New IT Portal: નવા ઇન્કમ ટેક્સ પોર્ટલની સમસ્યાઓ જલ્દી દૂર થશે, જાણો Infosys એ શું કહ્યું

Infosys ને આગામી પેઢીની ઇન્કમ ટેક્સ ફાઇલિંગ સિસ્ટમ વિકસાવવા માટેનો કોન્ટ્રાકટ વર્ષ 2019 માં મળ્યો હતો. આની પાછળનો ઉદ્દેશ રીટર્ન સ્ક્રુટિની સમયને 63 દિવસથી ઘટાડીને એક દિવસ કરવાનો અને રિફંડ પ્રક્રિયાને વેગ આપવાનો હતો.

New IT Portal: નવા ઇન્કમ ટેક્સ પોર્ટલની સમસ્યાઓ જલ્દી દૂર થશે, જાણો Infosys એ શું કહ્યું
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 9:37 AM

આવકવેરા વિભાગના નવા આઈટી પોર્ટલ(New IT Portal) માં સામે આવેલી તકનીકી ખામીઓ અંગે દેશની અગ્રણી સોફ્ટવેર સર્વિસ કંપની ઇન્ફોસીસે(Infosys) જણાવ્યું છે કે તે આ સમસ્યાઓને દૂર કરવા માટે ઝડપથી કામ કરી રહી છે અને હાલમાં આ બાબતને પ્રાથમિકતા આપી રહી છે.

ઇન્ફોસિસના ટોપ મેનેજમેન્ટે બુધવારે નિવેદન આપ્યું છે કે પોર્ટલ પર આવી રહેલી અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે અને અત્યાર સુધી તેના પર 10 લાખ આવકવેરા રીટર્ન (ITR) ફાઈલ કરવામાં આવ્યા છે. કંપનીના સીઈઓ અને એમડીના મેનેજિંગ ડિરેક્ટર સલિલ પારેખે જણાવ્યું હતું કે અમે નવા પોર્ટલ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમે ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છીએ. મોટી સંખ્યામાં ITR પણ ફાઈલ થયા છે. પોર્ટલમાં હજી કેટલાક કામ બાકી છે જે કરવાની જરૂર છે. કંપનીને વિશ્વાસ છે કે આ તમામ પરિસ્થિતિઓને તબક્કાવાર ઉકેલી લેવામાં આવશે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

ઇન્ફોસિસને વર્ષ 2019 માં કોન્ટ્રાક્ટ મળ્યો હતો ઇન્ફોસિસને આગામી પેઢીની ઇન્કમ ટેક્સ ફાઇલિંગ સિસ્ટમ વિકસાવવા માટેનો કોન્ટ્રાકટ વર્ષ 2019 માં મળ્યો હતો. આની પાછળનો ઉદ્દેશ રીટર્ન સ્ક્રુટિની સમયને 63 દિવસથી ઘટાડીને એક દિવસ કરવાનો અને રિફંડ પ્રક્રિયાને વેગ આપવાનો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

નવું પોર્ટલ 7 જૂને શરૂ કરાયું હતું નવું આવકવેરા પોર્ટલ www.incometax.gov.in7 મી જૂને ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ કરાયું હતું. શરૂઆતથી જ પોર્ટલ પર તકનીકી સમસ્યાઓ આવી રહી છે. આ કારણે નાણામંત્રી નિર્મલા સીતારામને 22 જૂનના રોજ ઇન્ફોસીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઇન્ફોસીસે આ નવી વેબસાઇટ તૈયાર કરી છે.

Infosys Q1 Results જાહેર કર્યા દેશની અગ્રણી સોફ્ટવેર સર્વિસિસ કંપની ઇન્ફોસીસે બુધવારે તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે કંપનીનો નેટ પ્રોફિટ 22.7 ટકા વધીને રૂ 5195 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 4233 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે માર્ચ 2021 ના ​​ત્રિમાસિક ગાળામાં ઈન્ફોસિસનો નેટ પ્રોફિટ રૂ. 5078 કરોડ હતો. કંપનીની કન્સોલિડેટેડ ઇન્કમ વાર્ષિક ધોરણે 18 ટકા વધીને રૂ 28986 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા તે રૂ 23665 કરોડ હતી. ત્રિમાસિક ધોરણે તે 26311 કરોડ રૂપિયાથી 6 ટકા વધીને 27896 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">