નવા Income Tax Portal ની સમસ્યાઓ દૂર કરવા Infosys અને નાણાં મંત્રાલયની 22 જૂને બેઠક મળશે , તમે પણ સૂચન કે ફરિયાદ મોકલી શકો છો

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગને સરળ બનાવવા માટે એક નવું ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ(Income Tax e-filing Portal) શરૂ કર્યું હતું પરંતુ શરૂઆત સાથે જ તેમાં અનેક તકનીકી સમસ્યાઓ સામે આવવા લાગી હતી.

નવા Income Tax Portal ની સમસ્યાઓ દૂર કરવા Infosys અને નાણાં મંત્રાલયની  22 જૂને બેઠક મળશે , તમે પણ સૂચન કે ફરિયાદ મોકલી શકો છો
ITR FILING
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 8:55 AM

નાણાં મંત્રાલયના અધિકારીઓ 22 મી જૂને આઈટી કંપની ઇન્ફોસીસના પ્રતિનિધિઓ સાથે નવી આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલ સંબંધિત મુદ્દાઓ અને તકનીકી સમસ્યાઓ અંગે ચર્ચા કરશે. નાણાં મંત્રાલયે ગત સપ્તાહે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગને સરળ બનાવવા માટે એક નવું ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ(Income Tax e-filing Portal) શરૂ કર્યું હતું પરંતુ શરૂઆત સાથે જ તેમાં અનેક તકનીકી સમસ્યાઓ સામે આવવા લાગી હતી. આનાથી કરદાતાઓને ITR ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એક નિવેદનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કહ્યું છે કે આઇસીએઆઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઓડિટર્સ, સલાહકારો અને કરદાતાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન ઇન્ફોસિસની ટીમ પ્રશ્નોના જવાબ આપશે, સમસ્યાઓ સંબંધિત મુદ્દાઓને સ્પષ્ટ કરશે અને પોર્ટલ પર તેમના મંતવ્યો મેળવશે. આ બેઠક 22 જૂને સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે.

7 જૂને નવું પોર્ટલ શરૂ કરાયું હતું આવકવેરા વિભાગે 7 જૂન નવું પોર્ટલ www.incometax.gov.in લોન્ચ કર્યું હતું. ઈન્ફોસિસને નેક્સ્ટ જનરેશન ઇન્કમટેક્સ ફાઇલિંગ સિસ્ટમ વિકસાવવા માટેનો કોન્ટ્રાકટ વર્ષ 2019 માં આપવામાં આવ્યો હતો. આ પાછળ રિટર્નની પ્રક્રિયા માટેલગતા સમયને ઘટાડવાનો અને રિફંડ પ્રક્રિયાને વેગ આપવાનો છે. જાણવા મળતી માહિતી મુજબ પોર્ટલ પહેલા કરતા વધુ સારું બનાવવામાં આવ્યું છે પરંતુ તેની શરૂઆત થઈ ત્યારથી તેમાં ઘણી બધી ફરિયાદો આવી રહી છે.

સીતારામને ટ્વીટ કર્યું હતું ટ્વિટર પર વપરાશકર્તાઓ પોર્ટલની ખામીઓને લઈ સતત ફરિયાદ કરી રહ્યા છે. આ ફરિયાદોના ધ્યાન પર લેતા નાણામંત્રી નિર્મલા સીતારામને ટ્વીટ કર્યું હતું. ઇન્ફોસીસ અને તેના કો ફાઉન્ડર નંદન નીલેકણીને ટેગ કરતા તેમણે લખ્યું, “આશા છે કે ઇન્ફોસીસ અને નણંદ નીલેકણી સેવાની ગુણવત્તાની દ્રષ્ટિએ અમારા કરદાતાઓને નિરાશ કરશે નહીં.” કરદાતાઓ માટે અનુપાલન સરળતા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

નાના મંત્રીના મિજાજને પારખતા આ અંગે પ્રતિક્રિયા આપતા ઇન્ફોસિસે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં આવકવેરા વિભાગના નવા ઈ-ફાઇલિંગ પોર્ટલમાં ખામીઓ દૂર કરાશે. નંદન નીલેકણીએ એક ટ્વીટમાં લખ્યું છે કે ‘નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ ફાઇલિંગ પ્રક્રિયાને સરળ બનાવશે અને વપરાશકર્તાના અંતિમ અનુભવને સુધારશે. નિર્મલા સીતારમણ જી, પ્રથમ દિવસે અમને કેટલીક તકનીકી સમસ્યાઓ મળી અને અમે તેને હલ કરવા માટે કામ કરી રહ્યા છીએ. ઇન્ફોસિસ આ પ્રારંભિક અવરોધોને બદલ દિલગીર છે અને સપ્તાહ દરમિયાન સિસ્ટમ સ્થિર થાય તેવી અપેક્ષા રાખે છે.

તમે પણ સૂચન કે ફરિયાદ મોકલી શકો છો ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગની નવી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે પરંતુ તેના ઉપયોગમાં ઘણી સમસ્યાઓ છે વપરાશકર્તાઓએ કહ્યું હતું કે ઘણી વાર પ્રયત્ન કરવા છતાં તેઓ તેમાં લોગીન કરી શકતા નથી. 26AS ડાઉનલોડ કરવામાં પણ સમસ્યાઓ આવી હતી. ડિજિટલ સિગ્નેચર પ્રમાણપત્ર નોંધણી કરવામાં પણ મુશ્કેલીઓ આવી હતી. તમારી પાસે પણ કોઈ સૂચન કે ફરિયાદ હોય તો તમે નાના મંત્રાલયને મોકલી શકો છો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">