બિઝનેસ કરનારાઓ માટે જરૂરી છે 4 અને 6 અંકનો આ કોડ , દંડથી બચવા વાંચો અહેવાલવિગતવાર

જો તમે વેપાર કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. 1 એપ્રિલ, 2021 થી ગુડ્ઝ અને સર્વિસિસ (GST) ઈન્વોઈસ પર 4 અને 6 અંકોનો એચએસએન કોડ (HSN Code) આપવો ફરજિયાત થઈ ગયો છે.

  • Ankit Modi
  • Published On - 14:23 PM, 18 Apr 2021
બિઝનેસ કરનારાઓ માટે  જરૂરી છે 4 અને 6 અંકનો આ કોડ , દંડથી બચવા  વાંચો અહેવાલવિગતવાર
File Photo

જો તમે વેપાર કરો છો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. 1 એપ્રિલ, 2021 થી ગુડ્ઝ અને સર્વિસિસ (GST) ઈન્વોઈસ પર 4 અને 6 અંકોનો એચએસએન કોડ (HSN Code) આપવો ફરજિયાત થઈ ગયો છે. આમ કરવામાં નિષ્ફળતા સામે દંડ ભરવો પડી શકે છે. એક નાણાકીય વર્ષમાં વ્યવસાયનું ટર્નઓવર 5 કરોડ સુધીનું છે તો પછી તમારે 4 અંકનો એચએસએન કોડ આપવો પડશે. બીજી તરફ 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ધંધા માટે 6 અંકનો એચએસએન કોડ આપવો ફરજિયાત છે. જો એચએસએન કોડમાં કોઈ ભૂલ હોય તો 50 હજાર રૂપિયા સુધી દંડ ચૂકવવો પડી શકે છે.

નાણાં મંત્રાલયના ટ્વિટ મુજબ વાર્ષિક 5 કરોડ સુધીના ટર્નઓવરવાળા કારોબારીઓઓ માટે એચએસએન કોડ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ફરજિયાત રહેશે જ્યારે તે બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર   (B2C) માં વૈકલ્પિક રહેશે.

HSN કોડ શું છે?
બધા ઉત્પાદનોને HSN (Harmonised System of Nomenclature) માં વર્ગીકૃત કરવામાં આવે છે. આ વૈશ્વિક સ્તરે વસ્તુઓના પ્રણાલીગત વર્ગીકરણમાં મદદ કરે છે. એચએસએન કોડ કસ્ટમ ટેરિફ એક્ટમાંથી બહાર આવે છે અને માલના વર્ગીકરણ અનુસાર નક્કી થાય છે. કરના દર ફક્ત માલના વર્ગીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે.

HSN કોડ / સેવા એકાઉન્ટિંગ કોડના એક્સેસ માટેની લિંક
Goods- https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/GSTratescheduleforgoodsason31032021.pdf
Service- https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/11-Rate_Notification-CGST-16.10.2020.pdf
Service- https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/12-Exemption_CGST-16.10.2020.pdf

6 અંકનાસર્વિસ ક્લાસિફિકેશન કોડની લિંક્સ 
https://www.cibc.gov.in/resources//htdocs-cbec/gst/Scheme%20of%20Classification%20of%20Services%20-%20amended.pdf