દુનિયા ખતરામાં ?

આ પણ વાંચો: Viral Video: રસ્તા પર ફરતા જોવા મળ્યો ગેંડો, લોકોએ નિડર થઈ પડાવી સેલ્ફી, યુઝર્સે કહ્યું ‘આ ઘણું રિસ્કી છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">