નવા INCOME TAX PORTAL માં છે 40 ખામીઓ , DTPA એ NIRMALA SITARAMAN ને પત્ર લખી જલ્દી સમસ્યાનું સમાધાન માંગ્યું

નવા ઇન્કમટેક્સ પોર્ટલ અંગે સતત ફરિયાદો ઉઠી રહી છે. હવે ડાયરેક્ટ ટેક્સ પ્રોફેશનલ્સ એસોસિએશન (DTPA) એ નાણાં પ્રધાનને ફરિયાદ કરી છે. એસોસિએશનોએ રવિવારે પત્ર લખીને વિભાગનું કેટલીક જરૂરી બાબતો તરફ ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે જેનો હલ જરૂરી જણાઈ રહ્યો છે.

  • Publish Date - 7:49 am, Mon, 21 June 21
નવા  INCOME TAX PORTAL માં છે 40 ખામીઓ , DTPA એ NIRMALA SITARAMAN ને પત્ર લખી જલ્દી સમસ્યાનું સમાધાન માંગ્યું
Income Tax Department

નવા ઇન્કમટેક્સ પોર્ટલ અંગે સતત ફરિયાદો ઉઠી રહી છે. હવે ડાયરેક્ટ ટેક્સ પ્રોફેશનલ્સ એસોસિએશન (DTPA) એ નાણાં પ્રધાનને ફરિયાદ કરી છે. એસોસિએશનોએ રવિવારે પત્ર લખીને વિભાગનું કેટલીક જરૂરી બાબતો તરફ ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે જેનો હલ જરૂરી જણાઈ રહ્યો છે.

નવા IT પોર્ટલમાં લગભગ 40 ખામીઓ
DTPAએ તેના પત્રમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને નવા પોર્ટલમાં ITR ફાઇલ કરવા સંબંધિત 40 સમસ્યાઓ વિશે માહિતગાર કર્યા છે. આ સાથે વિવાદ સે વિશ્વાસ યોજનાને બે મહિના વધારવાની માંગ પણ કરવામાં આવી છે જે 30 જૂને સમાપ્ત થાય છે.

આવકવેરા વિભાગના કામ પર કોરોના મહામારીની ખરાબ અસર
એસોસિએશનોએ જણાવ્યું હતું કે દેશના ઘણા રાજ્યોમાં કોરોના રોગચાળાને કારણે વિભાગના અધિકારીઓ કામ કરવામાં અસમર્થ રહ્યા છે. આવી સ્થિતિમાં ટીડીએસ / ટીસીએસ સ્ટેટમેન્ટ અને સંબંધિત કાર્યો પૂર્ણ કરવા માટે સમય આપવો જોઈએ. DPTA પ્રમુખ એન.કે.ગોયલના જણાવ્યા અનુસાર કરદાતાઓ AY 2020-21 માટે આઈટીઆર ફાઇલ કરી શકતા નથી.

લોન્ચ થયા બાદ નવા પોર્ટલ અંગે ફરિયાદો આવી રહી છે
આવકવેરા વિભાગે 7 જૂને નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કર્યું છે. આમાં સરકારે દાવો કર્યો હતો કે કરદાતાઓ આઇટીઆર ફાઇલિંગમાં પહેલાં કરતાં વધુ સરળ બનશે પરંતુ લોન્ચ થયાના થોડા કલાકો બાદ નવા પોર્ટલને લગતી ફરિયાદો સામે આવવા લાગી હતી . મામલે નાણામંત્રી નિર્મલા સીતારામણે પોર્ટલ નિર્માતા ઇન્ફોસીસ અને નંદન નીલકણીને તેના પર કામ કરવા કહ્યું હતું. ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલકણીએ નાણાં પ્રધાનને કહ્યું હતું કે પોર્ટલ પર આવતી ફરિયાદોનો અમને અફસોસ છે. તેને ઠીક થવામાં અઠવાડિયા લાગશે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati