Income Taxની નવી વેબસાઇટની સમસ્યાઓ હજુ હલ ન થતાં CBDT એ મેન્યુઅલ ફોર્મ સબમિટ માટે પરવાનગી આપી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કરદાતાઓને રાહત આપી છે. હવે કરદાતાઓ ફોર્મ 15 CA અને 15 CB ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરવાને બદલે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર મેન્યુઅલી સબમિટ કરી શકે છે.

  • Updated On - 7:34 am, Tue, 15 June 21
Income Taxની નવી વેબસાઇટની સમસ્યાઓ હજુ હલ ન થતાં CBDT એ મેન્યુઅલ ફોર્મ સબમિટ માટે પરવાનગી આપી
પ્રતીકાત્મક તસ્વીર

આવકવેરા વિભાગ(Income Tax Department)ના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ(e filing portal) પર યુઝર્સને તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ જોતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કરદાતાઓને રાહત આપી છે. હવે કરદાતાઓ ફોર્મ 15 CA અને 15 CB ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરવાને બદલે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર મેન્યુઅલી સબમિટ કરી શકે છે.

CBDTએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આપ જાણો છો કે એક અઠવાડિયા પહેલા આવકવેરા વિભાગે કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કર્યું હતું પરંતુ યુઝર્સ તેના પર તકનીકી અવરોધોનો સામનો કરી રહ્યા છે. લોકોને આર્હત આપતા CBDT એ આ માહિતી આપી છે.

CBDT grants relaxation in electronic filing of forms 15CA & 15CB in view of difficulties reported by taxpayers in filing of forms online on the new e-filing portal incometax.gov.in. The forms can be submitted in manual format to the authorised dealers till 30th June, 2021.

 

 

સોમવારે સાંજે એક ટ્વિટમાં આવકવેરા વિભાગે કહ્યું કે, નવા ઈ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ 15 CA અને 15 CB ફોર્મ ભરવા માટે ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં રાહત આપી છે. ” આ ફોર્મ 30 જૂન, 2021 સુધી અધિકૃત ડીલર મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે કરદાતાને સગવડતા મળે તે હેતુથી નવું પોર્ટલ http://incometax.gov.in 7 મી જૂને શરૂ કરાયું હતું. પરંતુ વપરાશકર્તાઓએ પહેલા દિવસથી પોર્ટલ પર તકનીકી સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું જેનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે કરદાતાઓ અગાઉના ઇ-ફાઇલ કરેલા રિટર્ન પણ જોઈ શકતા નથી.

ઉહાપોહ થયા બાદ મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઈન્ફોસિસને આ વેબસાઇટની સમસ્યાઓનું વહેલી તકે અંત લાવવા કહ્યું હતું. સીતારામને ઇન્ફોસીસ અને તેના અધ્યક્ષ નંદન નીલેકણીને વહેલી તકે આવકવેરા વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટમાં તકનીકી અવરોધો સુધારવા જણાવ્યું હતું.

Click on your DTH Provider to Add TV9 Gujarati