પ્રથમ ગ્રાસે મક્ષિકા : Income Tax નું નવું પોર્ટલ લોન્ચ થયું પણ લોગીન અને એક્સેસ કરવામાં આવી રહી છે સમસ્યા

આવકવેરા વિભાગ (Income Tax Department) રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવાના દાવા સાથે ગઈકાલે સાંજે નવું પોર્ટ લોન્ચ કર્યું છે.

પ્રથમ ગ્રાસે  મક્ષિકા : Income Tax નું નવું પોર્ટલ લોન્ચ થયું પણ લોગીન અને એક્સેસ કરવામાં આવી રહી છે સમસ્યા

આવકવેરા વિભાગ (Income Tax Department) રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવાના દાવા સાથે ગઈકાલે સાંજે નવું પોર્ટલ લોન્ચ કર્યું છે. વિભાગે કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ www.incometax.gov.in રજૂ કર્યું છે. ખુબજ સરળ અને સહજ પોર્ટલ  બનવાના દાવાઓ સામે આજે લોકોએ જયારે પોર્ટલ ઓપન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહત્તમ લોકો લોગીન કરી શક્યા ન હતા.

આસિસ્ટ અને વિડીયો ગાઈડન્સ સહિતની સુવિધાઓથી સજ્જ અને બિનજરૂરી માહિતીઓ આપવાની ઝંઝટથી મુક્તિ અપાવતા આ પોર્ટલને ગઈકાલથી લોન્ચ કરવાનો દાવો કરાયો હતો. લોકો સવારથી પોર્ટલ શરૂ થવાનો ઇંતેજાર કરતા રહ્યા અને આખરે મોડી સાંજે નવું પોર્ટ જોવા મળ્યું હતું.

લોગીન કરવામાં મુશ્કેલીઓ
ટેક્સ કન્સલ્ટન્ટ હાર્દિક શાહે જણાવ્યું હતું કેસવારથી  નવા પોર્ટલને લોગીન કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. હોમ પેજ લોડ થવામાં પણ સમય લે છે જયારે અનેક પ્રયત્ન  બાદ જો લોગીન થઇ પણ જાય તો આગળના એક્સેસ કરી શકતા નથી. આ પોર્ટલથી કરદાતાઓને ખુબ અપેક્ષાઓ છે પરંતુ પહેલાજ દિવસે આ સમસ્યા નિરાશા લાવી રહી છે.

જૂનું પોર્ટલ પણ એક્ટિવ ન રખાયું
નવા પોર્ટલની શરૂઆત સાથે શરૂઆતના સમયગાળામાં જૂનું પોર્ટલ પણ કાર્યરત રખાશે તેવા અનુમાન હતા પરંતુ જૂનું પોર્ટલ પણ કામ કરતું ન હોવાથી મુશ્કેલીઓ વધી છે.ટેકસ પેયર્સ , કન્સલ્ટન્ટ અને સીએ પોર્ટલ  લોગીન કરવા ગઈકાલથી મથામણ કરી રહ્યા છે.

જુના પોર્ટલમાં સમયાંતરે ક્રેશ થવાની સમસ્યાઓ રહેતી હતી
જૂનું પોર્ટલ ખાસ કરીને રિટર્ન ભરવાની છેલ્લી તારીખો દરમ્યાન ઓવર લોડના કારણે ક્રેશ થઇ જતું હતું. ટેક્સ કન્સલ્ટન્ટ નિકિતા મેહતાએ જણાવ્યું હતું કે નવા પોર્ટલથી સમસ્યાઓ હળવી થવાની અને કામગીરી ઝડપી બનવાની આશાઓ છે. પોર્ટલમાં આજે આવતી સમસ્યાઓ ચિંતાઓ હળવી કરશે કે કેમ? તે પ્રશ્નો ઉભા કરે છે.