દક્ષિણ આફ્રિકાના ગ્રે ટાઉન રોડ ઉપર ભરૂચના પરિવારને અકસ્માત નડયો, માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત જયારે પુત્રીનો આબાદ બચાવ

દક્ષિણ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભારતીય પરિવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. અકસ્માતમાં મૂળ ભરૂચના દંપતીનું મોત નીપજ્યું છે જયારે એક નાની બાળકીનો ગમખ્વાર અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે. ગ્રે ટાઉન રોડ ઉપર કાર અકસ્માત બાદ રોડની બાજુમાં પલ્ટી ગઈ હતી. મૃતક ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામના સાકીર પટેલ  અને તેમના પત્ની રોજમીન હોવાનું જાણવા […]

દક્ષિણ આફ્રિકાના ગ્રે ટાઉન રોડ ઉપર ભરૂચના પરિવારને અકસ્માત નડયો, માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત જયારે પુત્રીનો આબાદ બચાવ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 12, 2020 | 3:24 PM

દક્ષિણ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભારતીય પરિવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. અકસ્માતમાં મૂળ ભરૂચના દંપતીનું મોત નીપજ્યું છે જયારે એક નાની બાળકીનો ગમખ્વાર અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે. ગ્રે ટાઉન રોડ ઉપર કાર અકસ્માત બાદ રોડની બાજુમાં પલ્ટી ગઈ હતી. મૃતક ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામના સાકીર પટેલ  અને તેમના પત્ની રોજમીન હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચથી ૮ વર્ષ અગાઉ સાકીર બક્ષ રોજગારીઅર્થે દક્ષિણ આફ્રિકા ગયા હતા. આમોદ તાલુકાના કોલવણા ગામના મૂળ વતની સાકીર પટેલ  ગતરાતે આફ્રિકાના ગ્રે ટાઉન રોડ ઉપરથી કારમાં પત્ની રોજમીન અને બાળકી  આયશા સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માત થયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઘટનામાં સાકીર પટેલ ની કાર રોડની બાજુમાં પલ્ટી ખાઈ ગઈ હતી. સ્થાનિક તંત્રએ કારનેકાટમાળમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સાકીર અને રોજમીનને મૃત ઘોષિત કરાયા હતા જયારે તેમની બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાના પગલે ભરૂચમાં મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">