CBDT ના એક ફરમાને આવકવેરા અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી છે, જાણો શું છે મામલો?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા અધિકારીઓ(Income Tax Officers)ને એક ફરમાન જારી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં 31 માર્ચ 2021 સુધીમાં ૩ વર્ષથી જુના કેસ ખોલવામાં આવે.

CBDT ના એક ફરમાને આવકવેરા અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી છે, જાણો શું છે મામલો?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 8:10 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા અધિકારીઓ(Income Tax Officers)ને એક ફરમાન જારી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં 31 માર્ચ 2021 સુધીમાં ૩ વર્ષથી જુના કેસ ખોલવામાં આવે. આદેશ સામે ઈન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર એસોસિએશને સીબીડીટીને પત્ર લખીને વાંધો વ્યક્ત કર્યો છે. એસોસિએશને કહ્યું છે કે આટલા મોટી સંખ્યામાં કેસ ફરીથી ખોલવા અને તેનું મૂલ્યાંકન કરવું અવ્યવહારિક અને માનવીય રીતે અશક્ય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 ના ​​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે(Nirmala Sitharaman) એ 3 વર્ષથી વધુ જુના કેસો સમયમર્યાદામાં ખોલવાની જાહેરાત કરી હતી.

એક અધિકારીએ 10 હજાર કેસનું મૂલ્યાંકન કરવું પડશે ઓફિસર્સ એસોસિએશનને પત્રમાં લખ્યું છે કે આ હુકમનામથી આવકવેરા વિભાગના દરેક અધિકારી પર કામનો ભાર 20 ગણો વધુ આવશે. 10 હજારથી વધુ કેસોના આકારણી માટે દરેક અધિકારી જવાબદાર રહેશે. આ સ્થિતિમાં 31 માર્ચ સુધીનો સમય ખૂબ ઓછો છે. આ માટે અધિકારીઓને 30 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવો જોઇએ. આવકવેરા આકારણી (Faceless Income Tax Assessment) ની ઓનલાઇન પ્રક્રિયા પછી કેન્દ્ર સરકારે જૂના કેસો ખોલવાની અવધિ 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધી છે. નાણાં પ્રધાન સીતારામને 2021 ના ​​બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી. જો કે, કરના દગાને લગતા ગંભીર કેસોમાં છુપાયેલ આવક રૂપિયા 50 લાખ કે તેથી વધુની હોય તો કેસ ખોલવાનો સમયગાળો 10 વર્ષનો રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નાણાં પ્રધાને કહ્યું કેમ સમયમર્યાદા ઘટાડાઈ બજેટમાં ફેસલેસ ઇન્કમટેક્સ અપીલ ટ્રિબ્યુનલ શરૂ કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે, એટલે કે ટેક્સના વિવાદના કિસ્સામાં કોઈ પણ વ્યક્તિએ અધિકારી સમક્ષ હાજર થવું પડશે નહીં. ક્યાં વ્યક્તિની તપાસ થઇ રહી છે તે આવકવેરા અધિકારીને ખબર નહીં પડે. નાણાં પ્રધાન સીતારામને કહ્યું હતું કે આવકવેરા આકારણીના કેસ ફરીથી ખોલવા અંગે કરદાતાઓના મનમાં રહેલી અનિશ્ચિતતાને દૂર કરવા તેની અંતિમ તારીખ ઘટાડી દેવામાં આવી છે. બજેટ દરખાસ્ત મુજબ રૂપિયા 50 લાખ સુધીની કરપાત્ર આવકવાળા નાના કરદાતાઓ માટે વિવાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">